SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો કાવ્યનો બિલકુલ હેતુ નથી હોતો - એને માટે તો ગદ્ય પૂરતું છે...કાવ્યનું પ્રયોજન કે કાર્ય તો તદન જુદું જ હોય છે. ગદ્ય પાસેથી અનોખા અર્થની અપેક્ષા રાખવામાં આવે છે; પણ અહીં, કાવ્યમાં તે અપ્રતિમ સ્વરૂપ હોય છે જે સર્વોપરિ હોઈ, બધાને ટપી જાય છે. આથી, કાવ્યમાં, અર્થ, સ્વરૂપ પર સવાર થવો ન જોઈએ... સુંદર કાવ્ય કે શ્લોક, પોતાની રાખમાંથી હંમેશાં ઉપસ્થિત થાય છે; અને એ પુનઃ પોતાનું સંવાદી કારણ બની રહે છે.”૨૧ કળામાત્રના આ પાસા વિશે ઇ. એચ. ગોખ્રિચના શબ્દો યાદગાર બની રહે તેવા છે : (કળાની) આ પ્રક્રિયામાં અર્થપ્રત્યાયની કોઈ જરૂર જ નથી. કદાચ સ્થાનપરિવર્તન, આલેખનની પૂર્વે આવે; અને સર્જન, અર્થપ્રત્યાયનની પૂર્વે આવે. અને સંદર્ભની નવી ક્ષિતિજ ખુલી જાય છે.” કળા એ મનના વલણની બાબત છે; એક નવી સંદર્ભક્ષિતિજ છે આ “નવી સંદર્ભક્ષિતિજ', સાહિત્યમાં, ભાષાના કાવ્યાત્મક વિનિયોગથી જન્મે છે. એટલે કે, કાવ્યમાં “કવિ પોતાના ભાવકો સમક્ષ પોતાની કોઈ ઊર્મિ કે દર્શનછટા રજૂ કરી રહ્યો હોય એ સંભવિત છે. પણ, એ ઊર્મિ કે દર્શન અભિવ્યક્ત કરીને રજૂ કરે છે; નહિ કે, એને વિશે કથન કરીને..” સૌદર્યાનુભવનું આ જ વ્યાવર્તક લક્ષણ છે એવો મત અભિનવગુપ્ત પ્રતિપાદિત કર્યો છે અને હેમચન્દ્રાચાર્ય, રસાસ્વાદ કે સૌંદર્યાનુભવ વિશેના અભિનવગુપ્તના સિદ્ધાન્તનું પૂરેપૂરું અનુસરણ કરે છે. આનંદવર્ધનની નવીન સૌંદર્યમીમાંસામાં, શબ્દોનું તથા અર્થોનું, પદાર્થોનો નિર્દેશ કરવાનું કાર્ય, શબ્દ તથા અર્થોના રસકીય પ્રયોજન સમક્ષ ગૌણતા ધારણ કરે છે. મમ્મટ (કા. પ્ર. ૨ વૃત્તિ) અસંદિગ્ધ રીતે જણાવે છે કે, કાવ્યમાં શબ્દ અને અર્થ ગૌણ બની જાય છે; કારણ કે, કાવ્યના સર્જનવ્યાપારના કેન્દ્રમાં કાવ્યના અંગી રસની જમાવટ રહેલી હોય છે. તેથી શબ્દ અને અર્થ તેના અંગરૂપ બની જાય છે. આને કારણે જ વેદનાં પ્રભુસમ્મિત વચનો અને ઇતિહાસપુરાણનાં મિત્રસમિત વચનોથી કાવ્યનું સર્જન જુદું પડે છે. “ધ્વન્યાલોક'(૧.૧૩)માં આનંદવર્ધન પોતે જ, ફોડ પાડીને કહે છે કે, “ધ્વનિકાવ્યમાં, વાચ્ય અર્થ તેમજ વાચક શબ્દો બને ગૌણ બનીને મહાન કવિઓની વાણીમાં વિલસી રહેતો મધુર અને સુંદર અર્થ અભિવ્યંજિત કરે છે. આ બાબતમાં હેમચન્દ્રાચાર્યનું મંતવ્ય ૬૦૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy