SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. કવિની સજ્જતાનો વિષય અહીંથી શરૂ થાય છે. સર્જનવ્યાપારમાં પ્રવૃત્ત થતાં બળો વિશે વિવેચકો તથા દાર્શનિકોએ ખૂબ સંશોધન કર્યું છે. પણ હજી એની સ્પષ્ટ સમજૂતી આપી શકાતી નથી. સર્જક મનના આંતરિક વ્યાપારોનું વસ્તુલક્ષી પૃથક્કરણ શક્ય નથી. વળી કવિના મોભા સાથે સંકળાયેલાં સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યો પણ આ પ્રશ્નને જટિલ બનાવે છે. સર્જકતાના મૂળ વિશેના મતભેદો પણ આ વિષયની છણાવટમાં નડતરરૂપ છે. આથી, નિષ્ણાતોનાં સંશોધનો અને વિવેચકો તથા દાર્શનિકોનાં તારણો હજી એ પ્રશ્નનો ઉત્તર આપી શકતાં નથી કે કવિઓ જન્મે છે કે બને છે ?” ભામહ (૧.૫), દંડી (૧.૧૦૩), વામન (૧૩ ૧૬ તથા વૃત્તિ). સટ (૧.૧૪) અને મમ્મટ (૧.૩) તથા બીજા કાવ્યશાસ્ત્રીઓએ પોતપોતાના ગ્રંથોમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. હેમચન્દ્રાચાર્યનો દેટ મત છે કે પ્રતિભા એ કાવ્યનું અંકમાત્ર કારણ છે. પ્રતિભાનું સ્વીકાર્ય બને તેવું વર્ણન કરવા માટે ડો. કે. કૃષ્ણમૂર્તિ વામનને અભિનંદે છે (સંસ્કૃત વિવેચન વિશે લેખો, પૃ. ૧૭૪). રુદ્રટે પ્રતિભાના સહજ અને ઉત્પાદ્યા એવા બે ભેદો પાડ્યા છે. ૧૦. કા. અ. શા. ૩.૩ની વૃત્તિ તથા આ ગ્રંથનું પ્ર. ૪ જુઓ. ૧૧. સરખાવો: ભામહ (૬.૨૪) - નાગપુરું પ્રયુત ઇત્યાદિ. ૧૨. વામનકૃત કા. અ. સૂ. વૃ. ૧.૩, ૬, ૭-૧૧ ઇ. વામન વધારે વિગતો આપે છે. ૧૩. રાજશેખર કહે છે કે શાસ્ત્રો, સરિતાની માફક વિકાસ સાધે છે (કા. મી. અ. ૨). ૧૪. ડૉ. સુશીલકુમાર દે. કવિશિક્ષાને કાવ્યશાસ્ત્રમાં સ્થાન આપવાનો ઇનકાર કરે છે. HSP-II (પ્ર. ૧૦), પૃ. ૨૮૭. ૧૫. ડો. વી. એમ. કુલકર્ણીનો, સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર-વિષયક અધ્યાયનોને લગતા એમના પોતાના ગ્રંથમાં સમાવિષ્ટ, સાહિત્યચોરી વિશેનો લેખ, પૃ. ૨-૩, પૃ. ૫૪. સર રામકૃષ્ણ જી. ભાંડારકર સ્મૃતિગ્રંથ ભા. ૧ (ભા. ઓ.રી. ઇ.પૂના, ૧૯૧૧)માં ગ્રંથસ્થ થયેલો એફ. ડબલ્યુ. થોમસનો લેખ “ધ મંકિંગ ઓફ અ સંસ્કૃત પોએટ.” ૧૬. આનંદવર્ધને “સંવાદની વિભાવના સમજાવી છે ધ્વ. આ. ૪.૧૧). એમના મતે બધાં સામ્યો “હરણ નથી. ૧૮. ઉભટનો ‘ભામવિવરણ' ગ્રંથ લુપ્ત થયો છે તે અંગે પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય દુઃખ વ્યક્ત કરે છે અને કહે છે કે આવા લુપ્ત થયેલા ત્રણ ગ્રંથો પાછળના ગ્રંથકારો માટે પોષક-ઝરણારૂપ હતા - “સ્ટડિઝ ઇન ઇન્ડિયન પોએટિક્સ' ગ્રંથમાંનો “શ્રી લોસ્ટ માસ્ટર પીસિઝ ઓફ અલંકારશાસ્ત્ર' એ લેખ, પૃ. ૨૯.. પણ ડે. કે. કૃષ્ણમૂર્તિએ ઉદ્ભટના ભામવિવરણના અંશોની પ્રાપ્તિની વિચારણા કરી છે. “ઝિ ઇન ઇન્ડિયન એસ્થેટિક્સ અને ક્રિટિસિઝમ'. પૃ. ૩૩. ૬૪૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy