________________
(પૃ. ૬૮) જણાવ્યું છે કે ‘યંગ્યવ્યાપારમાં પ્રતિપરા(શ્રોતા; ભાવક)ની પ્રતિભાનો સહકાર પ્રાણરૂપ હોય છે. રસવ્યાપારમાં કવિ અને સહૃદયને સહયોગ અનિવાર્ય છે (લોચન પૃ. ૧). ભટ્ટતત કવિ-સહૃદયનું સહભાગિત્વ માન્ય રાખ્યું છે (લોચન, પૃ. ૯૨) ધ્વ. આ. ૧.દના અનુસંધાનમાં જ પ્રતિભાની વ્યાખ્યા આપીને તેનો વિશેષ પણ લોચનકારે સમજાવ્યો છે. ડો. વિ. એમ. કુલકર્ણીના નવતર ગ્રંથ મોર સ્ટડિઝ..'માં
આ વિષય પર બે-ત્રણ લેખ છે. ૩૫. ‘પ્રસિદ્ધ માટે જુઓ : કુત્તક (૧.૯) તથા ધ્વ. આ. ૧.૩. ૩૬. જુઓ કા. પ્ર. ૨.૧૨, વૃત્તિ. ૩૭. Irony એટલે “વિચાર અને અભિવ્યક્તિની લાક્ષણિક રીત જેમાં બોલનારનો અર્થ,
વાચ્યાર્થથી જુદો કે વિપરીત હોય છે. પ્રછન્ન કટાક્ષ, ઉપહાસ કે તીખા ભંગનું એ રૂપ છે. વાણીનો ઘણો જલદ અને અપ્રતિકારક પ્રહાર-પ્રકાર છે. અમેરિકન વિશ્વકોશ વાં. ૧૫, ૫. ૩૯૦. ‘કાકુ' વિશે શાસ્ત્રીય વિવરણ માટે જુઓ ડૉ. વી. એમ. કુલકર્ણીનો, “સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીય અધ્યયનો' એ ગ્રંથમાં સમાવિષ્ટ કાકુ-વિષયક લેખ,
૫. ૨૮-૩૬. હેમચન્દ્રાચાર્યની કાકુવિચારણા માટે જુઓ, અંજ, પૃ. ૩૩ અને ૩૫. ૩૮. જુઓ ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ', પૃ. ૨૫૮ ('લક્ષણા’ અને ‘અર્થપત્તિ'). ૩૯. ડો. કે. કૃષ્ણમૂર્તિ, ધ્વન્યાલોક'ની પ્રસ્તાવના, પૃ. ૨૮. પ્રો. પિરિયના માને છે કે
ધ્વનિનો સિદ્ધાન્ત, કળાના બધા પ્રકારોને સમાવી લે તેવો વ્યાપક છે. જુઓ તેમનો
ગ્રંથ “આર્ટ અંકસ્પીરીઅન્સ' (૧૯૫૪), પૃ. ૭૧. ૪૦. ડો. કે. કૃષ્ણમૂર્તિ, એજ, પૃ. ૨૫-૨૬. ૪૧. આને ધ્વન્યાલોકમાં “અનુભયરૂપ' વ્યંગ્ય કહ્યો છે. જુઓ ધ્વ. આ. ૧, પૃ. ૭૩ તથા
લોચન. સરખાવો-માલતીમાધવ' ૩.૩. ૪૨. કા. પ્ર. ૩.૨૩ તથા વૃત્તિ. અર્થની વ્યંજકતામાં શબ્દનો સહકાર હોય જ છે. મમ્મટ કહે - છે કે પ્રમાણાન્તરથી સમજાતો અર્થ કદી વ્યંગ્ય નથી હોતો. ધ્વનિનું આ સ્વરૂપ
નોંધપાત્ર છે. ૪૩. હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે પ્રકરણ “અશબ્દ હોય છે; જ્યારે અર્થ “શબ્દવાનું હોય છે. ૪૪. ઔચિતિ એ અનેકાર્થ શબ્દનું નિયંત્રક પરિબળ છે. બીજાં અનેક કારણોની સાથે એ
પણ સંયોગપરક કારણ છે અને એ સંદિગ્ધતા તથા અસ્પષ્ટતામાં ચાવીરૂપ પરિબળ છે.
જુઓ ‘ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ'. પૃ. ૪૮-૫૬. ૪૫. કાકુના સ્વરૂપ માટે જુઓ કા. મી. અ. ૭. રાજશેખર એનું સાહિત્યિક મહત્ત્વ આંકે
છે. શબ્દોથી વ્યક્ત ન થયેલો અર્થ કાકુથી પ્રગટ થાય છે અને એ વ્યંજનાનો સગોત્ર છે. ‘કાકુ વિશેના ડૉ. વી. એમ. કુલકર્ણીના લેખનો પણ ઉપર નિર્દેશ કર્યો જ છે. (પાટીપ-૩૭)
૬૪૪