________________
છે. આ ધ્વનિરૂપ સહદય-ગ્લાધ્ય સુંદર અર્થને જે વ્યંજિત કરે છે તે જ સહૃદયને આનંદ આપતું કાવ્ય છે (દ્ધ. આ. ૧.૧-૨). કાવ્યનું કારણ
અભિનવગુપ્તના અર્થઘટનથી યુક્ત આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્તનું શ્રી હેમચન્દ્રાચાર્ય પૂર્ણતઃ સમર્થન કરે છે. કાવ્યાનંદને આનંદવર્ધને કવિના સર્જનનો પ્રધાન હેતુ માન્યો છે અને એ આનંદને, કવિની પ્રતિભા સાથે ગાઢ સંબંધ દર્શાવ્યો છે. આ પ્રતિભા એ બીજું કંઈ નથી, પણ કાવ્યાનંદમાં પરિણમતુ, સુંદર કાવ્ય સર્જવામાં કવિને સમર્થ બનાવતુ, એકમાત્ર, કારણ છે; કવિની કલ્પનાને આકાર અને રૂ૫ આપતો જન્મજાત ગુણ વિશેષ છે.
ધ્વન્યાલોક'(૧૬)માં આનંદવર્ધન કહે છે કે, “એ પરમ સ્વાદમય વસ્તુ, અલંકાર અને રસરૂપ ધ્વનિનો સાર જેમાંથી ઝરે છે એવી મહાકવિઓની વાણી તેમના અલૌકિક પ્રતિભાવિશેષને ઉજ્જવળરૂપે અભિવ્યક્ત કરે છે. એટલે જ અનેક કવિઓની અંદર કાલિદાસ વગેરે બે-ત્રણ કે પાંચ-છ જ મહાકવિઓ ગણાય છે.”(૧.૬ તથા વૃત્તિ).
જેમ ઉપર વર્ણવેલો આનંદાનુભંવ કવિ અને સહૃદય બન્નેને થાય છે તેમજ પ્રતિભા કવિ પ્રક્ષે તથા સહૃદય બન્ને પક્ષે હોય છે. આથી જ રાજશેખરે પ્રતિભાનાં કારયિત્રી અને ભાવયિત્રી એવાં બે પાસાં દર્શાવ્યાં છે.
પ્રો. ગોપીનાથ કવિરાજ કહે છે કે, ““પ્રતિભા' શબ્દનો અર્થ છે પ્રકાશનો ઝબકાર કે અંત:પ્રેરણા અને સાહિત્યમાં પ્રતિભાનો અર્થ તાત્કાલિકતા અને તાજગીથી વિશિષ્ટ જ્ઞાન એવો થાય છે. હેમચન્દ્રાચાર્યના સાહિત્યશાસ્ત્રમાં કાવ્યાનંદ અને પ્રતિભા નિઃશંક ગાઢ રીતે સંકળાયેલાં છે એ વાત હેમચન્દ્રાચાર્યે ઉદ્ધત કરેલાં ભટ્ટતૌતનાં વચનોથી સ્પષ્ટ પ્રતીત થાય છે (કા. અ. શા. ૧.૩, વૃત્તિ). હેમચન્દ્રાચાર્યે પ્રતિભાને કાવ્યનું એકમાત્ર કારણ ગણાવીને, સર્જનમાં, કવિની કલ્પનાનું સર્વોપરિ વર્ચસ્વ સ્વીકાર્યું છે. હેમચન્દ્રાચાર્યે પોતાના મતના સમર્થનમાં ટાંકેલું ભટ્ટતૌતનું અવતરણ, “કવિની કલ્પનાના સર્જનાત્મક પાસાનું - નિત્ય નવીન વિચારો તથા ચિત્રો વિભાવિત કરવાની તથા એ વિચારો અને ચિત્રોને જીવંત ભાષામાં, અભિવ્યક્ત કરવાની કવિની કલ્પનાની શક્તિનું” અત્યંત સચોટ વર્ણન કરે છે. મમ્મટે પ્રતિભા માટે શક્તિ શબ્દનો પ્રયોગ કરીને વામનની પરંપરાનું લગભગ શબ્દશઃ અનુકરણ કર્યું છે, જ્યારે હેમચન્દ્રાચાર્યે
૬૧૨