________________
નથી; કે, જેમ વરસાદ એ શબ્દ, વરસાદ એવો અર્થ આપે છે કે વરસાદનું સંકેતચિહ્ન બને છે તે રીતે, કવિના શબ્દો અર્થ આપતા નથી. પણ, જે રીતે કાળાં વાદળો, વરસાદનાં ચિહ્નો છે અથવા વરસાદનો અર્થ આપે છે; અથવા જે રીતે ભવાં ચઢાવવાં એ એકાગ્રતા અથવા અસંમતિ કે અણગમાનું ચિહ્ન છે (એ રીતે કવિના શબ્દો સૂચવે છે) કોઈ પણ રીતે જુઓ, ભાષાકીય ઉદ્ગારમાં હંમેશાં કોઈ હેતુ, કાર્ય, મુદ્દો, પ્રયોજન કે આશય-ઉદેશ રહેલો હોય છે જ અને એ ઉદારમાં રહેલો આ ઉદેશ કે હેતુ એ, એ ભાષાકીય ઉદ્ગાર જે કહે છે તેનો હિસ્સો નથી. આ રીતે અર્થ એટલે વૈચારિક સામગ્રી અને અર્થ એટલે પ્રયોજન, ઉદ્દેશ કે મુદ્દો - આ બે પ્રકારના અર્થ ભિન્ન છે.
ધ્વનિસિદ્ધાન્ત સાથેનો શ્રી હેમચન્દ્રાચાર્યનો સૈદ્ધાન્તિક સંબંધ નિઃસંશય છે. સાહિત્યશાસ્ત્રના કેન્દ્રવર્તી સિદ્ધાન્તની દૃષ્ટિએ, શ્રી હેમન્દ્રાચાર્ય, આનંદવર્ધન તેમજ અભિનવગુપ્તને સંપૂર્ણપણે અનુસરે છે. અને આ બન્ને આચાર્યોનો સ્પષ્ટ મત છે કે, ભાષાકીય ઉદ્દગારનાં પ્રયોજનનો પૂરેપૂરો ખુલાસો જેનો ભાષાના મુખ્ય વૈચારિક સામગ્રી સાથે સંબંધ છે તે ભાષાના નિર્દેશાત્મક કે સંકેતમૂલક વ્યાપારથી થતો નથી; કે નથી થતો ભાષાના અમુખ્ય કે લાક્ષણિક વ્યાપારથી; અથવા, મમ્મટ સ્પષ્ટ સમજાવે છે તેમ (કા. પ્ર. ૨.૧૮ ઇ. અને ૨૩), ભાષાના લાક્ષણિક અર્થથી નથી થતો. ભાષાકીય ઉદ્ગારનું પ્રયોજન તો હંમેશાં વ્યંગ્ય હોય છે અને તે જ બધા અર્થોનો અર્થ છે જે કાવ્યનો પ્રધાન અર્થ છે.
હેમચન્દ્રાચાર્ય સાહિત્યશાસ્ત્રના નવીન પંથના આચાર્ય છે અને તેથી તેઓ જાણે છે કે કવિ, કાવ્યના માધ્યમ તરીકે, વ્યાકરણની દષ્ટિએ શુદ્ધ ભાષા ખપમાં લે છે; છતાં, એ ભાષાનો ઉપયોગ કરવામાં, કવિનો ઉદ્દેશ ભાષાના વાચ્યાર્થનો કે સંકેતિક અર્થનો કે ભાષાના લક્ષ્યાર્થનો બોધ કરાવવાનો હોતો નથી; પરંતુ જુદા જુદા રસોને અભિવ્યંજિત કરવાનો જ કવિનો હેતુ હોય છે. અને કાવ્યની ભાષાનો આ ઉદ્દેશ જ, તેને, બીજા ભાષાકીય ઉદ્દ્ગારોથી અલગ પાડી દે છે. કેમ કે, કાવ્યતર ભાષાકીય ઉદ્દ્ગારોનું સ્વરૂપ ઉપયોગલક્ષી હોય છે. પૉલ વાલેરી કહે છે તેમ ‘‘કવિની ભાષાનું સ્વરૂપ જ વિલક્ષણ છે - એમાંના શબ્દો, રોજિંદા વ્યવહારના શબ્દો રહેતા જ નથી. એ શબ્દો હવે, હંમેશના સંબંધોથી જોડાતા નથી. એકી સાથે પ્રવૃત્ત થતાં અને સમાન મહત્ત્વનાં બે મૂલ્યોથી કવિના શબ્દો ભરેલા હોય છે : એક તો એમનો ધ્વનિવૈભવ; અને બીજું એમનો તત્કાળ વરતાતો ચેતનાત્મક પ્રભાવ.... કોઈ સાન્ત વિચાર કે વિષયની બીજા કોઈને જાણ
૬૦૮