________________
ઉપયોગ કર્યો છે. આપણે તો હેમચન્દ્રાચાર્યના આ ગ્રંથનું વિષયસામગ્રીની વિસ્મયકારક સંયોજનો કરવાની તથા સંબદ્ધ વિચારો, ઉદાહરણો, અવતરણો આદિની યોગ્ય પસંદગી કરીને, “કાવ્યાનુશાસનને પ્રમાણભૂત, ટકાઉ તથા શ્રદ્ધય ગ્રંથ બનાવવાની ગ્રંથકારની પ્રતિભાના આધારે મૂલ્યાંકન કરવું જોઈએ. “પ્રસિદ્ધ ગ્રંથાકારોના પોતાના જ શબ્દોમાં અલંકારશાસ્ત્રના વિવિધ વિષયોનું પ્રાસાદિક નિરૂપણ કરતો સરસ પાઠ્યગ્રંથ તૈયાર કરવાના તથા એ રીતે જાણીતા આચાર્યોના સિદ્ધાન્તોથી અભ્યાસીઓને પરિચિત કરાવવાના હેતુથી “કાવ્યાનુશાસન'ની રચના થઈ છે. નહિ કે કશીક અજોડ મૌલિકતાના પ્રદર્શનના હેતુથી”. અને ત્રણ સ્તરોથી યુક્ત, આ સમગ્ર ગ્રંથના અધ્યાપન બાદ વિશ્વાસપૂર્વક કહી શકાય એમ છે કે રસધ્વનિસિદ્ધાન્તની પરિભાષામાં, કાવ્યશાસ્ત્રીય વિષયોની વ્યાપક શ્રેણી રજૂ કરતો આ ગ્રંથ એક વિશિષ્ટ શાસ્ત્રીય ગ્રંથ છે. આમ, કાવ્યશાસ્ત્રના ક્ષેત્રે, “જુદા જુદા ગ્રંથકારો અથવા ‘ટીકા’ - લેખકોના ઉતારા લઈને, તેમનો અવ્યવસ્થિત ખડકલો કરી દઈને, રજૂ કરતા ગ્રંથકારો કરતાં, એક વિદ્વાન આચાર્ય તરીકેનું શ્રી હેમચન્દ્રાચાર્યનું કાર્ય નિઃશંક ઘણું વધારે મહત્ત્વનું છે. ભારત જેવા પ્રાચીન દેશમાં, જયાં એના ઘણોખરો કિંમતી વારસો, હંમેશને માટે, ફરી હાથ ન આવે તેવી રીતે લુપ્ત થવાના ભયનો ભોગ બનેલો છે ત્યાં શ્રી હેમચન્દ્રાચાર્ય જેવા ગ્રંથકારોની સેવાઓ ઘણી જ અમૂલ્ય છે.”
૬ ૩૪.