________________
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' ગ્રંથની પુષ્મિકામાં શ્રી હેમચન્દ્રાચાર્યે પોતે જ પોતાના મુખ્ય ગ્રંથોનો નિર્દેશ કર્યો છે. એમાં આપેલી માહિતી મુજબ શ્રી હેમચન્દ્રાચાર્યના પ્રમુખ ગ્રંથો નીચે પ્રમાણે છે : ૧. “શબ્દાનુશાસન' તથા પરિશિષ્ટો અને વૃત્તિ; ૨. ‘દ્વાયાશ્રયકાવ્ય'; ૩. “કાવ્યાનુશાસન'; ૪. યોગશાસ્ત્ર'; પ. “છન્દાનુશાસન'; ૬. “નામસંગ્રહો', એટલે કે, “અભિધાનચિંતામણી', ‘દેશીનામમાલા' તથા
અન્ય કોશ-ગ્રંથો; અને . ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત.” ' આ ગ્રંથોમાં આપણે નીચેના ગ્રંથો ઉમેરવા જોઈએ - ૮. ‘વીતરાગસ્તુતિ'; } ૯. ‘કાત્રિશિકા'; અને ૧૦. “પ્રમાણમીમાંસા'. હેમચન્દ્રાચાર્યનાં કાવ્યસર્જનો
પ્રો. રસિકલાલ પરીખ વાજબી રીતે જ નિરીક્ષણ કરે છે કે, “હેમચન્દ્રાચાર્યના શાસ્ત્રીય ગ્રંથો તરફ આપણું ધ્યાન એટલું બધું જાય છે કે, આપણે એમના સર્જનાત્મક કાવ્યગ્રંથોનો ભાગ્યે જ વિચાર કરીએ છીએ. પણ, હેમચન્દ્રાચાર્યના કાવ્યાત્મક ગ્રંથોનું કાળજીભર્યું પરિશીલન, તેમને, એક અચ્છા કવિ તરીકે પ્રગટ કરે છે. એમનાં બે “દયાશ્રય' કાવ્યો, રયણાવલિ (કે “દશીનામમાલા') અને છંદોનુશાસન'માંનાં ઉદાહરણ-પદ્ય તથા એમનો ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' ગ્રંથ અને સ્તોત્ર-કાવ્યો, હેમચન્દ્રાચાર્યની કવિત્વશક્તિ પર પુષ્કળ પ્રકાશ પાથરે છે.” મહાકવિ
ડૉ. સત્યપાલનારંગના સમીક્ષાત્મક શબ્દો પણ નોંધપાત્ર છેઃ “હેમચન્દ્રાચાર્ય વિદ્વાન જૈનાચાર્ય હતા અને એમણે સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ અનેક જ્ઞાનશાખાઓને
૬૩૮