SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩. શ્રી બનહટ્ટી કહે છે કે અનુપ્રાસ અને ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ એ ઉદ્ભટના કાવ્યાસંકર-સારસંગ્રહનું નવું પાસું છે - કેમ કે, ભામના ગ્રંથ(કાવ્યાલંકાર)માં આ વૃત્તિઓ નથી. મમ્મટનું અનુપ્રાસનિરૂપણ ઉદ્ભટના નિરૂપણને ખૂબ જ મળતું છે. જુઓ કા. અ. સા. સં, બી.એસ.એસ. આવૃત્તિ, ભાંડારકર ઓ. રિ. ઇ., બીજી આવૃત્તિ, ૧૯૮૨, નોટ્સ. પૃ. ૧૨. ૧૩૪. દંડીએ માધુર્યગુણની ચર્ચા દરમિયાન, અનુપ્રાસનો ખ્યાલ આપ્યો છે, કેમ કે, શબ્દગુણ માધુર્ય વૃજ્યનુપ્રાસરૂપ જ છે. જુઓ ડો. કે. કે. ગુપ્ત એજ., પૃ. ૨૩૬. ૧૩૫. લાટાનુપ્રાસની વ્યાખ્યામાં આવતા તાત્પર્ય શબ્દની પ્રદીપકાર અન્વયભેદ એવી સમજૂતી આપી છે. લાટાનુપ્રાસંમાં શબ્દાર્થપોનકત્ય એ જ હતુ છે; જ્યારે "અનન્વયંમાં શબ્દભદાદ્ અર્થભદ: એ ન્યાયે. એકના એક શબ્દો પુન: આવે છે. ‘લાટાનુપ્રાસંમાં આખું પાદ ફરીથી આવ કે એક પાદ, પ્રાતિપદિક વગર ફરીથી આવે તને આધારે લાટાનુપ્રાસ પંચવિધ થાય છે. ૧૩૬, કારણ, કોઈ પણ અલંકાર રસને બાધક ન થવો જોઈએ એવો નિયમ છે. જુઓ ભોજે આપેલી ચિત્ર અલંકારની વ્યાખ્યા – “સરસ્વતીકંઠાભરણ' (૨.૩૫૮-૫૯). ૧૩૭. જુઓ કા.અ. શા., પૃ. ૩૨૯, તથહિં-યથા.. ઈ.' ભાવાર્થ એ છે કે, આપણે એવું ન માનવું જોઈએ કે, ગુણ અને ક્રિયાના સામ્ય પર નિર્ભર હોય તે અલંકાર ઉપમા ગણાય અને સામ્ય માત્ર શાબ્દિક હોય ત્યારે તે શ્લેષ ગણાય. ખરી વાત એ છે કે કેવળ શાબ્દિક સામ્યથી પણ ઉપમા થઈ શકે છે. ૧૩૮. જુઓ, ભોજન શું. પ્ર.’. . ૧૨૭-૧૨૮. ૧૩૯. ઉપમાનું સૌપ્રથમ નિરૂપણ કરવાની પ્રથા શા માટે વાજબી છે એનું સ્પષ્ટીકરણ 'પ્રદીપમાં મળે છે. (પૃ. ૩૦૮. નિ. સા. આ.) 'ઉપમાં, ઘણા અથાલંકારોના મૂળમાં રહેલી હોય છે. આ સંદર્ભમાં વી. એસ. સોવાનીનો ઉપમાના મહત્ત્વ તથા ઇતિહાસ વિશેનો લેખ જોવો રસપ્રદ છે. જુઓ “એનલ્સ અફ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, વાં. ૧ (૨), પૃ. ૮૭-૯૮ (૧૯૧૯-૨૦). કાવ્યાનુશાસનમાં અલંકારનિરૂપણ” એ વિષય પર ડૉ. રમેશ બેટાઈનો લેખ પણ છે. જુઓ “જર્નલ અફ ગુજરાત રિસર્ચ સોસાયટી' નં. ૪ ૮૮, ૧૯૬૦, પૃ. ૩૫૫-૫૬. ૧૪૦. જુઓ કા. અ. સા. સંઃ પૃ. ૧૮ (નિ.સા. આ.) ૧૪૧. હમચન્દ્રાચાર્ય ઉપમામાં અનન્વય'નો સમાવેશ કરવા માગે છે. એટલે તેઓ. મમ્મટની ઉપમાની “સાધષ્યમમુપમા મેટું (કા. પ્ર. ૧૦.૮૭)એ વ્યાખ્યામાંનો “ભદે એ શબ્દ છોડી દે છે. પણ આ વિષયમાં જે સૂક્ષ્મ તફાવત રહેલા છે તેનાથી ઈંચન્દ્રાચાર્ય પરિચિત છે જ. ૧૪૨. સરખાવો : “રૂપક' અને “અતિશયોક્તિ ની સમાનતા તથા ભિન્નતા માટે કા.પ્ર. ૧૦.૯૩ તથા ૧૦.૧૦૦-૧૦૧. ૬૫૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy