SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશિક્ષા વિશેના પોતાના સુવિખ્યાત ગ્રંથ “કવિનંદાભરણમાં,વિપુલ સાહિત્યરાશિનું સર્જન કરનાર, કાશ્મીરના પ્રસિદ્ધ કવિ-લેખક ક્ષેમેન્દ્ર પણ નાનામોટા પ્રમાણમાં થતા હરણ કે અનુકરણ, અવલંબન કે ઉપજીવનનું નિરૂપણ કરે છે અને સાહિત્યનાં કેટલાંક સ્વરૂપોમાં ઉપજીવનને વાજબી ગણે છે. ક્ષેમેન્દ્ર કવિ થવાના કોડ સેવનારને કેટલાક પ્રકારની સાહિત્યિક તાલીમ લેવાની ભલામણ કરે છે અને એ તાલીમમાં “વાક્યર્થશૂન્યવૃત્તાભ્યાસ” અને “પુરાતનવૃષ પદપરાવૃજ્યભ્યાસઃ' એ બે પ્રકારના અભ્યાસ કે મહાવરાનો સમાવેશ કરે છે. આવા અભ્યાસનાં ક્ષેમેન્દ્ર ઉદાહરણો પણ આવે છે. હેમચન્દ્રાચાર્યે ક્ષેમેન્દ્રના આ બે પ્રકારો કવિશિક્ષાના વિભાગમાં સમાવી લીધા છે. ક્ષેમેન્દ્રએ બીજાનાં કાવ્યોનાં અનુકરણ કરનાર ઉપજીવી કવિઓનાં જુદાં જુદાં નામો ગણાવ્યાં છે અને છેલ્લે બધા કવિઓના આધારરૂપ મહભારતકાર વેદવ્યાસ માટે પણ વિશિષ્ટ નામ યોર્યું છે. ક્ષેમેન્દ્રના મતે કવિઓના ૧. છાયોપજીવી, ૨. પદકોપજીવી, ૩. પાદોપજીવી, ૪. સકલોપજીવી અને ભુવનોપજીવ્ય (જે બધા કવિઓના સ્ત્રોતરૂપ, મૂળરૂપ કવિ છે, અર્થાત્ વેદવ્યાસ) એવા પાંચ પ્રકારો છે. કવિશિક્ષાના વિષયમાં હેમચન્દ્રાચાર્યના યોગદાન વિશે ડૉ. વિ. એમ. કુલકર્ણી કહે છે કે, “હેમચન્દ્રાચાર્યે રાજશેખર અને ક્ષેમેન્દ્રના ગ્રંથોનો ભરપૂર લાભ લીધો છે. શ્લોક ૪૨-૪૩, ૫૯-૬૦ જે “કવિકંઠાભરણ'માંથી લીધેલા છે અને ‘પદસમસ્યા' તથા પાદસમસ્યાનાં ઉદાહરણો જે શ્રીહેમચન્દ્રાચાર્યે ઉમેરેલાં છે તે બાદ કરતાં, કવિશિક્ષાનો આખો વિભાગ રાજશેખરના “કાવ્યમીમાંસા ગ્રંથમાંથી લીધેલો છે.” પણ ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, રાજશેખરે શબ્દ અને અર્થના હરણ વિશે જે વિવરણ કર્યું છે તેની સમીક્ષા કરે છે અને આ સંદર્ભમાં સાહિત્યિક ચોરી (Plagiarism) એ શબ્દના પ્રયોગ સામે વાંધો લે છે અને સૂચવે છે કે, અન્યાયોનિ અર્થના બે પ્રકારો માટે, “અપનાવી લેવું એવો શબ્દપ્રયોગ યોગ્ય છે. ડૉ. કૃષ્ણમૂર્તિ નોંધે છે કે, “રાજશેખરની મૌલિકતા, અવલંબનના ચાર પ્રકારોમાંથી છેલ્લો(ચોથો) પરપુરપ્રવેશસદશ” પ્રકાર, આનંદવર્ધનના ત્રણ પ્રકારોમાં ઉમેરવામાં તથા વામનાના બે પ્રકારના અર્થમાં, અર્થનો ત્રીજો પ્રકાર ઉમેરીને, હરણ કે સંવાદનાં બન્ને માન્ય રૂપો સમાવવામાં રહેલી છે. આ ચોરી કે ઉઠાંતરી નથી, પણ મૌલિક પુનઃ સર્જન છે જે કોઈ પણ કવિને ઝેબ આપે તેવું કાર્ય છે.' ૬ ૧૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy