SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સાધુ વાફ અને અસાધુ વાક માટે વાંચો ‘વાક્યપદીપ' ૧.૨૫, ૨૭, ૨૯. દંડી(૩૪) પણ એ જ મુદા પર ભાર મૂકે છે. સાધુ વાના દાર્શનિક તથા સાહિત્યશાસ્ત્રીય મહત્ત્વ માટે જુઓ ‘ઇન્ડિયન પોએટિક ટ્રેડિશન” (પ્રસ્તાવના, પૃ. ૧૧-૧૨). જો કે મમ્મટ વગેરે પાછળના ગ્રંથકારો ભાષાની શુદ્ધિને ગૃહીત તરીકે સ્વીકારીને જ ચાલે છે. કાવ્યના માધ્યમરૂપ ભાષાની શુદ્ધતા કવિ માટે આવશ્યક છે જ. સ્પષ્ટ વિધાન માટે જુઓ વામનનું કા. અ. સૂ. (૧.૩૪) : “શુદ્ધ પદો જ કવિઓ નિઃસંકોચ પ્રયોજી શકે છે.” આ વિષય કાવ્યના સ્વરૂપ તથા કારણ સાથે સંકળાયેલો છે, જેની ગ્રંથકારે સ્વતંત્ર સૂત્ર(૧.૩)માં ચર્ચા કરી છે. પણ સૂત્ર બં(૧.૨)માં આવતા “કાવ્ય' શબ્દનું સ્પષ્ટીકરણ જરૂરી છે તેથી તેનું વિવરણ ભટ્ટતૌતના “અવતરણ'થી કર્યું છે. ભટ્ટતૌતની કવિપ્રતિભા કે કવિની ફળદ્રુપ કલ્પનાની વિભાવના સાથે આ “અવતરણ'નો સંબંધ છે. અભિનવગુપ્ત ‘લોચનમાં પૂરા પૂજ્યભાવથી ભટ્ટતૌતનો મત સ્વીકાર્યો છે અને પાછળના ગ્રંથોમાં એ મત આધારભૂત મનાયો છે. હેમચન્દ્રાચાર્યે આ ગ્રંથના આઠમા અધ્યાયમાં (પૃ.૪૩૨) ભટ્ટતૌતના શબ્દો ટાંકી કવિના ઉચ્ચ ગૌરવની પ્રતિષ્ઠા કરી છે. ભટ્ટતૌતનું સાહિત્યશાસ્ત્રીય દર્શન, કવિની કલાનું હાર્દ રજૂ કરે છે. પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય લખે છે : 'પ્રતિભા, વ્યુત્પત્તિ, કવિનું દર્શન, સર્જન-વ્યાપાર ઇત્યાદિ વિશેનાં ભતોતનાં મંતવ્યો પ્રસિદ્ધ છે અને ખૂબ જ મનનીય છે'. જુઓ પ્રો. ભટ્ટાચાર્યના પુસ્તક, “ડિઝ ઇન ઇન્ડિયન પોએટિક્સ'માં ગ્રંથસ્થ થયેલો અલંકારશાસ્ત્રના ત્રણ લુપ્ત ગ્રંથો વિશેનો લેખ : “શ્રી લોસ્ટ માસ્ટરપીસિઝ ઓફ અલંકારશાસ્ત્ર'. સરખાવો કા. પ્ર. ૧.૨; ભામહ (૧.૨); રુદ્રટ (૧.૪-૧૨). “પુષ્કળ અલૌકિક આનંદ આપતા રૂપકમાંથી, ઇતાહાસાદિની જેમ માત્ર વ્યુત્પત્તિ(જ્ઞાન) મળે છે એમ કહેનાર, રસના આસ્વાદથી વિમુખ, માણસોની, ધનંજય, હાંસી ઉડાવે છે (દ. રૂ. ૧.૬) અને “અવલોક' કાર ધનિક તો સ્પષ્ટ કહે છે કે દશરૂપકોના પરિશીલનનું ફળ તો એકમાત્ર પરમ-આનંદ જ છે. ૭. કાવ્યનો ઉપદેશાત્મક ઉદેશ, વસ્તુત:, સાહિતર પ્રયોજન છે. પણ નીતિવાદીઓની “કાવ્યાલાપો વ્યર્થ છે એવી જૂની દલીલના સંદર્ભમાં બધાને સ્વીકાર્ય બને તેવું કાવ્યનું મહત્ત્વ સ્થાપિત કરવું જરૂરી બને છે. વામન નીતિવાદીઓને બરાબર જવાબ આપે છ(કા. અ. સૂ. ૧.૧.૧-૨). મમ્મટ, બ્રહ્માના સર્જન કરતાં કવિના સર્જનનો વ્યતિરેક દર્શાવે છે(કા. પ્ર. ૧.૧). ભામહ(૫.૩) કહે છે કે કાવ્યના મધુર રસાસ્વાદમાં શાસ્ત્ર પણ ગ્રાહ્ય બની જાય છે. હેમચન્દ્રાચાર્ય આનંદને કાવ્યનું પ્રમુખ પ્રયોજન ગણે છે. પણ, સૌંદર્યાનુભવના બે ધ્રુવો છે. જુઓ ડૉ. વિ એમ. કુલકર્ણીનો નવતર ગ્રંથ “મોર સ્ટડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર', પૃ. ૭, પૃ. ૧૫, પૃ. ૨૫; મમ્મટ ૧.૨. ૮. મમ્મટ યશ, ધનપ્રાપ્તિ, વ્યવહાર-જ્ઞાન, અનિષ્ટિનવારણ, આનંદ અને પ્રેમભીનો ઉપદેશ એ છ કાવ્યપ્રયોજનો ગણાવે છે. ૬૪૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy