SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથોમાં આને નિરૂઢા લક્ષણા કહેવામાં આવી છે, પણ ગોપરાગ જેવા શબ્દોને, તિરસ્કૃતવાચ્યના નહીં પણ વિવક્ષિતવાચ્યના દાખલારૂપ માનવામાં અભિનવગુપ્ત ખરેખર સાચા છે.” (લોચન, પૃ. ૧૪૭, ૪૬૨). વળી લક્ષણા - ઉપચારોનો હેતુ જ વિનિફ્રેડ નોવોત્ની માર્મિક રીતે નોંધે છે તેમ “સાક્ષાત્ સંકેતના માધ્યમથી (અભિધાથી) નિર્દેશ કરવાની આવશ્યકતામાંથી કવિતાને મુક્ત કરવાનો છે.” આથી જ, જ્યાં સુધી પ્લાન થઈ ગયેલી લક્ષણાનો સંબંધ છે ત્યાં, કુશલ વગેરે લક્ષણાનાં મનાતાં ઉદાહરણોને રાબેતા મુજબના વાગ્યાથે કે મુખાર્થના ઉદાહરણો માનવાં જોઈએ એવો દઢ મત હેમચન્દ્રાચાર્ય દર્શાવે છે. આમ કુશલ', 'દ્વિરેફ' વગેરે શબ્દો, અભિધાનાં દષ્ટાન્તો છે, લક્ષણાનાં નહીં. કાવ્યા’ કે ‘સૌંદર્યશાસ્ત્રીય અર્થ' કાવ્યના અર્થ વિશેનો કોઈ પણ ટકાઉ અને પ્રતીતિકર સિદ્ધાન્ત, ઉપદેશપરક અર્થપ્રત્યાયનું દષ્ટિબિંદુ, કવિતા પર જે અક્કડ ગૌરવભાન અને ભારે જવાબદારીઓ નાખે છે તેમાંથી કવિતાને મુક્ત કરે તે અનિવાર્ય છે. સૌંદર્યશાસ્ત્રીય અર્થ તેમજ કળાત્મક અભિવ્યક્તિ વિશેના સાચા સિદ્ધાન્તથી, ભાષાકીય ઉદ્ગાર વિશેના બધા જ ઉપયોગિતાવાદી મતોનો આપોઆપુ છેદ ઊડી જાય છે. સૌંદર્યશાસ્ત્રીય અર્થની ખરી વિભાવના, જ્ઞાનવિષયક તથા બૌદ્ધિક મૂલ્યાંકનના પાસાને, માનવચેતનાના ભાવાત્મક તથા આસ્વાદાત્મક પાસાથી, તરત જુદું પાડી દે છે. આ અલગ પાડવાની ક્રિયા બે દિશામાં કામ કરી શકે : ૧. કાવ્યના સર્જક-કવિની પ્રેરણાઓની દિશામાં અને ૨. કવિતાના ભાવકવર્ગના આસ્વાદાત્મક પ્રતિભાવની દિશામાં. સાહિત્યક અર્થનું વ્યાવર્તક લક્ષણ એ છે કે એમાં, સર્જનાત્મક અને આસ્વાદાત્મક શક્તિઓનું અનોખું જોડાણ હોય છે. વસ્તુતઃ અભિનવે સમર્થ રીતે સમજાવેલા, આનંદવર્ધનના કાવ્યશાસ્ત્રમાં તો “સાહિત્યિક પદાર્થોના મૂલ્યાંકનનો એકમાત્ર માપદંડ છે સાચી સાહિત્યિક અભિરૂચિની બક્ષિસ અથવા રસના આસ્વાદ માટે સમર્થ હૃદય. કવિપ્રતિભા અને સહૃદયતાપૂર્ણ ભાવકપણું એ બેનો અતૂટ સંબંધ એ ધ્વનિ કે વ્યંજનાના સાહિત્યિક સિદ્ધાન્તની અનેરી સિદ્ધિ છે.” ડો. કે. કૃષ્ણમૂર્તિ નોંધે છે, કે “સહૃદયના પ્રતિભાવ કે આસ્વાદના દષ્ટિબિંદુથી રસના સિદ્ધાન્તનું પુનઃ અર્થઘટન થવાની સાથે જ સૌંદર્ય વિશેના નવા તત્ત્વજ્ઞાનનું પ્રભાત ઊગ્યું એમ કહી શકાય. ભટ્ટનાયક, આનંદવર્ધન અને ૬ ૨ ૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy