SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યનું સ્વરૂપ કાવ્યની વ્યાખ્યા આપવામાં, હેમચન્દ્રાચાર્યે, અગાઉના બધા જ વિવાદપ્રેરક મતો અને મતભેદોથી અળગા રહીને, કાવ્યના લક્ષણમાં શબ્દ, અર્થ, દોષ, ગુણ અને અલંકાર એ બધાં તત્ત્વોનો સમન્વય તથા સમાવેશના દષ્ટિબિદુયી, નિર્દેશ કર્યો છે. દેખીતું છે કે અહીં શ્રી હેમચન્દ્રાચાર્ય, મમ્મટે ચીંધેલા માર્ગે પ્રયાણ કરે છે; કેમ કે, ધ્વનિના નવીન કાવ્યસિદ્ધાન્તને સાહિત્યમાં દઢમૂલ કરવામાં જ નહીં, પણ. અગાઉના અલંકારિકોએ વિસ્તારપૂર્વક પ્રચલિત કરેલા, વિચારસંચયને - કે જે ભામહ, વામન તથા ભરતમુનિ પછી થયેલા રસમીમાંસકોની પરંપરાઓમાં જુદાં જુદાં વહેણોમાં વહેતો હતો તેને - એક ઉપયોગી અને સૂત્રાત્મક પાઠ્યગ્રંથના રૂપમાં પ્રસ્તુત કરવામાં મમ્મટનો ફાળો ઐતિહાસિક મનાય છે.? પણ મમ્મટે કાવ્યની જે વ્યાખ્યા આપી છે તેની વિશ્વનાથે, બે કારણોસર કડક અલોચના કરી છે. પહેલું કારણ એ કે વિશ્વનાથના મતે મમ્મટની વ્યાખ્યા એ અગાઉના અલંકારિકોના કાવ્ય વિશેના રૂઢિચુસ્ત મતોને સમાવી લેવાનો અને એ મતો સમક્ષ નમતું જોખવાનો, અસંનિષ્ઠ પ્રયાસ છે. બીજું કારણ એ કે, મમ્મટની વ્યાખ્યામાં, વધારે મહત્ત્વના સાહિત્યસિદ્ધાન્ત તરીકે, રસ કે ધ્વનિનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વિશ્વનાથની આ આલોચના, એટલી જ ઉગ્રતાથી હેમચન્દ્રાચાર્યે રજૂ કરેલી “કાવ્યની વ્યાખ્યાને પણ લાગુ પડે છે. જો કે, હેમચન્દ્રાચાર્ય, કાવ્યની વ્યાખ્યા(૧.૧૧) આપ્યા પછી, તરત જ બે-ત્રણ સ્વતંત્ર સૂત્રો(૧.૧૨-૧૪)માં પોતાનું ધ્વનિવાદી દષ્ટિબિંદુ સ્પષ્ટ કરે છે અને દોષ, ગુણ તેમજ અલંકારોનો રસધ્વનિ સિદ્ધાન્ત સાથે અસરકારક સંબંધ પ્રતિપાદિત કરે છે અને એને અનુસરીને, ધ્વનિ(૧.૧૯ ઇ.) અને રસ(અધ્યા.૨) ઉપરાંત દોષ(અધ્યા. ૩), ગુણ (અધ્યા. ૪) અને અલંકાર(અધ્યા. પ-૬)નું વધારે વિસ્તૃત નિરૂપણ કરે છે. આ કારણથી, મમ્મટના કાવ્યલક્ષણ વિશેની વિશ્વનાથની આલોચના, હેમચન્દ્રાચાર્યના કાવ્યલક્ષણના સંબંધમાં પોતાની તીક્ષ્ણતા ગુમાવી બેસે છે. આમ છતાં, શાસ્ત્રીય દષ્ટિબિંદુથી, મમ્મટની વ્યાખ્યા નકારાત્મક છે, અવ્યાપ્તિથી યુક્ત છે કે અસંગત, અસંપૂર્ણ, ન્યૂન છે એ આરોપો શ્રી હેમચન્દ્રાચાર્યની વ્યાખ્યાને પણ લગભગ સમાન રીતે લાગુ પડે છે. પણ, અલંકારશાસ્ત્રના વ્યાવહારિક દષ્ટિબિંદુથી ડૉ. પી. વી.કાણેના શબ્દોમાં સૂર પુરાવીને આપણે કહી શકીએ કે કાવ્યની આ વ્યાખ્યાનો “મોટો ગુણ એ છે કે એ વ્યાખ્યા સરળ છે અને તરત સમજાઈ જાય છે. દરેક જણ દોષ, ગુણ અને અલંકાર એ સંજ્ઞાઓથી ૬૧૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy