________________
હેમચન્દ્રાચાર્યનો સાહિત્યસિદ્ધાન્ત
સાહિત્યનું વ્યાવર્તક લક્ષણ
“કાવ્યાનુશાસન'ની શરૂઆતમાં જ લલિત સાહિત્યના ભેદક તત્ત્વને સ્પર્શ કરીને શ્રી હેમચન્દ્રાચાર્યે, અર્થપૂર્ણ રીતે, પોતાને અભિમત સાહિત્યસિદ્ધાન્તની ઝલક આપી દીધી છે. સ્વરચિત “શબ્દાનુશાસન” અને “કાવ્યાનુશાસન એ બે ગ્રંથો વચ્ચેના પારસ્પરિક ગાઢ સંબંધનું વિવેચન કરતાં શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે. કે, “શબ્દાનુશાસન' ગ્રંથમાં, ભાષાના, “વ્યાકરણશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે; જ્યારે, પાછળથી રચાયેલા “કાવ્યાનુશાસન' ગ્રંથમાં, “શુદ્ધ ભાષાના કાવ્યાત્મક કે સર્જનાત્મક સ્વરૂપનું વિવેચન કરવામાં આવ્યું છે. અહીં શ્રી હેમચન્દ્રાચાર્યે દર્શાવેલાં ભાષાનાં બે સ્વરૂપો - શુદ્ધ ભાષા કે રોજિંદા વપરાશની તથા શાસ્ત્રોમાં પ્રયોજાતી ભાષા અને કાવ્યની ભાષા(કવેર્ભરતી) - વચ્ચેનો ભેદ, સાહિત્યશાસ્ત્ર તથા સૌંદર્યશાસ્ત્રની દષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે એ સમજતાં આપણને વાર લાગતી નથી. ભાષાનું દૈત
હેમચન્દ્રાચાર્યે પ્રથમ દર્શાવેલી “વ્યાકરણ શુદ્ધ ભાષામાં ભાષાનું સ્વરૂપગત સંપૂર્ણતાનું પાસું સમાયેલું છે અને એનો સંબંધ, શબ્દ અને વસ્તુજ્ઞાન કે આકલન વચ્ચે જે જોડાણ છે, તેની સાથે છે. આ ભાષા-સ્વરૂપ, સામાજિક વિચારપ્રત્યાયનનો હેતુ પાર પાડવાનું સંપૂર્ણ સક્ષમ માધ્યમ બની રહે છે. વસ્તુઓ કે પદાર્થો વિશેના ખ્યાલો કે વિભાવનાઓ આ ભાષા દ્વારા બરાબર વ્યક્ત થાય છે અને એ ભાષાના શબ્દો, અનેક પદાર્થો અને વિચારોને સંકેતિ કરવાની કે દર્શાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે. આ જ ભાષાનું શાબ્દિક કે સંકેતમૂલક નિર્દેશાત્મક પાસું છે જેની મદદથી વિજ્ઞાનીઓ તથા શાસ્ત્રકર્તાઓ, આ જગત વિશેના એમના વિચારો જણાવે છે.
૬૦૬