________________
શ્રી હેમચન્દ્રાચાર્યના જીવન તથા સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય
૧૧
ડૉ. જયોર્જ બૂલર, પ્રો. રસિકલાલ પરીખ તથા અન્ય વિદ્વાનોના પરિશ્રમને કારણે શ્રી હેમચન્દ્રાચાર્યના જીવનાં આરંભિક વર્ષોની ક્રમબદ્ધ માહિતી આપણે માટે સદ્ભાગ્યે કોઈ અટકળ કે રહસ્યનો વિષય રહી નથી. જીવનપરિચય
શ્રી હેમચન્દ્રાચાર્યનો જન્મ ઈ.સ. ૧૦૮૮ કે ૧૦૮૯માં ધંધુકાના મોઢ વણિક કુટુંબમાં થયો હતો. બાળપણમાં એમનું નામ ચાંગદેવ હતું. પ્રસિદ્ધ જૈનાચાર્ય દેવચન્દ્રસૂરિએ એમને જૈન સાધુ તરીકે દીક્ષા આપી હતી અને એમની પાસે જ એમણે પ્રાચીન જ્ઞાનની અનેક શૌખાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી, વિદ્યાર્ણવ પાર કર્યો હતો. શ્રી હેમચન્દ્રાચાર્યના શાસ્ત્રીય અભિગમ પર કાશ્મીરી વિદ્વાનોના ગ્રંથોનો પ્રભાવ પડ્યો હતો અને એમના કેટલાક વિદ્યાગુરુઓ કાશમીરી પંડિતો હતા એવું શારદાદેશ કાશ્મીર વિશેના હેમચન્દ્રાચાર્યના અપાર આકર્ષણ પરથી જણાય છે. આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ જેવા કાશ્મીરના પ્રસિદ્ધ ગ્રંથકારોએ પ્રવર્તાવેલા સાહિત્યશાસ્ત્રીય સિદ્ધાન્તો પ્રત્યેની હેમચન્દ્રાચાર્યની આસ્થાનો પણ આ રીતે ખુલાસો મળી જાય છે. આમ પણ, કાશ્મીર, પહેલેથી જ, અને ખાસ કરીને હેમચન્દ્રાચાર્યના યુગમાં, ભારતભરના લોકો માટે, સાહિત્યિક સામગ્રીની ખાણ હોવા ઉપરાંત જુદા જુદા વિષયોનું ખેડાણ કરવા માટેની પ્રેરણાભૂમિ હતું. એટલે, હેમચન્દ્રાચાર્ય કે જે પાછળથી વિસ્તૃત અને અસાધારણ વિદ્યાના સ્વામી બન્યા હતા તેમના જીવન સાથે, “કાશ્મીરની ઉચ્ચ વિદ્યા પરંપરાનો સંબંધ રહ્યો હોય” એ સમજમાં ઊતરે એવી બાબત છે.
આ વાત, “પ્રભાવકચરિત’નાં વિધાનો સાથે બરાબર બેસતી આવે છે. કારણ, “પ્રભાવકચરિત'ના કહેવા મુજબ, હેમચન્દ્રાચાર્ય, દીક્ષા પછી, લાગલગાટ
૬૩૫