SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ પોતે પાશ્ચાદ્વર્તી ગ્રંથકાર હોવાથી, પૂર્વવર્તી ગ્રંથકારોની વિશાળ શાસ્ત્રીય સામગ્રીને ઉપયોગમાં લેવાની તેમને અનુકૂળતા પણ હતી. અને એ બધા પૂર્વવર્તી ગ્રંથોનો હેમચન્દ્રાચાર્યે નિઃસંકોચ ઉપયોગ કર્યો છે. પણ આમ કરવા પાછળ આચાર્યશ્રીનો ઉદેશ, “કાવ્યાનુશાન'ને, ધ્વનિવાદી આચાર્યોની નવી પરંપરાએ માન્ય કરેલા “કાવ્યશાસ્ત્ર'નો, સર્વગ્રાહી, નમૂનેદાર તથા પ્રમાણભૂત પાઠ્યગ્રંથ બનાવવાનો હતો. આ ઉદેશને નજર સમક્ષ રાખીને, હેમચન્દ્રાચાર્ય, ભરતમુનિ, ભામહ, દંડી, વામન, રુદ્રટ, આનંદવર્ધન, રાજશેખર(ક. મી.), ભોજ, હેમેન્દ્ર, મમ્મટ અને રુચક (કા. પ્ર.ની સંકેત ટીકાના કર્તા) જેવા પૂર્વવર્તી ગ્રંથકારોના પ્રસિદ્ધ, શાસ્ત્રીય ગ્રંથોનો મુક્તપણે ઉપયોગ કર્યો છે અને આ વ્યાપક તથા વિસ્તૃત સંદર્ભ સામગ્રીનો પ્રભાવ સમગ્ર ત્રિસ્તરી ‘કાવ્યાનુશાસન' ગ્રંથ પર પડ્યો છે તે બધા જોઈ શકે તેમ છે. કાવ્યાનુશાસન'ના, અગિયારમા શતકના કાશ્મીરી ગ્રંથકારોની શાસ્ત્રીય સંદર્ભ સામગ્રી સાથે સીધો સંબંધ ધરાવતા પાંચ અધ્યાયોની ઊંડી સમીક્ષા કરીને, પ્રોફેસર શિવપ્રસાદ ભટ્ટાચાર્યે આ હકીકતનું સમર્થન કર્યું છે. તેઓ કહે છે - હેમચન્દ્રાચાર્યનો પરિપ્રેક્ષ્ય “કાવ્યશાસ્ત્રના ક્ષેત્રે આરંભના સમયમાં “નિબંધ' પ્રકારનો ગ્રંથ તૈયાર કરનાર ગ્રંથકાર તરીકે હેમચન્દ્રાચાર્યે નામના મેળવી ત્યારે, દસમા શતકના અંત સુધીમાં, નવા વિચારો રજૂ કરતા ગ્રંથોનું સ્થાન, અગાઉના આચાર્યોના વિચારોને સુવ્યવસ્થિત તથા સુસંકલિત કરતા ગ્રંથોએ લેવા માંડ્યું હતું અને મહાન ગ્રંથકારોએ જે જ્ઞાન આપ્યું હતું તેને ગોઠવવાનો, તેનો વિસ્તાર કરવાનો તથા વિષયાનુસાર તેની સૂત્રબદ્ધ રજૂઆત કરવાનો, લગભગ શિરસ્તો પડ્યો હતો. અગિયારમા શતકના અંત સુધીમાં (મમ્મટન) શકવર્તી ગ્રંથ “કાવ્યપ્રકાશ' પ્રગટ થયો... આ ગ્રંથ સૂત્રબદ્ધ તથા સઘન સામગ્રીથી ભરપૂર હતો અને એમાં, અલંકારશાસ્ત્રના જિજ્ઞાસુ તથા તાત્કાલિક જરૂરિયાતવાળા અભ્યાસીઓને માટે, કાવ્યશાસ્ત્રના ક્ષેત્રે મમ્મટને જે કંઈ નોંધપાત્ર માહિતી અને મંતવ્યો જણાયાં તે બધાનો તેમણે સમાવેશ કર્યો છે. બે મહાન આચાર્યો, આનંદવર્ધન અને એમના ટીકાકાર દાર્શનિક-સાહિત્યશાસ્ત્રી અભિનવગુપ્ત - જેમનાં મંતવ્યો અને ઉદાહરણો હેમચન્દ્રાચાર્યના કાવ્યાનુશાસન' ગ્રંથના પાને પાને અંકિત થયાં છે, રજૂ થયાં છે અને સંઘરાયાં છે-ની વિચારણાને, મમ્મટે, બરાબર સમજીને, આત્મસાત્ કરી છે. હેમચન્દ્રાચાર્યે મમ્મટના કાવ્યપ્રકાશ'નો ઉપયોગ કરવાની સાથે સાથે કુન્તક, ૬૨૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy