SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ “મહાકાવ્ય'ની નોંધપાત્ર વ્યાખ્યા હેમચન્દ્રાચાર્યની મહાકાવ્ય'ની વિભાવના નોંધપાત્ર છે; કેમ કે, એ માત્ર સંસ્કૃત ભાષા પૂરતી જ મર્યાદિત નથી; પરંતુ, એ પ્રાકૃત ભાષા અને તેનાં વિવિધ સ્વરૂપો ઉપરાંત લોકભાષાઓ કે લોકબોલીઓને પણ આવરી લે છે. વળી, હેમચન્દ્રાચાર્ય, ‘પંચસંધિને મહાકાવ્યનું અનિવાર્ય લક્ષણ માને છે. બાકીની બાબતોમાં એમનું મહાકાવ્ય', પરંપરાગત “મહાકાવ્ય' જેવું જ છે. છઠ્ઠા સુત્ર(૮.૮)ની વૃત્તિમાં હેમચન્દ્રાચાર્ય મહાકાવ્ય'ના સર્જનમાં આવશ્યક અનેક બાબતોનો નિર્દેશ કર્યો છે. દંડીએ “કાવ્યાદર્શ' (૧.૧૫-૧૯)માં આપેલા ઘણાં મહત્ત્વનાં લક્ષણો એમાં જોવા મળે છે. ભોજરાજે પણ ઠંડીનું પૂરેપૂરું અનુસરણ કર્યું છે(શે. પ્ર. પૃ. ૬૨૭). ભોજ એને “સબન્ધ” કહે છે; જેમ કે, ભર્તુમઠકૃત ‘હયગ્રીવધ'. હેમચન્દ્રાચાર્યે શબ્દવૈચિત્ર્ય, અર્થવેચિસ્ય તથા ઉભયચિત્ર એ શીર્ષક હેઠળ “મહાકાવ્યનાં કેટલાંક લક્ષણો નિરૂપ્યાં છે. આ બધાં ઠંડીના કાવ્યાદર્શ' (૧.૧૪, ૧૮ ઇ.)માં જોવા મળે છે. ડૉ. રાઘવન કહે છે કે, કેટલાક સંદર્ભોમાં અને કેટલીક બાબતોમાં હેમચન્દ્રાચાર્ય ભોજને અનુસરે છે. “શ્રવ્યકાવ્ય'ના નિરૂપણની બાબત એ આવો જ એક સંદર્ભ છે. આ અંગે ડૉ. રાઘવન લખે છે – કાવ્યનુશાસન'ના આઠમા અધ્યાયમાં રજૂ થયેલું, અધ્યાયના અંત સુધી વ્યાપેલું, ‘શ્રવ્યકાવ્યનું નિરૂપણ,૧૬૫ ભોજરાજના “શૃંગારપ્રકાશ'ના અગિયારમાં તેમજ બારમા “પ્રકાશ' (ભા-૨)માં આવતા પ્રબંધગુણો તથા પ્રબંધાલંકારોના વિભાગ પર તથા “અવ્યકાવ્યની ભોજરાજે આપેલી વ્યાખ્યાઓ તથા ઉદાહરણો પર સંપૂર્ણપણે આધારિત છે. ખાસ કરીને, હેમચન્દ્રાચાર્યે જે શબ્દવૈચિત્ર્ય, અર્થવૈચિત્ર્ય અને ઉભયવૈચિત્ર્યના વિષયો આપ્યા છે તે ભોજના પ્રબંધ વિષયક શબ્દ, અર્થ તથા શબ્દાર્થ ઊભયગત ગુણો તેમજ અલંકારો જ છે અને આ વિષય અંગે વિવેક વ્યાખ્યામાં રજૂ થયેલી સામગ્રી પણ ભોજના “શૃંગારપ્રકાશમાંથી ઉદ્ધત થયેલી છે. હેમચન્દ્રાચાર્ય જે દુર્લભ અને લુપ્ત થયેલા ગ્રંથોનો ‘વિવેક'માં ઉલ્લેખ કર્યો છે અને જુદા જુદા કાવ્યભેદોની જે વ્યાખ્યા આપી છે તે સર્વ ભોજના શૃંગારપ્રકાશ” (પૃ. ૭૦૯)માં મળે છે.”(વિવેક પૃ. ૪૫૫-૪૬૬). હેમચન્દ્રાચાર્યની સંયોજનપદ્ધતિ ભોજે પ્રબંધાલંકારો ત્રણ વિભાગોમાં રજૂ કર્યા છે. આ સમગ્ર ખંડ હેમચન્દ્રાચાર્ય ઉત કર્યો છે. એમાં હેમચન્દ્રાચાર્યની મહાકાવ્યની વ્યાખ્યા(૮.૬) ૬૦૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy