________________
અહીં એ નોંધવું રસપ્રદ છે કે હોમરના સમયથી જ પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રમાં કવિની પ્રતિભા કે કલ્પના, જુદાં જુદાં નામો અને રૂપો હેઠળ, માન્યતા પામતી રહી છે. દિવ્ય પ્રેરણાના સિદ્ધાન્તથી આરંભ કરીને આપણે લૉન્જિનસના ભવ્યત્વના ખ્યાલ સુધી આવીએ છીએ અને લોન્જિનસે પ્રયોજેલી આનંદોદ્રક'(Ekstasis) કે અલૌકિક આનંદ(Transport)ની સંજ્ઞાઓથી પરિચિત થઈએ છીએ. એ વખતે પ્રશ્ન એ હતો કે, “કવિઓ જન્મે છે કે બને છે ?” બીજા શબ્દોમાં “સર્જનશક્તિ એ કુદરતી બક્ષિસ છે કે અભ્યાસથી સાંપડેલી કલા છે ? અને તત્કાલીન વિવેચનમાં, કવિની પ્રતિભા તથા કવિએ પ્રાપ્ત કરેલી કેળવણી એ બન્નેનો સમાવેશ “સર્જનપ્રેરણાના સ્ત્રોત માં કરવામાં આવ્યો હતો. વિવેચકોએ સફળ સર્જન માટે વિચાર, વિભાવના, ઊર્મિઓ,અલંકારો, પદાવલી અને આલેખન એટલી બાબતોને આવશ્યક માની હતી. ૧૫ પણ કોલરિજે કવિની કલ્પનાનું વિસ્તૃત નિરૂપણ કર્યું તે પછી સર્જનમાં કવિકલ્પનાનું મૂલ્ય ઘણું જ વધ્યું-જેનું શ્રેષ્ઠ પ્રમાણ “રોમેન્ટિક કૌતુકરાગી કવિતા' છે. કવિની તાલીમ
હેમચન્દ્રાચાર્ય સ્વીકારે છે કે લોકવ્યવહારનું જ્ઞાન, શાસ્ત્રોમાં નૈપુણ્ય અને કાવ્યના જાણકારો પાસે મેળવેલી કાવ્યસર્જનની સતત તાલીમથી કવિઓને લાભ થાય છે. પણ આ વાત કંઈ નવી નથી. મમ્મટે કવિની તાલીમ અથવા કાવ્યસર્જનમાં ઉપકારક બાબતોની ચર્ચા કરી જ છે. પણ, રાજશેખર, ક્ષેમેન્દ્ર અને બીજાઓના કવિશિક્ષા વિશેના સાંપ્રત વિચારોને એકઠા કરીને કાવ્યાનુશાસન'માં રજૂ કરવાનું અને કવિશિક્ષાના વિષયને સ્પષ્ટ કરી આપતી સમૃદ્ધ ઉદાહરણ સામગ્રી પૂરી પાડવાનું શ્રેય શ્રીહેમચન્દ્રાચાર્યને ઘટે છે. કવિની તાલીમશાળા
વ્યુત્પત્તિ અને અભ્યાસ બે જોડિયા સંપ્રત્યયો છે; કારણ બન્ને સાથે મળીને કવિની શક્તિ કે પ્રતિભાને સંસ્કારે છે. આને માટે, નવોદિત કવિ કે કવિપદના ઉમેદવારે કવિશિક્ષા એટલે કે કવિની કળા કે કાવ્યરચનાની કળાના સૈદ્ધાન્તિક તથા વ્યવહારુ પાસાંનું શિક્ષણ લેવું જરૂરી મનાયું છે. એફ. ડબ્લ્યુ. થોમસે, સંસ્કૃત ભાષાના કવિનું ઘડતર” એ રસિક વિષયની વિચારણા કરી છે. અને નોંધ્યું છે કે, “નૈસર્ગિક પ્રતિભા અને કાવ્યરચનાની તાલીમ એ બે વચ્ચેનો ભેદ ઘણાખરા આલંકારિકોએ માન્ય રાખ્યો છે. પણ, કવિના ઘડતરનાં રહસ્યોની
૬ ૧૪