________________
૧૪૩, મમ્મટની ‘પ્રતિવસ્તૂપમા (કા. પ્ર. ૧૦.૧૦૧)ની વ્યાખ્યામાં ‘નિદશૅના’ તથા ‘દૃષ્ટાન્ત’ સમાયેલા નથી.
૧૪૪. હેમચન્દ્રાચાર્યે ‘પર્યાય' તથા ‘પરિવૃત્તિ’ને ભેળવી દીધા છે. પ્રો. રામચંદ્ર બી. આઠવલે આ માટે હેમચન્દ્રાચાર્યની આલોચના કરે છે (કા. અ. શા., ભા. ૨, ૨૨૪). આ સંદર્ભમાં ડૉ. વિ. એમ. કુલકર્ણીના વિચારો જાણવા માટે જુઓ એમનો નવતર ગ્રંથ ‘મોર સ્ટડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર'' ૧૯૯૩, પૃ. ૧૨૮. અહીં ગ્રંથસ્થ થયેલા ‘હેમચન્દ્ર એન્ડ રસ ટ્રેડિશન’ એ લેખમાં ડૉ. વિ. એમ. કુલકર્ણી, હેમચન્દ્રાચાર્યે છોડી દીધેલા અનેક અલંકારોના વિષયમાં પ્રો રામચંદ્ર બી. આઠવલેએ કરેલી ચર્ચાના બે મહત્ત્વના મુદ્દાઓનું નિરાકરણ કરે છે.
૧૪૫. જુઓ ડૉ. રમેશ એસ. બેટાઈનો ઉપરોક્ત (પાદટીપ-૧૭૨) લેખ.
૧૪૬. દંડીએ સાહિત્યમાં સ્વભાવોક્તિની મહત્તા દર્શાવી છે. હેમચન્દ્રાચાર્યે ઠંડીની શબ્દાવલી ઉપયોગમાં લીધી છે (જુઓ દંડીનો કાવ્યાદર્શ, ૪.૧૫). મમ્મટે બાળક વગેરેના સ્વભાવમાં રહેલી પ્રવૃત્તિ કે સ્વરૂપના વર્ણનને સ્વાભાવિક’ ગણી છે (ક.પ્ર. ૧૦,૧૧૧) પણ કુન્તકે ‘સ્વભાવોક્તિ'નો ઉગ્ર વિરોધ કર્યો છે (વ. જી. ૧.૧૧-૧૫). જુઓ ડૉ. સુશીલકુમાર દે, HSP-II, પૃ. ૧૮૭. હેમચન્દ્રાચાર્ય 'વિવેક' વ્યાખ્યામાં ‘જાતિ’ એ શીર્ષક હેઠળ કુન્તકના મતનું ખંડન કરે છે અને કવિની કલ્પના અંગે મહિમભટ્ટના વિચારોમાંથી સમર્થન પ્રાપ્ત કરે છે (વિવેક, પૃ. ૩૮૦).
૧૪૭. હેમચન્દ્રાચાર્યના ‘સ્મૃતિ’ ‘ભ્રાન્તિમાન્’ અને વિષમ’ એ અલંકારો પરસ્પર સંબંદ્ધ છે (૬.૨૪-૨૬) અને ‘સમાધિ’ તેમ જ ‘સમુચ્ચય’ મળીને એક અલંકાર (‘સમુચ્ચય') બને છે.
૧૪૮. આથી જ ‘કાવ્યલિંગ'ને છોડી દેવામાં આવ્યો છે (‘વિવેક’ પૃ. ૩૯૭).
૧૪૯. ‘સંકર’ અને ‘સંસૃષ્ટિ’ એ અલંકારોના મિશ્રણથી બનતા અલંકારો છે... ‘સંકર’માં, મિશ્ર થયેલા અલંકારો જણાઈ આવતા નથીઃ જ્યારે ‘સંસૃષ્ટિ'માં એવા અલંકારો જણાઈ આવે છે. 'સંકર' એ દૂધ અને પાણીના જેવું મિશ્રણ છે; પણ 'સંસૃષ્ટિ’ ચોખા અને તલના જેવું મિશ્રણ છે. મમ્મટે ‘સંસૃષ્ટિ'ના ત્રણ પેટા-પ્રકારો આપ્યા છે; જ્યારે હેમચન્દ્રાચાર્યે ચાર પેટા-પ્રકારો સમજાવ્યા છે.
૧૫૦. ડૉ. વિ. રાઘવનના મતે, શબ્દાલંકારો તથા અર્થાલંકારોનો ભેદ કરવાની શરૂઆત, ઉદ્ભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ' પરની રાજાનક તિલકની ટીકામાંથી થઈ છે. મમ્મટે એ પદ્ધતિ રાજાનક તિલક પાસેથી પ્રાપ્ત કરી છે. તિલકના પુત્ર અને શિષ્ય રુથ્થકે, શબ્દાર્થના અલંકારોના વર્ગીકરણનો ‘આશ્રય-આશ્રયિભાવ’નો સિદ્ધાન્ત પણ તિલકની ઉપરોક્ત ટીકામાંથી જ વિકસાવ્યો છે. જુઓ ‘ભોજનો શું. પ્ર.’, પૃ. ૩૮૦. પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યે દાખલાદલીલો સાથે પ્રતિપાદિત કર્યું છે કે હેમચન્દ્રાચાર્યે પણ રાજાનક તિલકની ‘ઉદ્ભટ-વિવેક' નામની ટીકાનો ઉપયોગ કર્યો છે.
૬૫૫