SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ સોંપ્યું હતું કે, માલવદેશમાં વિવિધ વિષયોના ગ્રંથોની રચના થઈ હતી તેવા ગ્રંથો ગુજરાતમાં - પોતાના રાજ્યમાં પણ રચાય અને, હેમચન્દ્રાચાર્યનું સંસ્કૃત સાહિત્ય તેમજ બ્રાહ્મણ ગ્રંથો તથા કાવ્યશાસ્ત્રનું જે અખૂટ જ્ઞાન હતું તેથી તેઓ ‘‘ગુજરાતના ભોજ બનવા માટે યોગ્ય હતા’’ એમ પણ સિદ્ધરાજને લાગતું હતું. 366 પ્રોફેસર જ્યોર્જ બૂલરની વાત બિલકુલ સાચી છે કે, ‘શબ્દાનુશાસન’ કે ‘સિદ્ધહેમ’ એ વ્યાકરણ વિષયક ગ્રંથને મળેલી સફળતાથી પ્રેરાઈને હેમચન્દ્રાચાર્યે પોતાના સાહિત્યિક કાર્યનું ફલક વિસ્તાર્યું હતું અને તેથી સંસ્કૃત ભાષા તથા સાહિત્યના અભ્યાસીઓને, ખાસ કરીને સંસ્કૃતમાં કાવ્યસર્જન કરવા ઇચ્છુક શિષ્યોને, શુદ્ધ અને સાહિત્યિક અભિવ્યક્તિ માટે, ઉપયોગી થાય તેવા નિંબંધગ્રંથોની રચના કરવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આને પરિણામે, હેમચન્દ્રાચાર્યદ્વારા અનેક કોશોનું તથા કાવ્યશાસ્ત્ર તથા છંદનેઃશાસ્રને લગતાં બીજા બે ‘અનુશાસનગ્રંથો’ – ‘કાવ્યાનુશાસન’ તથા ‘છંદોનુશાસન’-નું નિર્માણ થયું. આ ઉપરાંત, હેમચન્દ્રાચાર્યે, વ્યાકરણના નિયમો સમજાવવાની સાથે સાથે ગુજરાતના સોલંકી વંશના રાજવીઓનો ઇતિહાસ નિરૂપવા માટે, કળાત્મક મહાકાવ્યના સ્વરૂપમાં બેવડા આશ્રયવાળા ‘યાશ્રય’ કાવ્યની પણ રચના કરી.* પ્રો. બૂલ૨ માને છે કે, વિ. સં. ૧૧૯૪ના અરસામાં રાજદરબારમાં પ્રતિષ્ઠાપૂર્ણ વિદ્વાન પંડિતનું પદ પ્રાપ્ત કર્યા પછી શ્રી હેમચન્દ્રાચાર્યે લૌકિક વિષયો પર શાસ્રગ્રંથો રચવાનો - ખાસ કરીને, સંસ્કૃત સાહિત્યરચના વિશેનો શાસ્ત્રીય ગ્રંથ લખવાની શરૂઆત કરી. આમાંથી, વ્યાકરણગ્રંથ સિદ્ધહેમ તથા તેની વૃત્તિઓ, સંભવતઃ બન્ને સંસ્કૃત કોશ અને ક્રયાશ્રય મહાકાવ્યના પ્રથમ ચૌદ સર્ગ, સિદ્ધરાજ જયસિંહના અવસાન સુધીમાં પૂર્ણ થયા હતા. વિ. સ. ૧૧૯૯ પછી પણ, રાજદરબારનો મોભો ન હોવા છતાં, શ્રી હેમચન્દ્રાચાર્યે ગ્રંથો રચવાનું કાર્ય, એકધારુ ચાલુ રાખ્યું હતું. આ સમયનો પ્રથમ ગ્રંથ છે ‘કાવ્યાનુશાસન’-૧૮ જેનું આપણે, વિવેચનાત્મક, તુલનાત્મક તેમજ સર્વગ્રાહી અધ્યયન કર્યું છે અને જેને પરિણામે આ અધ્યયનગ્રંથ તૈયાર થયો છે. હેમચન્દ્રાચાર્યના ગ્રંથો શ્રી હેમચન્દ્રાચાર્યના સાહિત્યસર્જનનું પ્રમાણ એટલું વિપુલ છે અને વિષયવૈવિધ્ય એટલું વ્યાપક છે કે પરંપરાગત રીતે એમ કહેવામાં આવે છે કે, હેમચન્દ્રાચાર્યે અગણિત ગ્રંથોનું નિર્માણ કર્યું છે. પણ, પોતાના 683
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy