________________
મહિમભટ્ટ, અભિનવગુપ્તના ગુરુ અને વિખ્યાત અલંકારશાસ્ત્રી ભટ્ટતત તથા સંભવતઃ મમ્મટના યુવાન સમકાલીન રાજાનક તિલક જેવા બીજા કાશ્મીરી ગ્રંથકારો તથા અગિયારમા શતકમાં જ થઈ ગયેલા ભોજરાજ-જે બીજા દેશના હતા અને જુદી સિદ્ધાન્તનિષ્ઠા ધરાવતા હતા - તેમના ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. આ બધા ગ્રંથોમાં હેમચન્દ્રાચાર્યે જે રસ લીધો તે ખરેખર “કાવ્યાનુશાસનને લાભદાયક બન્યો છે. કાવ્યાનુશાસન'નું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે, એના દરેક અધ્યાયના આધારરૂપે અગાઉનો એક કે વધુ મહાન ગ્રંથ રહેલો છે. આથી, આ ગ્રંથ, એક અર્થમાં એવો આકરગ્રંથ છે જેનો દરેક અધ્યાય, આ વિષયના અગાઉ થઈ ગયેલા પ્રતિષ્ઠિત ગ્રંથકારોના આધારથી અધિકૃત બન્યો છે.”૨૪૪ | હેમચન્દ્રાચાર્યે તેમના પોતાના “સુસજ્જ હસ્તપ્રતસંગ્રહ”માંથી સારી એવી મદદ મેળવી હતી એમ કહેવાય છે. આ હસ્તપ્રતોમાં, રુચકના પિતા તથા ગુરુ, રાજાનક તિલકનો ગ્રંથ પણ હતો. વળી, હેમચન્દ્રાચાર્ય, મમ્મટના “કાવ્યપ્રકાશ પરની ચકે રચેલી “સંકેત” ટીકામાંથી પણ સામગ્રી પ્રાપ્ત કરી છે એવું દર્શાવવામાં આવ્યું છે. પ્રોફેસર શિવપ્રસાદ ભટ્ટાચાર્યે નોંધ્યું છે કે, જો કે, કાવ્યાનુશાસન'ની સ્વપજ્ઞ “વિવેક વ્યાખ્યા ગ્રંથની પૂર્તિરૂપે છે; પણ મૂળ ગ્રંથની (‘અલંકારચૂડામણિ')વૃત્તિમાં ગ્રંથકારના શિરસ્તા મુજબ, પુનરાવર્તન વખતે, કેટલુંક ઉમેરણ કરવામાં આવ્યું છે(ઉદા. ત. પૃ. ૨૯૨, પૃ. ૩૧-૩૪, પૃ. ૨૫૮-૨૬૩, નિ.સા. આ.). “પ્રથમ અધ્યાયમાં શબ્દની વૃત્તિના નિરૂપણમાં આવતાં ઉદાહરણો અને ટિપ્પણી; આઠમા અધ્યાયમાંના નાટ્યશાસ્ત્ર'નાં ઉદાહરણો અને “અભિનવભભારતી” (ભા-૧ બીજી આવૃત્તિ, પૃ. ૩૪૧, પૃ. ૨૮૨-૮૩; ભાગ-૨, પૃ. ૧૫૨-૧૩)નાં ત્રણ ઉદ્ધરણો એટલાં “વૃત્તિમાં આવતાં અવતરણો સિવાયનાં, બીજાં બધાં જ અવતરણો ‘વિવેક' વ્યાખ્યામાં આપેલાં છે અને વિવેક વ્યાખ્યા પૂર્તિરૂપે છે એવી પ્રતિજ્ઞા ગ્રંથકારે જ કરી છે.૨૪૬ હેમચન્દ્રાચાર્યનો સર્વગ્રાહી અભિગમ
વામનની માફક, શ્રી હેમચન્દ્રાચાર્યે, “કાવ્યાનુશાસન'નાં સૂત્રો ગદ્યમાં રચ્યાં છે અને અલંકાચૂડામણિ' વૃત્તિમાં તેઓની શૈલી સંક્ષિપ્ત તથા વ્યવહારુ. રહી છે; પણ ઉદ્ધરણોમાં વિસ્તૃત જણાય છે. એમનાં ઉદાહરણો પ્રશિષ્ટ સંસ્કૃત કાવ્યસાહિત્યમાંથી લીધેલાં છે અને એમની પસંદગી સર્વગ્રાહી છે. અગાઉના પ્રકરણોમાં હેમચન્દ્રાચાર્યની નિરૂપણપદ્ધતિ કેવી સર્વગ્રાહી તથા સંપૂર્ણ છે તેને નિર્દેશ કર્યો જ છે. વસ્તુધ્વનિના ચાર પ્રકારોના આનંદવર્ધનના દાખલાને સ્થાને
- ૬૨૮