SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દેશ કર્યો છે તે, ‘નિદર્શન’ અને ‘અન્યોક્તિ અલંકાર’ની એમની વિભાવનાથી તાત્ત્વિક રીતે જુદો છે(‘અન્યોક્તિ’ નામ રુટે આપ્યું છે (કા. અ. ૮.૭૪) પણ નિરૂપણ ‘વક્રોક્તિજીવિત’ મુજબનું છે, જ્યાં એને ‘અપ્રસ્તુપ્રશંસા’ એ જૂના નામથી ઓળખાવ્યો છે). આથી ‘કાવ્યાદર્શ’(૨.૧૯૩)માં એ અલંકારના નિરૂપણને કારણે ઃ ગૂંચવાડો ઊભો થવાનો જે સંભવ છે તેનું સ્મરણ થાય છે.’’ ‘કાવ્યાનુશાસન’ના સાતમા અધ્યાયમાં નાયક-નાયિકાનાં લક્ષણોનું નિરૂપણ છે તેને માટે ગ્રંથકારે ‘નાટ્યશાસ્ત્ર’(૨૨) અને ‘અભિનવભારતી’ (ભા. ૩) તેમજ ‘દશરૂપક’ (૨) અને ‘અવલોક’ ઉપરાંત ‘સરસ્વતી કંઠાભરણ’(થોડાક શ્લોકો) પર આધાર રાખ્યો છે. ૫ ડૉ. રાઘવન કહે છે કે, જો કે, ભરતમુનિનું વિશ્લેષણ માત્ર નિર્દેશાત્મક જ છે તો પણ એ પાત્ર, વર્તન અને પરિસ્થિતિનાં વિવિધ પાસાં અંગે વધારે વિગતપૂર્ણ, વધારે વૈવિધ્યસભર તેમજ વધારે સર્વગ્રાહી છે. પાછળના નાટ્યશાસ્ત્રીય - કાવ્યશાસ્ત્રીય તથા કામશાસ્ત્રીય ગ્રંથોમાં સચવાયેલાં કે વિકસાવેલાં નાયક-નાયિકાનાં લક્ષણો એટલાં વિગતપૂર્ણ, વૈવિધ્યમય કે સર્વગ્રાહી નથી. ૨૫૮ સાહિત્યસ્વરૂપો વિશે પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યની સમીક્ષા કાવ્યનું તેના સ્વરૂપના આધારે વર્ગીકરણ કરવાની બીજી પ્રણાલિકા દંડી જેટલી પ્રાચીન છે. હેમચન્દ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન’ના છેલ્લા(આઠમા) અધ્યાયમાં કાવ્યનાં સ્વરૂપોનું વર્ગીકરણ તથા નિરૂપણ કર્યું છે. રુદ્રટના ‘કાવ્યાલંકાર’માં પણ આવું જ વર્ગીકરણ મળે છે. ‘કાવ્યાનુશાસન’ના આઠમા અધ્યાયનો, તેમાંની બધી વિગતો સાથેનો, આધારગ્રંથ છે ભોજનો ‘શૃંગાર પ્રકાશ’(૧૧) ગ્રંથ. એને અનુસરીને જ ગ્રંથકારે બાર દૃશ્યકાવ્યોનો તથા અગિયાર ઉપ-રૂપકોનો ઉલ્લેખ કર્યો છે(આમાંથી એક બાકી રહી ગયું છે અને બેને બીજાં નામો અપાયાં છે). મૂળ ગ્રંથમાં તથા ‘વિવેક’માં દૃશ્યકાવ્યો વિશે તથા ગેય-કાવ્યો (રાગ-કાવ્યો) વિશે વિવરણ કરવા માટે ‘નાટ્યશાસ્ત્ર’, અથવા વધુ ચોકસાઈથી કહીએ તો, કાશ્મીરી ગ્રંથો પૈકી ‘અભિનવ ભારતી’નો ઉપયોગ થયો છે. હેમચન્દ્રાર્યના શિષ્ય રામચંદ્રના ‘નાટ્યદર્પણ’માં ગેયકાવ્યો વિશે વધારે માહિતીસભર નિરૂપણ છે. આ વિષય પરની ‘વિવેક’માંની ચર્ચા, ‘અભિનવ ભારતી’ના અંશો સિવાય બીજું કંઈ જ નથી. ભરતની પ્રસિદ્ધ અને પરંપરાપ્રમાણિત રૂપકસંખ્યાને બદલે રામચંદ્ર બાર રૂપકોનો મોહ રાખે છે તેનું કારણ હેમચન્દ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન’ના આઠમા ૬૩૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy