________________
૯૨. અભિનવગુપ્ત, સાવચેતીપૂર્વક, ‘તત્વજ્ઞાનને સ્થાયી માની, નિર્વેદને ઉદીપન વિભાવ
ગણે છે. ८3. "सर्वथा नाटकादावभिनयात्मनि स्थायित्वमस्माभिः शमस्य निषिध्यते
સમસ્ત વ્યાપવિત્ર સ્થાપિનીયોર્ ' એમ કહીને ધનંજય નાટકમાં શાન્ત રસનો વિરોધ કરે છે; પણ કાવ્યમાં અને માન્ય રાખવા સામે વાંધો લેતા નથી, પણ ધનિક તો શાન્તરસને કાવ્યમાં સ્વીકાર્ય ગણતા નથી(જુઓ. ૬. રૂ. ૪,૩૫ તથા
અવલોક'). જુઓ એસ. કે. કે. એચ., પૃ. ૧૪૨. ૯૩ વિવેક, પૃ. ૧૨૬. ‘શમ' ને રતિ' વગેરે બીજા સ્થાયી ભાવોની માફક, બાહ્ય કારણોની
જરૂર રહેતી નથી. ૯૪. “વિવેક', પૃ. ૧૩૯ પર, હેમચન્દ્રાચાર્ય, અભિનવને અનુસરીને, તત્ત્વજ્ઞાનની સમજૂતી
આપે છે. અહીં તત્ત્વજ્ઞાન એ સમ્યજ્ઞાન છે; પણ એ આત્મજ્ઞાન નથી - જે શાનનો સ્થાયીભાવ છે. તત્ત્વજ્ઞાનથી નીપજતો “નિર્વેદ, પુરુષાર્થ સિદ્ધિ માટે સમર્થ નથી અને તે ઉત્સાહ', “રતિ' વગેરેની જેમ સ્થાયી બનવા પણ સમર્થ નથી. વસ્તુતઃ, એ બીજા
પર અવલંબે છે. આથી ‘નિર્વેદ' કેવળ વ્યભિચારી ભાવ જ છે. ૯૫. જુઓ વિવેક' (૧૪૪)માં “પ્રાણભૂમિ એ શબ્દથી શરૂ થતી ચર્ચા. અહીં એ નોંધવું
જોઈએ કે રસસૂત્રના વિવરણમાં હેમચન્દ્રાચાર્ય અભિનવગુપ્તને અનુસરે છે. પણ રસસંબંધી બીજી બાબતોના વિવરણમાં તેઓ, ભરતમુનિ, આનંદવર્ધન, ધનંજય. ધનિક તથા ભોજથી પ્રભાવિત થયા છે. પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યે આ અંગે ધ્યાન દોર્યું છે. જુઓ એમનો લેખ “હેમચન્દ્ર અને અગિયારમા શતકના કાશ્મીરી અલંકારિકો (પૃ. ૧૨૦-૧૨૧, પાદટીપ ૧૨-૧૫). આમ હેમચન્દ્રાચાર્યનું રસાભાસ-વિવરણ ભોજના વિચારોથી પ્રભાવિત છે પણ નવ રસ વિશેનો તેમનો મત અભિનવગુપ્તના મતથી પ્રભાવિત છે. એમણે અભિનવભારતીના ત્રણ લાંબા ખંડ ઉદ્ધત કર્યા છે તેમાંથી એક ખંડ સાત્ત્વિક ભાવો વિશેનો છે. હેમચન્દ્રાચાર્યના સાત્ત્વિક ભાવોના વિવરણ અંગે, વિ. પંચાપગેશ શાસ્ત્રીનો મત સાંપ્રત છે. જુઓ એમનો ગ્રંથ ધ ફિલોસોફી ઓફ એટિક પ્લેઝર', પૃ. ૪૧-૪૨. સાત્ત્વિક ભાવો મનોદશાઓ છે અને સ્તંભ, સ્વદ, રોમાંચ એમના આવિર્ભાવ છે. હેમચન્દ્રાચાર્ય ભરતમુનિના (ના. શા. ૭.૯) વિચારોને વધુ સ્પષ્ટ કરે છે. આ હેમચન્દ્રાચાર્યનું પ્રદાન છે. હેમચન્દ્રાચાર્યના સાત્ત્વિક ભાવોના સ્વરૂપ વિશે ડો. વિ. એમ. કુલકર્ણીએ તેમના નવતર ગ્રંથ “મોર સ્ટડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર'માં એક લેખ (પૃ. ૮૭) રજૂ કર્યો છે અને કાવ્યાનુશાસન' (૨.૫૩૦)ને આ વિભાગનો જાણીતા વિદ્વાન એમ. વી. પટવર્ધન કરેલો અંગ્રેજી અનુવાદ પણ ગ્રંથમાં (પરિશિષ્ટ-૧, પૃ. ૧૯૧) રજૂ કર્યો છે. આ બન્ને લખો અભ્યાસીઓને ઉપયોગી છે એમાં શંકા નથી.
૬૪૮