________________
પૂરેપૂરું સ્વીકારે છે; અને તેથી, તેઓ લોલ્લટ, શ્રીશંકુક, ભટ્ટનાયક તથા બીજા વિવેચકોના મતોનો અસ્વીકાર કરે છે. પણ, કળા, દર્શનશાસ્ત્ર અને કવિવ્યાપાર કે કવિ કર્મના સ્વરૂપ વિશેના ભટ્ટતૌતના વિચારોને શ્રીહેમચન્દ્રાચાર્ય પૂરા ઉમળકાથી સ્વીકાર કરે છે. અલબત્ત, અભિનવગુપ્તની કળાવિચારણામાં જ શ્રી હેમચન્દ્રાચાર્યને સાચા કળાસિદ્ધાન્તની પરિણતિ દેખાય છે. શ્રી પંચાપગેશ શાસ્ત્રી. એમના જાણીતા ગ્રંથ “ધી ફિલોસોફી ઑફ એસ્થેટિક પ્લેઝર’ - (સૌદર્યાનંદનું તત્ત્વજ્ઞાન)માં, સંસ્કૃત સૌંદયમીમાંસકોની સફળતા તથા કૃતાર્થતાની ઊર્મિનું સુરેખ ચિત્ર આંકી આપે છે. :
“ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પર ચર્ચા કેન્દ્રિત કરીને તથા ભરતમુનિના રસસૂત્રના વિવરણ પૂરતી પોતાની સમીક્ષા સીમિત રાખીને, એ મહાન વિવેચકોએ કાવ્યાસ્વાદ અથવા સૌંદર્યાનંદના અનુભવનું સાચું અને સંપૂર્ણ વિવરણ કરવા પ્રયાસો કર્યા છે. એમાંથી કેટલાક ઠોકર ખાઈ બેઠા છે; કેટલાક અટકી ગયા છે; બીજા કેટલાકે માર્ગમાં પડછાયો જોઈને એને નક્કર વસ્તુ જાહેર કરી છે; પણ કેટલાક છેક વિષયના હૃદય સુધી પહોંચી ગયા છે અને યુરેકા !” એવો સફળતાનો ઉદ્ગાર કાઢવા સમર્થ બન્યા છે.” સહૃદય'ની ભૂમિકા
કાવ્ય કે કળાના સાચા ભાવક અને કલાપારખું વિવેચકને સહૃદય નામ આપી, આનંદવર્ધને રસાસ્વાદમાં સહૃદયની ભૂમિકાની પ્રશંસા કરી છે.
અભિનવગુપ્ત (લોચન, પૃ. ૩૮) સહૃદયની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, 'येषां काव्यानुशीलनाभ्यासवशाद् विशदीभूते मनोमुकुरे वर्णननीयतन्मयीभवनयोग्यता તે સ્વદ્રયસંવાદ્રમાન: સયા: ' અર્થાત્ “કાવ્યનું વારંવાર પરિશીલન કરવાથી, જેમના, સ્વચ્છ થયેલા, મનોમુકુરમાં વર્ણનીય વિષયમાં તન્મય થવાની યોગ્યતા હોય છે એવા સ્વહૃદય-સંવાદવાળા એટલે કે કાવ્ય સાથે પોતાના હૃદયને સંવાદ સાધી શકનાર “સહૃદયો’ કહેવાય છે.”
આનંદવર્ધને રસજ્ઞતાને જ સહૃદયતા કહી છે રસજ્ઞતૈવ રહૃદયત્વમ્ (બ્ધ. આ. ૩.૧૬ની વૃત્તિ, પૃ. ૩૫૯).
આવા સહૃદયના સંબંધમાં જ અને સહૃદયોના મનના અનંદને માટે જ, આનંદવર્ધને “ધ્વન્યાલોકમાં (૧.૧ તથા વૃત્તિ), ધ્વનિનું સાચું સ્વરૂપ વર્ણવ્યું છે. આ ધ્વનિસ્વરૂપ બધા સુકવિઓનાં કાવ્યોના સારરૂપ છે અને અતિશય રમણીય
૬ ૧૧