SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વર્ષ સુધી ન્યાય, દર્શનશાસ્ત્રો અને વ્યાકરણ તેમજ સાહિત્યશાસ્ત્ર જેવા વિષયોનું અઠંગ અધ્યયન કર્યું હતું અને પ્રકાશની માફક ઝળહળતી અને સ્પષ્ટ પ્રતિભાની અદ્ભુત શક્તિને કારણે, એમણે આ બધા જ વિષયો પર એકી સાથે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. પ્રતિભા’ વિશેના આ ઉદ્ગારો યોગાનુયોગે હેમચન્દ્રાચાર્યે “કાવ્યાનુશાસન'માં વર્ણવેલી સહજા પ્રતિભા સાથે બરાબર મળતા આવે છે(કા. અ. શા. ૧.૫) અને શ્રી હેમચન્દ્રાચાર્યે, પાછળના સમયમાં હાંસલ કરેલી અનન્ય સાહિત્યસિદ્ધિઓ બતાવે છે કે, “પ્રભાવકચરિત'નું ઉપરોક્ત વિધાન સાચું છે અને હેમચન્દ્રાચાર્ય ખરેખર ખૂબ જ અસાધારણ બૌદ્ધિક પ્રતિભાના સ્વામી હતા.૧૬૪ વિ. સં. ૧૧૬૬(ઈ.સ. ૧૧૧૦)માં હેમચન્દ્રાચાર્યને “સૂરિ પદ કે આચાર્યની પદવી મળી અને તેઓ આગમોના સ્વતંત્ર ઉપદેશક તથા પોતાના મહાન ગુરુના સુયોગ્ય ઉત્તરાધિકારી બન્યા. આમ, એકવીસ વર્ષની વયે, શ્રી હેમચન્દ્રાચાર્ય, જૈનાચાર્ય બન્યા હતા. ગુજરાતના બે પ્રસિદ્ધ રાજાઓ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ સાથેનો શ્રી હેમચન્દ્રાચાર્યનો ગાઢ સંપર્ક અને ઉત્તમ મૈત્રીસંબંધ, ગુજરાતના ઇતિહાસનો તથા સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસને યશોજ્જવળ, ગૌરવપૂર્ણ અધ્યાય પૂરો પાડે છે એમાં શંકા નથી. હેમચન્દ્રાચાર્ય આ બે રાજાઓના ગાઢ સંપર્કમાં કેવી રીતે, કેમ અને ક્યારે આવ્યા એ જાણીતી બાબતોનું પુનરાવર્તન કરવાને બદલે આપણે, એ સંપર્કનું જે ઉત્તમ સાહિત્ય પરિણામ આવ્યું તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તે અહીં વધારે સાંપ્રત બનશે અને સાહિત્યિક પરિણામની દૃષ્ટિએ તો, કોઈ પણ માપદંડથી જોતાં, હેમચન્દ્રાચાર્યની સિદ્ધિ સ્તબ્ધ કરી દે તેવી છે. | ગુજરાતના ભોજરાજ સિદ્ધરાજ જયસિંહના આગ્રહથી શ્રી હેમચન્દ્રાચાર્યે એમનો વ્યાકરણવિષયક પ્રસિદ્ધ ગ્રંથ “સિદ્ધહેમ' રચ્યો હતો. ગ્રંથકારની પ્રસિદ્ધ અનુશાસનશ્રેણી કે અનુશાસનત્રયી'માં આ પ્રથમ મહાન અનુશાસનગ્રંથ હતો અને એને યોગ્ય રીતે જ “શબ્દાનુશાસન' એવું શીર્ષક આપવામાં આવ્યું છે. આ ગ્રંથને “સિદ્ધહેમ' એવા નામથી એટલા માટે ઓળખાવવામાં આવ્યો છે કે, એ સાહિત્યના મહાન પ્રેમી, રાજા સિદ્ધરાજ પ્રત્યેના ગ્રંથકારના ઊંડા પ્રેમ અને સન્માનનું પ્રતીક છે. આ નવા વ્યાકરણગ્રંથની રચના કરવાનું કામ સિદ્ધરાજે શ્રી હેમચન્દ્રાચાર્યને એ આશયથી
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy