SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૧૯-૨૧ અને દ. રૂ. ૨, પૃ. ૩૭). મમ્મટે મધ્યમ કાવ્યના આઠ ભેદોનું નિરૂપણ કર્યું છે, જ્યારે હેમચન્દ્રાચાર્ય માત્ર ત્રણ જ ભેદો વર્ણવે છે.પ૦ “કાવ્યાનુશાસનના બીજા અધ્યાય(રસાધ્યાય)માં, “નાટ્યશાસ્ત્ર'(૬-૭) તથા “અભિનવ ભારતી ઉપરાંત “લોચન ને આધાર લેવામાં આવ્યો છે અને ભાવોની મેળવણી તથા રસાભાસ અંગે ભોજરાજના મતનું અનુસરણ થયું છે. વ્યંજનાના આધારે મમ્મટની માફક કાવ્યનું વર્ગીકરણ થયા પછી બીજો અધ્યાય પૂરો થાય છે. અહીં રજૂ થયેલાં ઉદાહરણો, ધ્વન્યાલોક', “લોચન' અને અભિનવભારતી' ઉપરાંત દશરૂપાવલોક', “શૃંગારતિલક તથા ભોજરાજના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથો - ખાસ કરીને સરસ્વતી કંઠાભરણ'માંથી ઉદ્ભત થયેલાં છે. શ્લોકોના વિવરણ માટે વિવેક'માં, “લોચન' તથા “અભિનવભારતી' (અ. ભા. ભા-૧ પૃ. ૨૮૬, ૩૦૩-૩૦૭; લોચન, પૃ. ૮૦-૮૧, ૧૧૦, ૬૭, ૭૫ ઈ.)નો ઉપયોગ થયો છે અને નવ રસોનો અભિનવગુપ્ત કરેલો સ્વીકાર, હેમચન્દ્રાચાર્યને માન્ય છે અને આ વિષયના નિરૂપણમાં હેમચન્દ્રાચાર્યું. “અભિનવભારતી'ના ત્રણ લાબા ખંડો ઉદ્ધત કર્યા છે – એમાંથી એક ખંડમાં સાત્ત્વિક ભાવોનું નિરૂપણ છે. રસાનુભવ વિશેનો “અભિનવભારતી'નો જ ખંડ ‘વિવેકમાં ઉદ્ભૂત થયો છે તે કેટલીકવાર વધારે પરિપૂર્ણ, વધારે સાક્ષાત્ તથા, શંકુકના અર્થઘટનની બાબતમાં બન્યું છે તેમ, વધારે સુસંબદ્ધ છે. એક વાત નોંધપાત્ર છે કે શ્રી હેમચન્દ્રાચાર્યો, કરુણવિપ્રલંભને કરુણરસના પ્રકારનો મોભો આપવાની વાત કરી છે તે નાટ્યશાસ્ત્ર' તથા “સરસ્વતી કંઠાભરણ” કરતાં મૂળભૂત રીતે જુદી વાત છે અને તે “દશરૂપક'ના મંતવ્ય સાથે મળતી વાત છે. પ | હેમચન્દ્રાચાર્યનો દોષસિદ્ધાન્ત, રસધ્વનિસિદ્ધાન્તને અનુરૂપ છે અને તેથી રસદોષના નિરૂપણમાં “કાવ્યાનુશાસન' ગ્રંથ, ધ્વન્યાલોક' તથા લોચનીને અનુસરે છે; આમ છતાં, “કાવ્યદોષ' વિશેના ત્રીજા અધ્યાયમાં મમ્મટના ગ્રંથનો તથા તેમના પણ પ્રેરણાસ્ત્રોત સમા મહિમભટ્ટના ગ્રંથનો આધાર લેવાયો છે તે સ્પષ્ટ છે. “દોષનિરૂપણમાં મહિમભટ્ટનો પ્રભાવ સર્વત્ર દેખાય છે અને વિવેક'માં રજૂ થયેલા વ્યક્તિવિવેક'ના)ખંડ પછી ખંડો આ વાત દર્શાવે છે. કેટલીકવાર વિવેક'ની શબ્દરચના ભ્રમ પેદા કરે તેવી છે પણ મૂળ સ્રોતને શોધી કાઢવામાં મુશ્કેલ પડતી નથી”.૨૫૨ હેમચન્દ્રાચાર્યના ગુણનિરૂપણ વિશે ડૉ. વિ. રાઘવનનાં મંતવ્યોની નોંધ અગાઉ લીધી છે. ડૉ. વિ. એમ કુલકર્ણી લખે છે કે, હેમચન્દ્રાચાર્યનું ગુણનિરૂપણ ૬૩૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy