SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ડે. કૃષ્ણમૂર્તિ માને છે કે, શબ્દાર્થહરણના નિરૂપણ પાછળ રહેલા વિચારની સામાન્ય પશ્ચાદભૂમિ દર્શાવવાનું હેમચન્દ્રાચાર્યનું કાર્ય ઉપયોગી છે. હેમચન્દ્રાચાર્ય શબ્દાર્થહરણના વિષયની, છાયા-આદિ-ઉપજીવન તરીકે, કવિ સમયની સાથે, શિક્ષાના વિભાગ હેઠળ ચર્ચા કરી છે તેમાં એમના કાર્યની ઉપયોગિતા સમાયેલી છે. આમ. રાજશેખરના યુગમાં, કવિશિક્ષાના અભ્યાસક્રમમાં ‘હરણનો વિષય મહત્ત્વનું સ્થાન રોકતા હતા. હેમચન્દ્રાચાર્ય, રાજશેખરે વર્ણવેલા હરણના પટાભેદોને પોતાના છાયા શીર્ષકવાળા અવલંબન-પ્રકાર હેઠળ અપનાવીસમાવી લે છે. આ રીતે, પ્રાચીન સમયમાં સંસ્કૃત કવિઓને માટે પરંપરાગત રીતે જરૂરી ગણાતા કવિશિક્ષાના વ્યવહારુ અભ્યાક્રમને શાસ્ત્રીય રૂપે નિયમબદ્ધ કરનાર પ્રથમ આલંકારિક તરીકે રાજશેખરને ગણવા જોઈએ. કવિસમય આપણે પ્રજ્ઞા અને વિદ્વત્તાના સમન્વયની એટલે કે કલ્પનાશક્તિ તથા વ્યુત્પત્તિ અને અભ્યાસના ગાઢ સંબંધની ચર્ચા કરી રહ્યા છીએ. વક્નત્વ અને કાવ્યની પરંપરામાં ચમકદાર પ્રયુક્તિઓનો ભંડાર રહેલો છે. સાહિત્યિક આત્મસભાનતા અને વાછટાની ઘરેડના યુગમાં, કવિસમયો કે કવિરૂઢિઓ(જે આજે શુષ્ક પરંપરાઓ જણાય છે) “ “અત્યંત સુસંસ્કૃત અને પરિમાર્જિત ભૂતકાળની ભાષાને રજૂ કરે છે જે, કાવ્યમાં સાહિત્યિક તૈથા સામાજિક પરંપરાઓ કે રૂઢિઓ કે નિશ્ચિત બીબાના રૂપમાં પ્રગટ થાય છે. કાવ્યનો મહાવરો કે અભ્યાસ એટલે રૂપકો તથા બીજા અલંકારોની ગૂંથણીમાં કુશળતા; બેવડો અર્થ ઉત્પન્ન કરવાની તરકીબોમાં પાવરધાપણું; અનુપ્રાસ અને યમકાદિ અટપટા અલંકારોની ચતુર યોજનાઓની આવડત; શીઘ્ર કવિત્વની ફાવટ; તૂટક અપૂર્ણ પંક્તિઓમાંથી તથા વાક્યોમાંથી સંપૂર્ણ બ્લોક રચવાની હોંશિયારી અને એવી જ બીજી અનોખી સાહિત્યિક તરકીબોની જાણકારી.” કવિશિક્ષાના ગ્રંથોમાં કવિસમયોની યાદીઓ આપવામાં આવી છે પણ રાજશેખરના “કાવ્યમીમાંસા' ગ્રંથમાં ‘કવિશિક્ષાના વિષયની કાવ્યશાસ્ત્ર સાથે સેળભેળ થઈ ગઈ છે.” ડૉ. સૂર્યકાન્તના મતે રાજશેખરનું કવિશિક્ષાનું નિરૂપણ વૈજ્ઞાનિક નથી - જો કે એ વિચારપૂર્વકનું તથા સંપૂર્ણ છે જ.૨૩ કવિ સમયોના બચાવમાં... ડૉ. વિ. એમ. કુલકર્ણીએ, કવિસમયના વિષયને. કાવ્યમાં દોષના વિષય સાથે સાંકળી લીધો છે. આમ, ઔચિત્ય તેમજ કાવ્યના સત્ય પ્રત્યેની નિષ્ઠાને ૬ ૧૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy