________________
સાચે જ નોંધપાત્ર છે, કેમ કે, એની રજૂઆત અને શૈલી આપણને રાજશેખરના “કાવ્યમીમાંસા' ગ્રંથની અચૂક યાદ અપાવે છે. હેમચન્દ્રાચાર્યે ગુણોનું બે સ્તરે વિવરણ કર્યું છે તેની બને તેટલી સંપૂર્ણ સમીક્ષા આપણે કરી છે અને, આનંદવર્ધનની ગુણવિભાવનાના તથા મમ્મટના ગુણનિરૂપણની પશ્ચાદભૂમિમાં, હેમચન્દ્રાચાર્યના ગુણનિરૂપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
શબ્દાલંકારના નિરૂપણ માટે વિદ્વાનોએ બતાવ્યું છે તેમ, “નાટ્યશાસ્ત્ર'(૧૭) કાવ્યાદર્શ', રુદ્રટન “કાવ્યાલંકાર', “સરસ્વતીકંઠાભરણ' (૨), “કાવ્યપ્રકાશ'(૮, ૯, ૧૦). અભિનવભારતી(ભા-૨, પૃ. ૩૮૫ ૩૯૨) અને કેપ્યુટની ટીકા સાથે ‘દેવીશતક' ગ્રંથ ઉપયોગમાં લેવાયા છે; જયારે ઓગણત્રીસ અર્થાલંકારોના નિરૂપણમાં, મુખ્યત્વે, ઉભટ, રુદ્રટ, કુન્તક, મમ્મટ અને થોડાક અંશે સરસ્વતીકંઠાભરણ” તેમજ “લોચનનો આધાર લેવાયો છે. ૫૪ અહેમચન્દ્રાચાર્યને કુન્તકમાંથી દિફસૂચન મળ્યું છે અને અર્થાલંકારોની સંખ્યા ઘટાડી નાખવાની તેમની યોજના હંમેશાં સંતોષકારક કે પ્રતીતિકાર લાગતી નથી; છતાં ‘કાવ્યાનુશાસન'માં અલંકારોનું નિરૂપણ, ઘણે અંશે, નવીનતાભર્યું છે એ હકીકત છે. ૨૫ પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યના મતે “અર્થાલંકારનો વિભાગ કાવ્યાનુશાસન'નો સૌથી નબળો વિભાગ છે, જેમ કાવ્યપ્રકાશ'ના આ વિભાગ વિશે પણ એવું જ કહી શકાય તેમ છે. અર્થાલંકારોની સંખ્યા, રુદ્રટના ૬૭ અર્થાલંકારો અને મમ્મટના ૬૧ અલંકારોથી ઘટાડીને ૨૯ કરવાની બાબતમાં વક્રોક્તિજીવિત’માં કુન્તકના અમુક અલંકારો તરફના વલણ પરથી પ્રોત્સાહન મળેલું છે, અને એ જ એનું મૂળ છે - પણ હેમચન્દ્રાચાર્યના કિસ્સામાં આ વલણ, તદન અસાધારણ છે. પ્રાચીન અલંકારિકોમાં ઉભટ, ક્રૂટ અને રુદ્રટના ટીકાકાર નમિસાધુ ઉપરાંત આ વિભાગમાં, “વક્રોક્તિજીવિત’નો તથા સંભવત : રાજાનક તિલકના “ઉભટવિવેકનો આધાર લેવામાં આવ્યો છે. હેમચન્દ્રાચાર્ય, પરિવૃત્તિસહત્વ-અસહત્વના સિદ્ધાન્તને અડધા દિલથી અનુસરે છે. રાજાનક તિલકે આ સિદ્ધાતની ચર્ચા કરી છે અને તેનો અસ્વીકાર કર્યો છે. અને સરસ્વતીકંઠાભરણમાં પુષ્ટિ પામેલા વધારાના શબ્દાલંકારો તથા થોડાક અર્થાલંકારોનો અસ્વીકાર એ બે બાબતો મહત્ત્વની છે. એનાથી વધારે નહીં તો, એના જેટલી જ, મહત્ત્વની બાબત છે – સ્વભાવોક્તિના સંબંધમાં મહિમભટ્ટ વ્યક્ત કરેલા તર્કબદ્ધ વિચારોનો(વ્ય. વિ. પૃ. ૩૯૦-૯૧ ૩ષ્યતે... પ્રતિમપિર્ત ) હેમચન્દ્રાચાર્યે કરેલો સમાવેશ. “વિવેકમાં એમણે જે “અર્થાન્તરન્યાસ'નો
૬૩૧