SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયમાં બાર રૂપકોનો જે નિર્દેશ કર્યો છે તે છે. પ્રતિષ્ઠિત નિબંધ-લેખકોમાં હેમચન્દ્રાચાર્ય પહેલા જ નિબંધ-લેખક છે જેમણે પોતાના વિષયની સીમામાં નાટ્યશાસ્ત્રનો સમાવેશ કર્યો છે – જો કે એમનું નિરૂપણ, ‘વિવેક'માંના વિવરણ સાથેનું નિરૂપણ, આછું છે; ઓછું પરિપૂર્ણ છે. આ અધ્યાયમાં હેમચન્દ્રાચાર્યે ભટ્ટતતનું અવતરણ રજૂ કર્યું છે - ભક્તોતને દશ્યકાવ્યો માટે સ્પષ્ટ પક્ષપાત હતો. - તેનાથી દૃશ્યકાવ્યને શ્રવ્યકાવ્યથી અલગ પાડતી ભેદરેખા કેટલી પાતળી છે તેને, આપણને ખ્યાલ આવે છે. આ મુદા તરફ, વામન સહિત પ્રાચીન આલંકારિકોએ તર્જનીસંકેત કર્યો છે. સાહિત્યમાં ઊર્મિકાવ્યોના સ્થાનની બાબતમાં શ્રી હેમચન્દ્રાચાર્ય આનંદવર્ધનના મંતવ્યનો(ધ્વ. આ. 3.9 વૃત્તિ) પડઘો પાડે છે તેથી શ્રી હેમચન્દ્રાચાર્ય કાશ્મીરદેશીય વિચારધારા સાથે સંલગ્ન છે તે વાત જણાઈ આવે છે(ધ્વ. આ. ૩.૭-૯ જુઓ).૫૯ મૂલ્યાંકન સાહિત્યશાસ્ત્રના વિવિધ પાસાંની છણાવટ માટે “કાવ્યનુશાસન'ના કર્તાએ પ્રસિદ્ધ પુરોગામીઓના ગ્રંથોનો આધાર લીધો છે એ હકીકત, પાછળના નિબંધો પર, અગાઉ રચાયેલા મહાન શાસ્ત્રીય ગ્રંથોના અનિવાર્ય પ્રભાવની દ્યોતક છે અને એથી સ્પષ્ટ થાય છે કે, વિશિષ્ટ શાસ્ત્રીય વિષયોના ગ્રંથોની રચનામાં પરંપરાનું વજન ઘણું હોય છે. આ કારણથી જ “કાવ્યાનુશાસન'નું સ્થાન, મહત્ત્વ કે મૂલ્ય ઓછું આંકવાનો કે એની મૌલિકતા અલ્પ છે એમ ઠસાવવાનો પ્રયાસ ઉચિત નથી. આ સંદર્ભમાં, “આ જ દૃષ્ટિએ તો, મમ્મટ સહિતના કોઈ પણ નિબંધ-લેખક ખરા અર્થમાં મૌલિક ગણાય ખરા ?' આવો પ્રશ્ન પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય પૂછે છે. એટલે “કાવ્યાનુશાસનને', મૌલિકતા વિનાનો સંકલનગ્રંથ ગણવો એ બરાબર નથી. ખરું જોતાં, “કાવ્યાનુશાસન'ના કર્તાએ કદાપિ શાસ્ત્રીય પરંપરાને નજરઅંદાજ કરી નથી અને પોતાના ખૂબ જ પ્રસિદ્ધ પુરોગામીઓનાં મૂળ મંતવ્યો, યથાવત્ રજૂ કરીને તેઓ પોતાના મતની પુષ્ટિ કરતા રહ્યા છે એનું શ્રેય એમને આપવું જોઈએ. આ બધા પુરોગામીઓ એટલા સુવિખ્યાત હતા કે એમનાં નામો ન દર્શાવો તોય ચાલે. વળી, આપણે એ ન ભૂલવું જોઈએ કે, હેમચન્દ્રાચાર્ય, કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્ર વિશે આધારભૂત શાસ્ત્રીય ગ્રંથ તૈયાર કરવા માગતા હતા અને તેથી એમણે રજૂ કરેલાં ઉદ્ધરણો અને ઉદાહરણો હેતુપૂર્વકનાં છે અને પૂરેપૂરાં વાજબી છે. કાવ્યશાસ્ત્રના વિષયમાં જે ગ્રંથો હેમચન્દ્રાચાર્યને પ્રમાણભૂત લાગ્યા તેમને સર્વદેશીય સ્ત્રોતો માનીને તેમણે ઉચિત ૬૩૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy