SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવગુપ્ત પ્રસ્તુત કરેલાં જુદાં જુદાં અર્થઘટનોમાં આ તત્ત્વજ્ઞાન સમાન રીતે પ્રવર્તે છે. “રસરના પ્રાચીન સંપ્રત્યયને અર્પવામાં આવેલી નવી અર્થવત્તા, રસને, સૌદર્યાનુભવનો પર્યાય બનાવે છે. આ સોંદર્યાનુભવ, ભાવકને, એકતાનતા કે તલ્લીનતાની ક્ષણે થાય છે. અને એ સૌંદર્યાનુભવનું સ્વરૂપ છે, નર્યો શુદ્ધ આનંદ - જે આનંદ દરેક હૃદયમાં સુષુપ્તાવસ્થામાં રહેલો છે પણ કળાના પ્રભાવથી એ આનંદ પ્રગટ થઈ ઊઠે છે. એક જ શબ્દમાં, આ આનંદ અલૌકિક છે; લોકાતિકાન્ત કે લોકસીમાતિવર્તી છે.”૩૪ ધ્વનિવાદીઓના મતે ધ્વનિ એ કાવ્યનું સારસર્વસ્વ છે; અને રસ એ ધ્વનિનું સારસર્વસ્વ છે. રસના સર્વોપરિ કળાત્મક હેતુને પોષક થાય તેવી રીતે, ભાષાના માધ્યમમાં રહેલાં ગુણ, રીતિ, અલંકાર વગેરે સર્વ તત્ત્વોના સૌંદર્યને મહત્તમ લાભ લેવા સાથે સંબંદ્ધ, વિલક્ષણ કાવ્યાત્મક સત્ત્વ એ ધ્વનિ છે. બીજા શબ્દોમાં, સમગ્ર કાવ્યવ્યાપાર પોતે જ ધ્વનિ છે. વાચ્ય-વાચક-ચાત્વનાં બધાં જ તત્ત્વો, રસ નામક વ્યંગ્ય અર્થની સર્વોપરિતા સ્થાપવામાં ફાળો આપે છે અને એ રસરૂપ વ્યંગ્ય અર્થમાં પરિણત થાય છે. આમ, આપણને કાવ્યાત્મા ધ્વનિનું દર્શન થાય છે. ૨૫ આનંદવર્ધને પ્રવર્તાવેલા અને અભિનવે વિશદ રીતે સમજાવેલા આ સંગીન સિદ્ધાન્તો ઉપર હેમચન્દ્રાચાર્યનું સૌંદર્યશાસ્ત્ર મંડાયેલું છે. વસ્તુતઃ હેમચન્દ્રાચાર્ય પોતે જ, રસાસ્વાદ અને તત્સંબંધી બીજા વિષયો પરના અભિનવગુપ્તાના પરિચ્છેદો ટાંકીને, અભિનવગુપ્તની સૌંદર્યમીમાંસા પ્રત્યેની પોતાની અવિચળ નિષ્ઠાનું પ્રમાણ આપે છે. પ્રોફેસર શિવપ્રસાદ ભટ્ટાચાર્ય નોંધ છે કે “કાવ્યાનુશાસનના “પ્રથમ અધ્યાયમાં, ગ્રંથકારને ધ્વન્યાલોક' તેમ જ લોચન' એ બે ગ્રંથોએ માર્ગદર્શન પૂરું પાડયું છે. ગ્રંથકારે, પ્રસંગોપાત્ત, ખાસ કરીને શબ્દની જુદી જુદી વૃત્તિઓ(વ્યાપારી કે શક્તિઓ)ના નિરૂપણમાં, મમ્મટના કાવ્યપ્રકાશનો ઉપયોગ કર્યો છે-જો કે હેમચન્દ્રાચાર્યે વખતોવખત મમ્મટથી જુદા પડવાનું પસંદ કર્યું છે. આનંદવર્ધને વસ્તુધ્વનિના ચાર પ્રકારો દર્શાવ્યા છે તેના પરથી હેમચન્દ્રાચાર્યે એ વિષયની પરિપૂર્ણ ચર્ચા કરી છે અને આનંદવર્ધન કરતાં ત્રણગણા પ્રકાર પાડી, યોગ્ય પ્રાકૃત ઉદાહરણો વડે તેમનું વિવરણ કર્યું છે.”૨૩૬ વ્યંજનાવ્યાપારના નિરૂપણમાં આપણા ગ્રંથકારે આનંદવર્ધન તથા મમ્મટનો માર્ગ અખત્યાર કર્યો છે અને એ બે પુરોગામીઓએ કરેલી જાણીતી દલીલો જ આગળ કરીને ભાપાની નવીન શક્તિ(લંજના)ની પ્રતિષ્ઠા કરી છે. જો કે ૬ ૨ ૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy