________________
૯૭. જુઓ અંકાવલી' (કે. પી. ત્રિવેદીની આવૃત્તિ). પૃ. ૧૦૬ (મૂળ પાઠ) તથા નો પૃ.
૪૪૧-૪૪૬ જેમાં સરસ્વતી કંઠાભરણ ૧.૨૦ ઉદ્ધત કર્યું છે અને સા. દ. નો નિર્દેશ કર્યો છે. સાભાસ વિશે હનચન્દ્રાચાર્યે ભોજના મત વિસ્તાર્યો છે એ વાત પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યે કરી છે. જુઓ પાદટીપ - ૯૫ (ઉપર). જુઓ ડૉ. વિ. રાઘવન. ઇન્ટ્રોડક્ષન ટુ ઇન્ડિયન પોએટિક્સ", પૃ. ૧૧૦. શમેન્ટ તેમના “ઔચિત્યવિચારચાં (૧.૬) ગ્રંથમાં સૌચિત્યના વિષયની અંતર્ગત રસાભાસને આવરી લે છે. જુઓ . એસ. કે. દે. HSP.||. પૃ. ૨૨૯. વિશ્વનાથ (સા. દ. ૩. ર૬-દ૬) બીજા કેટલાક કિસ્સા સબંપમાં વાવ છે. જુઓ સા. દ. (૧, ૨, ૧૦). સ. પી. વી. કાણ. નોટ્સ, પૃ. ૨૯. ડૉ. કાણમાં વિશ્વનાથના સાંભાસનો ખ્યાલ સમજાવ્યો છે. શ્રી એસ. પી. ભારદ્વાજ કહે છે કે ભામહ અને દંડી સાભાસને સ્વીકારતા હોય એવું સૂચન મળે છે. એમના મત. રસાભાસની વિભાવના પ્રાચીન છે. નાટ્યશાસ્ત્ર પરની ટીકાઓમાં આ વિષયની ચર્ચા થઈ હોવી જોઈએ. જુઓ ચાદવ શાસ્ત્રી અભિનંદન ગ્રંથ (૧૯૭૪)માં રજૂ થયેલો શ્રી ભારદ્વાજને અંગ્રેજી લેખ : “સસિદ્ધાન્તમાં આભાસના વિષયોની વિચારણા." પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યે આ વિષયની વેધક સમીક્ષા કરી છે (જુઓ તેમનો અંગ્રેજી ગ્રંથ “સ્ટડિઝ ઇન ઇન્ડિયન પોએટિક્સ", પૃ. ૯૧-૧૦૮). અનૌચિત્યના બે અર્થ છે : ૧. પ્રસ્તુત રસની વિભાવનાનું ઉલ્લંઘન અને ૨. રસની વિભાવનાનું આંશિક પાલન. મમ્મટ, સૂત્રાત્મકતાને કારણે. અનૌચિત્યનો ખ્યાલ બરાબર આપી શક્યા નથી તેથી ગૂંચવાડો થયો છે. હેમચન્દ્રાચાર્ય અનૌચિત્યના બીજા અર્થ પ્રમાણે નિરૂપણ કરે છે. પણ, ભરતથી જુદી, બીજી પરંપરામાંથી અપનાવલા વિચારોથી તેની પૂર્તિ કરે છે. પશુ-પક્ષીની બાબતમાં રસ નહિ પણ સાભાસ જ હોય છે એ મત આ બીજી પરંપરાનો છે. આ મતની ઉગ્ર ટીકા થઈ છે. જુઓ એકાવલી, બી.એસ.એસ. આવૃત્તિ, પૃ. ૧૦૬. ભોજની પરંપરાને અનુસરતા એકલદોકલ ગ્રંથ સાર્ણવસુધાકર'-(પૃ. ર૬૮)માં આ ટીકાનો જવાબ છે. ઉદ્ભટ, અનૌચિત્ય પ્રવૃત્ત' અને આભાસ શબ્દો પ્રયોજે છે. જે મમ્મટને પરિચિત છે(જુઓ એ જ. પૃ. ૯૧-૯૨, ૯૪ - ૯૭). ડ. કૃષ્ણમૂર્તિ ભોજના વર્ગીકરાને સત્કારે છેઃ હેમચન્દ્રાચાર્ય ભોજન સ્વીકારે છે. (અસંગ ઇન સંસ્કૃત ક્રિટિસિઝમ. ઇ. પૃ. ૧૧૪-૧૩૬). હેમચન્દ્રાચાર્ય સાભાસની બે સૂત્રોમાં (૨.૫૪-૫૫) વિચારણા કરે છે અને અનૌચિત્ય વિશે વધારે સ્પષ્ટ વાત કરે છે. આમ. તેઓ આનંદવર્ધનના સારા અનુયાયી સિદ્ધ થાય છે(જુઓ કા. અ. શા. પૃ. ૧૬, ૧૮, ૬૫, ૧૦૨. ૧૪૯, ૧૯૯ વગેરે). ના. શા.માં આભાસની ચર્ચા જ નથી તન, જે.એલ. મંસન તથા એમ. વી. પટવર્ધન, વિસ્મયકારક હકીકત ગણે છે અને કહે કે રસનાં સાચાં ને કૃતક નિરૂપણોનો ભંદ કરવાનું ભરતમુનિ ચૂકી ગયા છે તે જ પ્રેરક
૬૪૯