________________
આધારે, અભિવ્યક્તિની કેટલીક રીતો તથા લાક્ષણિક કવિસમયો વાજબી કરે છે અને તેમને કાવ્યશાસ્ત્રમાં વિધિસર સ્થાન મળે છે. કવિસમયના વિષયમાં શ્રી હેમચન્દ્રાચાર્યના પ્રદાન વિશે ડૉ. કુલકર્ણી લખે છે કે, “કાવ્યાનુશાસન'માં આ વિષયનું નિરૂપણ કરવામાં હેમચન્દ્રાચાર્ય (રાજશેખર કૃત) “કાવ્યમીમાંસા'નો મહદંશે આધાર લીધો છે. જો કે એમણે નામ દઈને પોતાનો સ્રોત દર્શાવ્યો નથી... હેમચન્દ્રાચાર્ય કવિસમયની વ્યાખ્યા કરતા નથી અને કવિસમયોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની ચર્ચા કરતા નથી. એમણે પોતાના ગ્રંથમાં રાજશેખરનો નિરૂપણક્રમ બદલી નાખ્યો છે અને કવિસમયોનું સ્વર્ગ્યુ, પાતાલીય વગેરે પ્રકારે રાજશેખરે જે વર્ગીકરણ કર્યું છે તેની એમણે ઉપેક્ષા કરી છે. રાજશેખરના સ્વર્ગ્યુ અને પાતાલીય તેમજ પ્રકીર્ણ દ્રવ્યસમયોનું ‘નિયમ' એ શીર્ષક હેઠળ જ હેમચન્દ્રાચાર્યે નિરૂપણ કર્યું છે. પણ, આ વિષયની પાછળના બધા લેખકોએ કરેલી ચર્ચા ઉપર રાજશેખરના તથા હેમચન્દ્રાચાર્યના ગ્રંથોનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે.
સંસ્કૃત કવિઓની પરંપરાઓ કે રૂઢિઓ તથા કવિસમો વિશે, એફ. ડબ્લ્યુ. થોમસે પ્રસ્તુત કરેલું બચાવનામું નોંધપાત્ર છે: “આ કવિઓને કાળજીપૂર્વક તાલીમ આપવામાં આવતી; એ બધા ખંતપૂર્વક કાવ્યરચનાનો મહાવરો કરતા; સ્ટીવન્સનની માફક, આ કવિઓ, સુશિક્ષિત શ્રોતાવર્ગની રુચિને સંતોષતા; અને એમનામાં સ્પર્ધાની ભાવના રહેતી. એટલે, આ કવિઓની પ્રાચીન વિષયવસ્તુને વળગી રહેવાની વૃત્તિનું તથા વિચારો અને અભિવ્યક્તિની તરાહો પરત્વે તેમની રૂઢિપરસ્તી કે પરંપરાભક્તિનું આપણે આધુનિક વલણોને આધારે મૂલ્યાંકન કરવું ન જોઈએ. એ બધા તેમની નોંધપોથીઓ તથા સંકલિત સામગ્રીનો ભરપૂર ઉપયોગ કરતા હતા એ જણાઈ આવે છે... આ સંગતિ અથવા કવિસમય. સામાન્ય પ્રકારના નબળા કવિનો માનીતો કાવ્યસરંજામ હતો... પણ મહાન સર્ગશક્તિવાળા કવિઓ પણ જ્યારે આ કવિસમયો વગેરે સામગ્રીનો ઉપયોગ કરતા જોવા મળે છે ત્યારે આપણે તેમના શ્રોતાવર્ગને ખ્યાલ કરી લેવો જોઈએ; જેમને કવિસમયોનો સારો પરિચય હતો અને કવિસમયો કે કવિરૂઢિઓને મોટા કવિઓ જે નવીન ચમત્કૃતિથી ભરી દેતા તેના ઉપર એ જાણકાર શ્રોતાવર્ગનું ધ્યાન કેન્દ્રિત કરતો હતો.. કવિનું સર્જન, મમ્મટ કહે છે તેમ, નિયતિકૃતનિયમરહિત, મુક્ત સર્જન છે. (કા. પ્ર. ૧.૧); એટલે કે, કાવ્ય એ જીવન નથી; પણ સાહિત્ય છે."
૬ ૧૮