SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ જાણકારી જૈન લેખકોએ આપી છે. અને હેમચન્દ્રાચાર્યે આ વિષયમાં વધુમાં વધુ સંતોષકારક માર્ગદર્શન આપ્યું છે.” હરણ' કે “અનુકરણ' હેમચન્દ્રાચાર્યે છાયા વગેરે રૂપે ઉપજીવન કે બીજા કવિની કૃતિના અવલંબનનું ચાર પ્રકારે વર્ણન કર્યું છે; બીજા કવિના શ્લોકની એક, બે કે ત્રણ પંક્તિઓનું અવલંબન; બીજાની ઉક્તિનું અવલંબન કે હરણ; પાદપૂરણ અને સમસ્યાપૂર્તિ શબ્દો બદલીને કાવ્યાભ્યાસ ઇત્યાદિ. આ વિષયના મુદા રાજશેખરના મુદાઓ મુજબના છે અને તે હેમચન્દ્રાચાર્યે સ્વીકારી લીધા છે. પણ રાજશેખરની પૂર્વે આનંદવર્ધને આ વિષયનું નિરૂપણ કર્યું છે તેથી રાજશેખર સમક્ષ આનંદવર્ધનના મુદા હતા જ. એફ. ડબ્લ્યુ. થોમસ નોંધે છે તેમ, “આ વિષયની ચર્ચા આપણને સાહિત્યમાં અનુકરણ કે સાહિત્યચોરીના વિષયની નજીક લાવી મૂકે છે. સાહિત્યરચનામાં પ્રવર્તતા અનિષ્ટની નજીક.” એફ. ડબ્લ્યુ. થોમસ સાહિત્યમાં હરણ કે અનુકરણનાં કારણો તથા લક્ષણોનું વિશ્લેષણ કરે છે અને ઉપસંહાર કરતાં જણાવે છે કે, “ભારતીય આલંકારિકો વિષયમાં બહુ ઊંડે સુધી જતા નથી. બીજાના સાહિત્યમાંથી ઊઠાંતરી કરનારને ભારતીય ગ્રંથકારો ઠીકઠીક છૂટ આપે છે. અને સાહિત્યચોરીના બચાવમાં રજૂ થતી જે ઘણીખરી દલીલો આ અલંકારિકો સ્વીકારે છે તેમાં માનવસ્વભાવ ખૂબ ભાગ ભજવે છે... અને આવી સાહિત્યચોરી ભારતની બહાર પણ વ્યવહારમાં હતી.૧૮ સાહિત્યચોરી વિશેના ભારતીય આલંકારિકાના વિચારોની ડૉ. વી.એમ. કુલકર્ણીએ પણ સમીક્ષા કરી છે. એમના મતે, સાહિત્યમાં મૌલિકતા તેમજ હરણ કે અનુકરણ વિશે સ્પષ્ટ નિરૂપણ કરવાનું શ્રેય આનંદવર્ધનને ઘટે છે – જો કે વામને અર્થના વર્ગીકરણમાં, આ વિષય તરફ પહેલી જ વાર આછો ઇશારો કે તર્જનીસંકેત કર્યો હતો. પણ આનંદવર્ધને અનુકરણના વિષયને સંવાદ કે મળતાપણું એવું નામ આપીને વિચારણા કરી હતી. તેનું રાજશેખરે હરણ એવા શીર્ષકથી વિસ્તૃત વિવરણ કર્યું અને હેમચન્દ્રાચાર્યે રાજશેખરની આ વિષયની ચર્ચામાંથી મહત્ત્વના અંશો “કાવ્યાનુશાસન'માં સમાવી લીધા છે. રાજશેખરના નિરૂપણની વિશેષતા એ છે કે, હરણના વિષયનાં લગભગ બધાં જ પાસાને એ પોતાની ચર્ચામાં આવરી લે છે, એટલું જ નહિ, પણ એ બધાં પાસાં વિશે નિખાલસ અને સ્પષ્ટ મંતવ્યો પણ પ્રકટ કરે છે. ૧૯ ૬ ૧૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy