SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ કાવ્ય આનંદવર્ધન અને અભિનવગુપ્તની શ્રેષ્ઠ પરંપરા જાળવીને હેમચન્દ્રાચાર્ય રસને ધ્વનિ સાથે ભેળવી દે છે અને ભારપૂર્વક કહે છે કે રસાદિ હંમેશાં વ્યંગ્ય હોય છે. આ રસાદિ જયારે પ્રધાનપણે વ્યંગ્ય થઈ, કાવ્યમાં મુખ્ય સ્થાન ભોગવે, ત્યારે તે કાવ્યનો આત્મા-કાવ્યાત્મા-કહેવાય છે અને આવું કાવ્ય “ઉત્તમ કાવ્ય” કહેવાય છે. | હેમચન્દ્રાચાર્યે કાવ્યનું ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારોમાં વર્ગીકરણ કર્યું છે તે મમ્મટના વર્ગીકરણ જેવું જ છે; પણ, બીજા અધ્યાયમાં રસસિદ્ધાન્તનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી જ હેમચન્દ્રાચાર્યે કાવ્યના ઉપરોક્ત ઉત્તમ, મધ્યમ અને અધમ એવા પ્રકારોનું નિરૂપણ કર્યું છે(કા. અ. શા. ૨.૫૬ ઇત્યાદિ). સૌંદર્યાનુભવનું ગતિતંત્ર (Dynamics) મહાન સાહિત્ય એ શૈલી કે રચના કે ભાષાની યોગ્યતાની નીપજ નથી. ઉદાત્ત કે ભવ્ય વિચારોથી સાહિત્ય મહાન બની જતું નથી. પણ, મહાન સાહિત્ય તો એવા સંવાદી સંયોજનથી થાય છે જેના વડે વિધવિધ શક્તિઓ કે બળો એકત્ર થઈને એક સર્વસાધારણ સર્જનને ઉત્પન્ન કરે છે.”૨૪૧ હેમચન્દ્રાચાર્ય સ્પષ્ટ માને છે કે, રસધ્વનિ એ સમગ્ર સર્જનની સૌદર્યાત્મક એકતાનો આધાર છે. કવિકર્મ અર્થાતું સૌદર્યસર્જનમાં પહેલાં દર્શન અને પાછળથી એનું મૂર્તરૂપે વર્ણન એવો ભટ્ટતૌતનો મત પણ શ્રી હેમચન્દ્રાચાર્ય સ્વીકારે છે. કેમ કે, કાવ્યની તમામ રૂપગત અને રચનાગત શ્રેષ્ઠતાની પાછળ કવિચેતનાની સતત, અવિરત પ્રવૃત્તિ રહેલી હોય છે. કવિવ્યાપાર વડે જ શબ્દ અને અર્થ બને, કાવ્યની મૂળભૂત વાસ્તવિકતારૂપ, કવિવ્યાપારને અધીન બને છે; ગૌણભાવ ધારણ કરે છે. અભિનવગુપ્તના શબ્દોમાં સર્જનવ્યાપાર એ “મૌલિક નિર્માણ માટે સમર્થ ચેતના છે અને, આસ્વાદ્ય ભાવ, વિશદતા તથા સૌંદર્યથી ભરપૂર કાવ્યસર્જનની શક્તિ એ તેનું વ્યાવર્તક લક્ષણ છે.” આથી, હેમચન્દ્રાચાર્યે કાવ્યદોષો, ગુણો અને અલંકારોનું, કેવળ રસધ્વનિના દષ્ટિબિંદુ સાથે સુસંગત થાય તેવી રીતે નિરૂપણ કર્યું છે. અને, આ દોષ, ગુણ અને અલંકારનું, હેમચન્દ્રાચાર્યના કાવ્યશાસ્ત્રમાં સ્થાન નિશ્ચિત કરવામાં ઔચિત્યનો સિદ્ધાન્ત મહત્ત્વનો ભાગ ભજવે છે. ૬૨૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy