________________
ઉપસંહાર : ‘કાવ્યાનુશાસન'ના કર્તાની સિદ્ધિ ૧૦
-
સાહિત્યશાસ્ત્ર વિશેના હેમચન્દ્રાચાર્યના આ ત્રિસ્તરીય સૈદ્ધાન્તિક ગ્રંથ · ‘કાવ્યાનુશાસન’ નું અધ્યયન કરવાનો અનુભવ ખરેખર ખૂબ જ ફળદાયી રહ્યો છે. આ એક જ ગ્રંથમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર એ બે વિષયોને લગતી, જે સૈદ્ધાન્તિક, વિવેચનાત્મક તથા ઉદાહરણાત્મક સામગ્રી શ્રીહેમચન્દ્રાચાર્યે પૂરી પાડી છે તેનો વ્યાપ અત્યંત વિશાળ છે અને સૂત્રો, વૃત્તિ અને ‘વિવેક’ વ્યાખ્યા એ ત્રણ સ્તરે એની રજૂઆત, આપણી ગ્રહણશક્તિને- વિષયોનો પરસ્પર સંબંધ જોડવાની શક્તિને પડકારરૂપ છે. આમ છતાં, ગ્રંથકારે અપનાવેલી નિરૂપણની સુવ્યવસ્થિત, તાર્કિક, ક્રમબદ્ધ તથા સુગ્રથિત પદ્ધતિને કારણે, વિષયવિસ્તાર તથા સંકુલ રજૂઆતના અવરોધો પાર કરવાનો આપણો ઉત્સાહ જળવાઈ રહે છે. બલકે, વધવા પામે છે.
ગ્રંથનું ‘કાવ્યાનુશાસન’ એ શીર્ષક સૂચવે છે તેમ આ ગ્રંથ કાવ્યશાસ્ત્ર વિશેનો સૈદ્ધાન્તિક ગ્રંથ છે જેમાં માત્ર કાવ્ય વિશે જ નહીં પણ નાટક તથા સાહિત્યના બીજા વિષયો, પ્રકારો અને સ્વરૂપો વિશે પદ્ધતિસરનું શાસ્ત્રીય જ્ઞાન પ્રસ્તુત કરવાનો ગ્રંથકારનો ઉદ્દેશ છે. ગ્રંથના આવા સ્વરૂપને કારણે જ, આ ગ્રંથમાં, લગભગ બધા જ સાહિત્યશાસ્ત્રીય વિષયોનું નિરૂપણ તથા ગ્રંથની રચના થઈ તે સમય સુધીના કાવ્યશાસ્ત્ર વિશેના લગભગ બધા જ પ્રકારના અભિપ્રાયોની રજૂઆત, સમાવેશ પામેલાં જોવા મળે છે.
આ ત્રિસ્તરીય ‘કાવ્યાનુશાસન' ગ્રંથનાં માત્ર ખૂબ જ મહત્ત્વનાં કેટલાંક કાવ્યશાસ્ત્રીય પાસાંનો નિર્દેશ કરીએ તો, હેમચન્દ્રાચાર્યે આ ગ્રંથમાં સાહિત્યિક ભાષાનાં આગવાં લક્ષણો; કાવ્યપ્રયોજન; કાવ્યનું કારણ અને તેને સંસ્કા૨ના૨ બાબતો; કવિશિક્ષા; કવિસમયો; કાવ્યનું સ્વરૂપ અને કાવ્યના પ્રકારો; ચાર પ્રકારના શબ્દ અને અર્થનો સિદ્ધાન્ત; તાત્પર્યશક્તિ અને તાત્પર્યાર્થ; ધ્વનિના ભેદો અને દાખલા; રસ સાથેના દોષ, ગુણ અને અલંકારના સંબંધનું નિયમન કરનાર બાબતો; સાહિત્ય
૪.
ܐ
દરપ