________________
સર્જનમાં કે વ્યવહારમાં અલંકારના સ્વીકાર અને ત્યાગના નિયમો, રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવબલતા, વગેરે; રસસૂત્રનાં વિવિધ અર્થઘટનનો તથા રસની વિભાવાદિ સામગ્રી સાથે સંપૂર્ણ રસસિદ્ધાન્તનું નિરૂપણ; દોષના સ્વરૂપ તથા પ્રકારોનો શાસ્ત્રીય તથા વ્યાવહારિક પરિચય કાવ્યમાં ગુણનું સ્વરૂપ, કાર્ય તેમજ સંખ્યા; શબ્દના (છ) તથા અર્થના (ઓગણત્રીસ) અલંકારો; નાયકનાયિકા ભેદ અને સંબદ્ધ બાબતો; અને જુદા જુદા સાહિત્યપ્રકારો, તેમનાં સ્વરૂપ તથા ભેદકલક્ષણો, એમનાં પ્રયોજનો, કારણો તથા ઉદાહરણો - આ સર્વ વિષયોની કાં તો સંપૂર્ણ ચર્ચા કરી છે અથવા તો એમનો સમુચિત પરિચય આપ્યો છે. આ સંબંધમાં એટલું કહેવું જોઈએ કે, હેમચન્દ્રાચાર્યની નિરૂપણપદ્ધતિ એટલી સર્વગ્રાહી છે કે ઉપરોક્ત બધા વિષયોનું વિવરણ-વિવેચન કરતાં, ગ્રંથકારે, પુષ્કળ રસપ્રદ તથા સમીક્ષાપૂર્ણ સામગ્રી, ઉદાહરણ સાહિત્ય સાથે રજૂ કરી છે અને એ સામગ્રી અભ્યાસીને ભારે બૌદ્ધિક સંતોષતો આપે જ છે; પણ હેમચન્દ્રાચાર્યના યુગની લાંબી સાહિત્યશાસ્ત્રી પરંપરા તથા બહુવિધ વિષયસામગ્રી અંગેની અભ્યાસીની સભાનતાને તીક્ષ્ણ પણ બનાવે છે. સાથે સાથે, એ અંગેની વિચારસામગ્રી કાવ્ય, સૌંદર્ય અને વિવેચન વિશેની અભ્યાસીની સૂઝબૂઝને સંસ્કાર પણ છે. વાદવિવાદનું નિરાકરણ
શ્રી હેમચન્દ્રાચાર્યના “કાવ્યાનુશાસન' ગ્રંથમાં મૌલિકતાનો અભાવ છે એવા આક્ષેપો થયા છે. ૪૪ ડૉ. સુશીલકુમાર દે, ડૉ. પી. વી. કાણે, પ્રોફેસર શિવપ્રસા ભટ્ટાચાર્ય, ડૉ. વિ. રાઘવન, ડૉ. વિ. એમ. કુલકર્ણી અને બીજા આધુનિક વિદ્વાનોએ આ બાબતનો નિર્દેશ કર્યો છે અને “કાવ્યાનુશાસન' ગ્રંથ રચવામાં, હેમચન્દ્રાચાર્યે ઉપયોગમાં લીધેલા પ્રેરણાત્મક તથા સામગ્રીમૂલક આધારગ્રંથો દર્શાવ્યા છે. બીજી તરફ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, પ્રોફેસર રસિકલાલ છોટાલાલ પરીખઅને વિષ્ણુપદ ભટ્ટાચાર્ય જેવા વિદ્વાનોએ, બધા આધારગ્રંથોમાંથી મનપસંદ સામગ્રી તથા પ્રેરણા લેવાના હેમચન્દ્રાચાર્યના વલણનો બચાવ કર્યો છે, એટલું જ નહીં એ વલણની તાર્કિકતા સમજાવી છે અને “કાવ્યાનુશાસન ગ્રંથને આ વલણથી ખરેખર જે લાભ થયો છે. તેના સંદર્ભમાં હેમચન્દ્રાચાર્યના પ્રસ્તુત વલણને વાજબી પણ ગણ્યું છે.
એમાં શંકા નથી કે “કાવ્યાનુશાસન' ગ્રંથની રચના કરતી વખતે હેમચંદ્રાચાર્ય સમક્ષ સંસ્કૃત નાટ્યશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રની સંપૂર્ણ ગ્રંથપરંપરા મોજૂદ હતી અને
૬૨૬