________________
અભિનવગુપ્તનો પ્રતિભા શબ્દ સ્વીકારી લીધો છે, પણ પ્રતિભાના જન્મજાત(સહજા) સ્વરૂપની દષ્ટિએ(જુઓ વામનનાં કાવ્યાલંકાર સૂત્રો ૧.૩.૧૬ની વૃત્તિ), જૈનદર્શનની પરિભાષામાં પ્રતિભાનું નવતર અર્થઘટન તથા તાજગીસભર વિવરણ કર્યું છે. પ્રતિભાની જૈન પરિભાષા
‘પ્રજ્ઞા તેમજ પ્રતિભાની વિભાવના સ્પષ્ટ કરતાં પ્રો. ગોપીનાથ કવિરાજ લખે છે કે, જૈન દર્શનમાં “કેવળજ્ઞાન’ અને ‘કેવળદર્શન' એ બે સંપ્રત્યયો, બીજા દર્શનોના પ્રતિભા, પ્રજ્ઞા' આદિ સંપ્રત્યયોના સમાનાર્થી સંપ્રત્યયો છે અને ઉમેરે છે કે, “જેન દર્શન મુજબ, સર્વજ્ઞતા કે પૂર્ણ જ્ઞાન અને સર્વોચ્ચ દર્શનની શક્તિ એ આત્માનો શાશ્વત ધર્મ છે અને આત્માનો સ્વભાવ છે જે એણે કાં તો ગુમાવી દીધો છે અથવા અનાદિ કર્મોની શ્રેણીના પ્રભાવ હેઠળ આવરણથી ઢંકાઈ જવા દીધો છે – આ કારણથી જ એ “જ્ઞાનાવરણીય' તથા “દર્શનાવરણીય' કર્મો કહેવાય છે. આધ્યાત્મિક અભ્યાસ કે સાધનાથી આ આવરણ હઠાવી શકાય છે અને પછી આત્મા એનું ગુમાવેલું જ્ઞાન પાછું મેળવે છે અને અંતે, એ આત્મા, ફરી એકવાર સર્વજ્ઞ બની રહે છે જેથી એ પોતાના શુદ્ધ અને શાશ્વત સ્વભાવમાં પ્રતિષ્ઠિત થાય છે. ૧૩
જૈન દર્શનની પરિભાષામાં પ્રતિભાની વિભાવના સ્પષ્ટ કરીને શ્રી હેમચન્દ્રાચાર્યે ભારતીય સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રે ઉલ્લેખપાત્ર યોગદાન કર્યું છે એમાં શંકા નથી. એટલું જ નહીં, પ્રતિભાની દાર્શનિક સમજૂતી આપીને ગ્રંથકારે કાવ્યક્ષેત્રે પણ સાધનાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. આપણા મૂળભૂત દર્શન કે જ્ઞાનને ઢાંકી દેતું આવરણ, આધ્યાત્મિક અભ્યાસ કે સાધનાની સહાયથી જ દૂર થાય છે એ હકીકતને સ્વીકાર જ સૂચવે છે કે પ્રતિભા ભલે કાવ્યનું એકમાત્ર કારણ હોય, તો પણ કોઈ પણ કાવ્યસર્જન માટે અમુક પ્રમાણમાં કાવ્યસાધના જરૂરી બને છે. આથી કાવ્યકરણ(કાવ્યસર્જન)ના સહયોગી તરીકે વ્યુત્પત્તિ અને અભ્યાસનું હેમચન્દ્રાચાર્યે નિરૂપણ કર્યું છે તે તદન યોગ્ય છે. આ સંદર્ભમાં, ટી. એન. શ્રીકંઠેયાએ નોંધ્યું છે કે, “પ્રતિભા એ જ હંમેશાં કાવ્યો પ્રત્યક્ષ સ્ત્રોત છે.... વ્યુત્પત્તિ અને અભ્યાસ, કવિની પ્રતિભાની ગતિવિધિને નિયમિત કરીને તથા સંસ્કારીને, કાવ્યના સર્જનમાં અપ્રત્યક્ષ કે આડકતરી રીતે મદદ કરીને, કાવ્યસર્જનમાં ફાળો આપે છે. આ વિષયમાં હેમચન્દ્રાચાર્યનું મંતવ્ય શ્રેષ્ઠ કરે છે.” ૧૪
૬ ૧૩