________________
સુપરિચિત હોય છે અને એ સંજ્ઞાઓનો વ્યાખ્યામાં ઉપયોગ કરીને મમ્મટે, કાવ્યના સ્વરૂપનો બને તેટલો સ્પષ્ટ અને ચોક્કસ ખ્યાલ આપી દીધો છે.’ કાવ્યશરીર
ܐܐܙܐ
મમ્મટ, વિશ્વનાથ અને બીજા ગ્રંથકારોના ત્રણ પ્રકારના શબ્દો અને અર્થોના સ્થાને હેમચન્દ્રાચાર્ય ચાર પ્રકારના શબ્દો અને તેમને લગતા ચાર પ્રકારના અર્થોનું નિરૂપણ કરે છે. મમ્મટ ગૌણી વૃત્તિનું લક્ષણાના પેટાભેદ તરીકે વર્ગીકરણ કરે છે. પણ હેમચન્દ્રાચાર્ય ગૌણીને સ્વતંત્ર વૃત્તિનો દરજ્જો આપે છે. જો કે હેમચન્દ્રાચાર્યના શબ્દાર્થનિરૂપણની ચર્ચા આપણે અગાઉ કરી છે તેથી અહીં એને વિશે લંબાણથી વાત કરવી જરૂરી નથી અને હેમચન્દ્રાચાર્યે નવો ચીલો પાડયો છે તેનું આશ્ચર્ય અનુભવવાની પણ જરૂરી નથી. પણ એટલું નોંધવું ઘટે કે, હેમચન્દ્રાચાર્યનું લક્ષણાવિભાજન પ્રો. રામચંદ્ર બી. આઠવલેને ટીકાપાત્ર જણાયું છે અને એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, ગૌણી વૃત્તિને સ્વતંત્ર વૃત્તિ તરીકે અલગ નિરૂપવાથી કશો વિશેષ લાભ હાંસલ થયો નથી.
૨૨૯
‘વાચ્ય અર્થ'નું હેમચન્દ્રાચાર્યનું નિરૂપણ ટૂંકું ને ટચ છે. વાચક શબ્દની ‘ચતુર્વિધ પ્રવૃત્તિ’ની વિશેષ વિસ્તારથી ચર્ચા કરવાની હેમચન્દ્રાચાર્ય અનિચ્છા દાખવે છે. કેમ કે, એ ચતુર્વિધ પ્રવૃત્તિનો, કાવ્યશાસ્ત્ર સાથે સીધો સંબંધ નથી. પણ, સંકેત વિશેના વૈયાકરણોના મતને હેમચન્દ્રાચાર્ય વળગી રહે છે. લક્ષણાવૃત્તિ અને વ્યંજનાવૃત્તિની વિચારણામાં, હેમચન્દ્રાચાર્ય, મમ્મટને અનુસરે છે; પણ તાત્પર્યશક્તિની ચર્ચાને ‘કાવ્યાનુશાસન’ના મૂળ ગ્રંથમાં સ્થાન આપતા નથી - જો કે ‘વિવેક’ વ્યાખ્યામાં તાત્પર્યવૃત્તિનું વિવરણ મળે છે. પણ હેમચન્દ્રાચાર્યને ઉજ્જવળ યશ અપાવે તેવી ખાસ બાબત તો એ છે કે તેઓ માત્ર પ્રયોજનવી લક્ષણાને જ સ્વીકૃતિ આપે છે અને રૂઢા લક્ષણાને માન્યતા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે અને સૂક્ષ્મદષ્ટિથી અભિપ્રાય આપતાં કહે છે કે રૂઢા લક્ષણાનાં બધાં ઉદાહરણો વાચ્યાર્થનાનાં જ ઉદાહરણો છે. આ વાત તદ્દન સાચી છે. કેમ કે, પોલ હેન્લ કહે છે તેમ, “લક્ષણા(Metaphor)માં બે અર્થો વચ્ચે ટકરાવ(મુખ્યાર્થબાધ) હોવો જરૂરી છે અને જે ક્ષણે આ ટકરાવ(Clash) જતો રહે છે તે જ ક્ષણે નવો સાહિત્યિક અર્થ જન્મે છે.” આમ, ‘મોટરનું હૂડ’ (જેમાં ‘હૂડ’ મૂળે લક્ષણિક પ્રયોગ છે) જેવા લાક્ષણિક(ઉપચારમૂલક) પ્રયોગો વાચ્યાર્થ બની જાય છે તેથી લાક્ષણિક પ્રયોગ રૂપે તે લુપ્ત થઈ જાય છે. “આ બધી થીજી ગયેલી લક્ષણાઓ છે જેનું ‘લાવણ્ય’ એ શબ્દ સારું ઉદાહરણ છે... પાછળના
૨૦
૬૨૦