________________
આત્મસાત્ કરીને તેમનું પુનઃ આલેખન કરવા ઉપરાંત નવા શાસ્ત્રીય ગ્રંથોનું નિર્માણ કર્યું હતું અને પ્રાસાદિક કાવ્યો રચ્યાં હતાં. ભાષા તથા સાહિત્યના ક્ષેત્રે હેમચન્દ્રાચાર્યે દાખવેલી બહુલક્ષી નિર્માણશક્તિને કારણે જ એમને કલિકાલસર્વજ્ઞ’નું વિશિષ્ટ બિરૂદ આપવામાં આવ્યું હતું. એમના ગ્રંથોમાં કોશો, દાર્શનિક રચનાઓ, સંસ્કૃત સાહિત્યવિવેચન, વ્યાકરણ, મૌલિક કાવ્યો અને ટીકાઓ, વૃત્તિઓ તથા ભાગોનો સમાવેશ થાય છે.”૨૦ ડૉ. નારંગે હેમચન્દ્રાચાર્યના ‘ક્યાશ્રય” મહાકાવ્યની વિશ્લેષણાત્મક રૂપરેખા આપી છે અને હેમચન્દ્રાચાર્યના ગ્રંથોની વર્ણનાત્મક સૂચિ રજૂ કરી છે(પૃ. ૬.૧૪). જે જોઈ જવાની જિજ્ઞાસુઓને ભલામણ કરવી ઘટે છે. વિદ્યાસાધના એ શ્રી હેમચન્દ્રાચાર્યનો પ્રમુખ વ્યાસંગ હતો – એટલા બધો ઉત્કટ એ શોખ હતો કે જ્યારે એમની પાસે અતિશય વર્ચસ્વ હતું અને કુમારપાળની મૈત્રીને કારણે એમનો ઘણો બધો સમય રાજકાજમાં જતો હતો ત્યારે પણ હેમચન્દ્રાચાર્ય એમની સાહિત્યસાધનાથી અલિપ્ત થયા ન હતા. યોગશાસ્ત્ર'.... અને તેના પરની વિસ્તૃત વ્યાખ્યા રચવા ઉપરાંત, વિ.સં. ૧૨૧૬ અને ૧૨૨૯ વચ્ચેના સમય ગાળામાં, હેમચન્દ્રાચાર્યે, ત્રેસઠ ઉત્તમ પુરુષોનાં ચરિત્રો આલેખતા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' નામના સાહિત્યિક ગ્રંથની રચના કરી હતી.૭૧ પોતે ધાર્મિક આચાર્ય હોવા છતાં, તેમની સાહિત્યિક રચનાઓમાં “વર્ણનની સાચી કવિત્વશક્તિ, ભાવના તથા કથનકળા ઝળકે છે અને એ બધું હેમચન્દ્રાચાર્યને “મહાકવિ” સાબિત કરે છે.”૨૭૨ હેમચન્દ્રાચાર્યના ગ્રંથો સંશોધકો માટે અમૂલ્ય છે - પ્રો. બૂલર, આચાર્ય આનંદશંકર ધ્રુવ તથા પ્રો. રસિકલાલ પરીખ જેવા વિદ્વાનોએ નોંધ્યું છે કે હેમચન્દ્રાચાર્યનો ઉદેશ બ્રાહ્મણો જે જે વિષયો જાણતા હતા તે બધાનું નિરૂપણ કરવાનો હતો. પ્રો. યાકોબી લખે છે કે, “હેમચન્દ્રાચાર્ય હિંદુ અને જૈન વિદ્યાઓની ઘણી શાખાઓનું વ્યાપક તથા ચોક્કસ જ્ઞાન ધરાવતા હતા અને તે બધાનું તેમણે,.અનન્ય સાહિત્યિક સૂઝ સાથે, સરળ શૈલીમાં આલેખન કર્યું છે. એમનું સામર્થ્ય સર્વસંગ્રહના સ્તરના ગ્રંથોની રચનામાં જોઈ શકાય છે. નવી શોધ કરવા કરતાં, આજે લુપ્ત થયેલા અનેક, મૂળ પ્રાચીન, ગ્રંથોમાંથી વૈવિધ્યસભર વિપુલ જ્ઞાનસામગ્રી એકઠી કરવાની અને તેની શાસ્ત્રીય રજૂઆત કરવાની હેમચન્દ્રાચાર્યની સૂઝને કારણે, તેમના ગ્રંથો, ભાષાશાસ્ત્રીય તથા ઐતિહાસિક સંશોધકો માટે અમૂલ્ય ખાણ સમાન સાબિત થાય છે.” (ધર્મ અને નીતિશાસ્ત્રનો વિશ્વકોશ, અંગ્રેજી ગ્રંથ, ભા. ૬, પૃ. ૫૯૧)
૬૩૯