________________
'કાવ્યાનુશાસન' ગ્રંથના મુખ્ય ભાગમાં હેમચન્દ્રાચાર્યે ધ્વનિનાં મહત્ત્વ તથા અનિવાર્યતા વિશે લાંબી ચર્ચા કરી નથી.
પણ 'વિવેક'માં વ્યાખ્યામાં, ધ્વનિના પક્ષમાં તથા વિપક્ષમાં વ્યક્ત થયેલા બધા જ મતો એકત્ર કરી, રજૂ કર્યા છે; અને મમ્મટનો મત અપનાવ્યો છે. ખરું જોતાં, અહીં, 'વિવેક'માંની બધી જ ચર્ચા, 'કાવ્ય પ્રકાશ'ના પાંચમા ઉલ્લાસની ચર્ચસામગ્રી જ છે.૨૩ હેમચન્દ્રચાર્ય 'પરિવૃત્તિ-સહત્વ-અસહત્વ'નો નવો પણ તાર્તિક સિદ્ધાન્ત ઘણીવાર માન્ય રાખતા નથી એની ખાતરી, એમણે અગાઉ થઈ ગયેલા ગ્રંથકારોને અનુલક્ષીને, વ્યંગ્યના ત્રીજા પ્રકાર તરીકે માન્ય થયેલા ઉભયશક્તિમૂલવ્યંગ્યનો સમાવેશ નથી કર્યો તે પ૨થી થાય છે (રુચકે,’કાવ્યપ્રકાશ’પરની પોતાની 'સંકેત' ટીકામાં એમ જ કર્યું છે).૩૮
મમ્મટે અર્થશક્તિ મૂલવ્યંગ્યના 'સ્વતઃસંભવી' વગેરે ત્રણ ભેદો દર્શાવ્યા છે તેનો પણ હેમચંન્દ્રાચાર્યે અસ્વીકાર કર્યો છે; કારણ કે, એમના મતે, કવિની પ્રૌઢ ઉક્તિ વિના તો, નૈસર્ગિક અર્થ પણ સુંદર લાગતો નથી. આમ, હેમચન્દ્રાચાર્ય, એ સૌંદર્યશાસ્ત્રીય હકીક્ત અંગે બિલકુલ સ્પષ્ટ છે કે સુંદર કાવ્યના સર્જન માટે કવિપ્રૌઢોક્તિ અત્યંત આવશ્યક છે(કા. અ. શા.૧. ૨૪ વૃત્તિ).‘વિવેક’(પૃ. ૪૭)માં ગ્રંથકાર નિખાલસપણે કહે છે કે સંગીન સાહિત્યિક સિદ્ધાન્તના અવલંબન વિના, વજૂદ વિનાનાં કારણોસર, વિભાજન કરવાથી અને ભેદપ્રભેદો પાડવાથી તો કેવળ શિષ્યો અને અભ્યાસીઓની મતિ જ મૂંઝાઈ જશે. ધ્વનિમતાના પ્રખર પુરસ્કર્તાઓએ જ્યારે ‘અર્થશક્તિમૂલ’ના ત્રણ ભેદો સ્વીકાર્યા હોય ત્યારે પણ, સૌંદર્યશાસ્ત્રીય કારણોસર, હેમચન્દ્રાચાર્ય એ ભેદનો હિંમતપૂર્વક અસ્વીકાર કરે છે એ બાબત ખાસ ઉલ્લેખ માગે છે.૨૩૯
રસાદિ ધ્વનિને શ્રીહેમચન્દ્રાચાર્ય અર્થશક્તિમૂલવ્યંગ્યના ભેદે તરીકે નિરૂપે છે(કા. પ. શા. ૧.૨૫). ધ્વનિના વિભાજનની મમ્મટની યોજના કરતાં હેમચન્દ્રાચાર્યનું વર્ગીકરણ ઓછું વિસ્તૃત છે. એમ લાગે છે કે, હેમચન્દ્રાચાર્ય આનંદવર્ધનને અનુસરે છે. કારણ કે, આનંદવર્ધન ધ્વનિના મુખ્ય ભેદોનો જ નિર્દેશ કરે છે અને લાંબાં કોષ્ટકો રજૂ કરતા નથી(ધ્વ. આ. ૩.૪૫-૪૬)૨૪૦ તાત્પર્યાર્થનો અસ્વીકાર કરવાનું હેમચન્દ્રાચાર્યનું કારણ એ છે કે, તાત્પર્યાર્થ અભિધા વ્યાપાર સાથે સંકળાયેલો છે. આ પણ હેમચન્દ્રાચાર્યની વ્યંગ્યાર્થને અગ્રિમતા આપવાની દષ્ટિનું જ પરિણામ છે.
૬૨૩