________________
પણ આ “વ્યાકરણશુદ્ધ ભાષા'નું બીજું એક પાસું છે જે, જ્યારે એ વિચારની જુદી જુદી તરાહો અને રૂપો રજૂ કરે છે ત્યારે, લાક્ષણિક (metaphoric) સ્વરૂપ ધારણ કરે છે. અને, જાણીતા અંગ્રેજી વિવેચક આઈ. એ. રિચાર્ઝના શબ્દોમાં “વિચારપ્રક્રિયા મૂળભૂત રીતે લાક્ષણિક (metaphoric) હોય છે. કોઈ વસ્તુ વિશે વિચારવું એટલે એને કોઈકના જેવી વસ્તુ તરીકે ગ્રહણ કરવી... અને એ “જેવી” શબ્દ, ઉપમા, સરખામણી, કે સમાતંર વસ્તુનો ખ્યાલ લઈને આવે છે. આ ભાષાની લાક્ષણિક (metaphoric) મથામણ છે, જેના વડે જ, આપણું મન પદાર્થોને ગ્રહણ કરે છે.”૧૪૮
સાહિત્યવિવેચકો, ભાષાશાસ્ત્રીઓ, મનોવિજ્ઞાનીઓ અને દાર્શનિકો, બધા જ ભાષા વિશે શાસ્ત્રીય વિચારણા કરતા રહ્યા છે અને એ બધા ભારપૂર્વક જણાવે છે કે, ભાષા એ કેવળ વિચાર-પ્રત્યાયનું કે માન્યતાઓ દર્શાવવાનું સાધન નથી. આ બધા વિચારકોએ વધારે સક્ષમ અર્થસિદ્ધાન્ત(Semiotic) પણ રજૂ કર્યો છે. એડવર્ડ સેપિરની માફક, આ વિચારકો “ભાષાના સાંકેતિક, નિર્દેશાત્મક પાસા કે કાર્યની વિરુદ્ધ ભાષાના ભાવાત્કમ પાસા કે કાર્ય” પર ભાર મૂકે છે. ઓગડન અને રિચાર્ઝ એ બે વિદ્વાનોએ, સયુક્ત સંશોધન કરીને, ભાષાનો સિદ્ધાન્ત રજૂ કર્યો છે અને, અર્થોનાં સામાન્ય મથાળાં નીંચે, એ સિદ્ધાન્ત રજૂ કર્યો છે : ૧. વૈજ્ઞાનિ, વર્ણનાત્મક, પ્રતિનિધાત્મક, નિર્દેશાત્મક, સંકેતાત્મક અને જ્ઞાનાત્મક અર્થ કે ઉપયોગ; (૨) ભાવાત્મક, અભિવ્યંજનાત્મક, બિન-જ્ઞાનાત્મક વગેરે પ્રકારનો અર્થ કે ઉપયોગ. અને કાવ્યની, નીતિશાસ્ત્રની, અધ્યાત્મશાસ્ત્રની તથા ધાર્મિક વાણીનો સમાવેશ, ભાવાત્મક ભાષામાં અથવા ભાષાના ઉપરોક્ત બીજા પ્રકારના અર્થ કે ઉપયોગની અંદર કરવામાં આવ્યો છે. કારણ, આપણે જાણીએ છીએ તેમ, ભાષાકીય ઉગારોમાં, શ્રોતા કે પાઠકે, કલ્પનાની મદદથી, સમુચિત સંદર્ભની તથા અવાજના જે વિશિષ્ટ લહેકાઓ વડે એ ઉગાર પ્રગટ થાય છે, તેની પૂર્તિ કરવી પડે છે. કાવ્યની બાબતમાં આ વસ્તુ વધારે ઉત્કટ રીતે થાય છે કેમ કે, શબ્દો તેમના કોશગત અર્થ મુજબ જે સૂચના આપી શકતા નથી તેવી સૂચના મહાકવિઓના શબ્દો દર્શાવી શકે છે – બલકે, ખરેખર દર્શાવે જ છે. ભાષાના ઉપયોગમાં કવિએ પ્રાપ્ત કરેલી દક્ષતા લીધે તથા કાવ્યની માધ્યમભૂત ભાષાને વધુમાં વધુ ઉત્તમ ઉપયોગ કરવાની કવિની આવડતને કારણે, આ શક્ય બને છે. આને પરિણામે કવિની વાણી, પ્રતીકો(સિમ્બૉલ્સ) તરીકે નહીં પણ નિશાની (સિગ્નલ) તરીકે કાર્ય કરે છે; કવિના શબ્દો સંકેત ચિહ્નો(Signs)
૬૦૭