________________
પણ બરાબર આવું જ છે. વસ્તુતઃ, “કાવ્યાનુશાસન'ના પ્રથમ અધ્યાયના ત્રીજા સૂત્રમાં શ્રી હેમચન્દ્રાચાર્યે કાવ્યાનંદ વિશે પ્રતિપાદિત કરેલું મંતવ્ય અને એ સૂત્ર(૧.૩)ની વૃત્તિમાં એ વિષયનું રજૂ કરેલું સ્પષ્ટ વિવરણ તથા રજૂ કરેલાં ભટ્ટૌત અને ભટ્ટનાયકનાં માર્મિક, સુસંબદ્ધ અને સાંપ્રત અવતરણો, શ્રી હેમચન્દ્રાચાર્યની સૈદ્ધાત્તિક સજ્જતાની તેમજ તેમના શાસ્ત્રીય સામર્થ્યની ભરપૂર, અચૂક શાખ પૂરે છે. કાવ્યનું પ્રયોજન
રસાનુભવના આનંદમય સ્વરૂપ પર શ્રી હેમચન્દ્રાચાર્યે ભાર મૂક્યો છે તે, રસધ્વનિસિદ્ધાન્તમાંની તેમની અવિચળ નિષ્ઠાની સાથે સુસંગત છે; કેમ કે, “કળાઓ, બધી જ કળાઓનું આવશ્યક સર્વસામાન્ય લક્ષણ એ છે કે, સૌંદર્યાત્મક મનોવલણથી એ કળાઓનો અનુભવ થઈ શકે છે, આસ્વાદ લઈ શકાય છે અને આ રીતે કળામાત્ર “રસાત્મક કે સૌદર્યાત્મક આનંદ આપવા સમર્થ હોય છે.” સાહિત્ય માત્રનો ચરમ અને પરમ હેતુ રસાનંદ આપવાનો હોય છે એ મતની શ્રી હેમચન્દ્રાચાર્યે પુષ્ટિ કરી અને જણાવ્યું કે કીર્તિ અને ઉપદેશ એ બીજાં બે કાવ્યપ્રયોજનો આનુષંગિક છે. કારણ કે, સુંદર વસ્તુઓ એ છે જે આનંદાનુભવમાં પરિણમે છે. “સુંદર વસ્તુ નિરંતર આનંદનો સ્ત્રોત હોય છે એમ કવિ કિસે કહ્યું જ છે. આ સંદર્ભમાં લૉન્જિનસને ટાંકતા પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય કહે છે કે, ખરેખર ઉન્નત પદાર્થોથી આપણો આત્મા સ્વભાવતઃ ઉલ્લાસ પામે છે અને જાણે કે ઉછળતો, કૂદતો એ આનંદવિભોર થઈ જાય છે અને ઉન્નતિ અને ઉલ્લાસથી છલકાઈ જાય છે. લૉન્જિનસનો આનંદાતિશયનો સિદ્ધાન્ત કહે છે કે કવિએ એવું કાવ્યસર્જન કરવું જોઈએ કે જે ઉપદેશ અને આનંદ આપવાની સાથે જ ભાવકને હલાવી દે. કળાનુભવ વિશેના શ્રી હેમચન્દ્રાચાર્યના મતને સુયોગ્ય પડઘો, વિકટર એમ. ડેમના આ શબ્દોમાં સંભળાય છે –
“લલિત કળાનાં સર્જનો, અનુભવ અને સંપૂર્ણ ધ્યાનને આનંદથી ભરી દેવાના મૂળભૂત ઉદેશને વરેલાં હોય છે અને એ જો આટલું કરી શકે તો એમનો ઉદેશ બર આવે છે.”૨૦૭ રસકીય અનુભવ
રસાનુભવ વિશે, આનંદવર્ધનના રસધ્વનિના સિદ્ધાન્ત અનુસાર અભિનવગુપ્ત, ભરત મુનિના રસ સૂત્રનું જે અર્થઘટન કર્યું છે તેને શ્રી હેમચન્દ્રાચાર્ય
૬૧૦