SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ તથા શબ્દવૈચિત્ર્ય, અર્થવચિત્ર તથા ઉભયચિત્ર અંગેની વૃત્તિ આવી જાય છે(પૃ. ૪૫૫-૪૬૦). અહીં નોંધયોગ્ય રસપ્રદ વાત એ છે કે, શબ્દચિત્ર, અર્થવૈચિત્ર્ય તેમજ ઉભયવૈચિત્ર્ય એ દરેક શીર્ષક હેઠળ, હેમચન્દ્રાચાર્યે, ભોજના પ્રબંધગુણોને, પ્રબંધાલંકારો સાથે જોડી દીધા છે. આમ, હેમચન્દ્રાચાર્ય, પહેલાં ચાર ગુણો રજૂ કરે છે અને પછી અલંકારો રજુ કરે છે. એવી જ રીતે, અર્થવૈચિત્ર્ય હેઠળ, તેઓ ચાર ગુણો ટાંકે છે અને પછી અલંકારો રજૂ કરે છે. છેલ્લે, ઉભયવૈચિત્ર હેઠળ. ચાર ગુણો રજૂ કરી, અલંકારો આપે છે. પછી, કેટલાક દુર્લભ ગ્રંથોના નામો આપે છે. જેમ પ્રબંધના ગુણો અને અલંકારોને કાવ્યાનુશાસન'ના મૂળ ગ્રંથમાં જોડી દેવામાં આવ્યા છે તેમજ 'વિવેકવ્યાખ્યામાં આ બધા ગુણાં તથા અલંકારોનું વિવરણ પણ એકબીજામાં ભેળવી દેવામાં આવ્યું છે. આ કારણથી, હેમચન્દ્રાચાર્યની રજૂઆત ખૂબ જ કુશળતાપૂર્ણ અને નોંધપાત્ર ગણી શકાય. જો કે, નવાં નામો આપીને રજૂ કરેલી બધી જ બાબતો “મહાકાવ્ય'ની દંડીએ(કાવ્યાદર્શ ૧.૧૪-૧૯) આપેલી વ્યાખ્યામાં સમાવિષ્ટ છે અને દંડીના નિરૂપણમાં ભોજના પ્રબન્ધગુણો અને પ્રબન્ધાલંકારો આવી જાય છે. ભામહે(૧.ર૦) મહાકાવ્યમાં પાંચ સંધિઓ જરૂરી માની છે એટલે એ બાબતમાં ભોજ તથા હેમચન્દ્રાચાર્ય ભામહને અનુસરે છે. ઠંડીએ “સુસિિભઃ (૧.૧૮) કહ્યું છે તેને ભોજ ગુણ ગણે છે; પણ હેમચન્દ્રાચાર્ય એનો “સત્સન્ધિ' એ શબ્દ વડે, મહાકાવ્યની વ્યાખ્યામાં સમાવેશ કરે છે. “સુસંધિ' એટલે, એક સર્ગનું બીજા સર્ગ સાથે ગાઢ જોડાણ. નાયકનો ઉત્કર્ષ બતાવવાના બે માર્ગ પણ દંડીએ દર્શાવેલા છે. (કાવ્યાદર્શ ૧.૨૧-૨૨; વિવેક, પૃ. ૪૬ ૧). ૬૦૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy