SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે કોઈને કહે છે... તે સંસ્કૃત ભાષામાં રચાયેલી કૃતિ ‘આખ્યાયિકા’ કહેવાય છે; જેમ કે, (બાણ ભટ્ટ)નું ‘હર્ષચરિત’ (ગદ્યકાવ્ય).’ વૃત્તિમાં, ગદ્યની વ્યાખ્યા કરવા માટે, હેમચન્દ્રાચાર્ય દંડીના શબ્દો (‘અવાવ: પસંતાનો પદ્યમ્ ।'કાવ્યાદર્શ ૧.૨૩) પણ ટાંકે છે જેથી ગદ્યની ચોક્કસ અને આધારભૂત વ્યાખ્યા થઈ ાકે. ‘છંદોબદ્ધ ચરણ(પાદ) વિનાનો શબ્દસમૂહ તે ગદ્ય’’ એવો દંડીનો મત છે. આ ગદ્યસ્વરૂપ બે પ્રકારનું છે : ‘આખ્યાયિકા’ અને ‘કથા’. દંડી કહે છે કે જ્યારે ખરેખરી હકીકત કહેવાની હોય ત્યારે વ્યક્તિ પોતાના ગુણોનું વર્ણન કરે તેમાં દોષ નથી - સ્વળાવિયિાડોષો નાત્ર મૂતાર્થસિન: ॥ (કાવ્યાદર્શ ૧.૨૪). અહીં દંડીનું વક્તવ્ય, ભામહના ઉપરોક્ત મંતવ્ય(કા. અ. ૧.૨૬ થી ૧.૨૯)ના ખંડનરૂપ બની રહે છે એ સ્પષ્ટ છે. હેમચન્દ્રાચાર્યે ‘આખ્યાયિકા’ના નમૂના તરીકે બાણભટ્ટના ‘હર્ષચરિત’ નામક પ્રસિદ્ધ ગદ્યકાવ્યનો ઉલ્લેખ કર્યો છે અને એમની ‘આખ્યાયિકા’ની વ્યાખ્યા ‘હર્ષચરિત’ને બંધબેસતી થાય છે. કથાનો નાયક પોતે કથા કહેતો નથી અને તે ‘ધીરશાન્ત’ પ્રકારનો નાયક હોય છે. કથા, ગદ્યમાં કે પદ્યમાં હોય છે અને તે સંસ્કૃત, પ્રાકૃત, માગધી, શૌરસેની, પૈશાચી, અપ્રભ્રંશ વગેરે બધી ભાષા (સર્વનાવા) માં રચાય છે. આ કથાનાં મહત્ત્વનાં લક્ષણો છે. ‘આખ્યાયિકા’ સંસ્કૃતમાં જ અને ગદ્યમાં જ હોય છે; જ્યારે ‘કથા કોઈ પણ ભાષામાં, ગદ્યમાં કે પદ્યમાં, રચાયેલી હોય છે. હેમચન્દ્રાચાર્યે ‘આખ્યાયિકા’ તથા ‘કથા’નો સ્વરૂપભેદ જે રીતે સ્પષ્ટ કર્યો છે તે આમ નોંધપાત્ર બની રહે છે(કા. અ. શા. ૮.૭; ૮.૮). કથાનાં વિવિધ સ્વરૂપો એ નોંધપાત્ર છે કે, હેમચન્દ્રાચાર્યે, કથાના આખ્યાન, નિદર્શન, પ્રવહ્રિકા, મન્થલ્લિકા, મણિકુલ્યા, ખંડકથા, સકલકથા, ઉપકથા અને બૃહત્કથા જેવા વિવિધ પ્રકારોનો કથાના મુખ્ય સ્વરૂપોમાં જ સમાવેશ કર્યો છે. એટલે જ એમણે કથાના પેટાપ્રકારોની જુદી જુદી વ્યાખ્યાઓ આપી નથી. આથી, આ વિષય અંગે હેમચન્દ્રાચાર્ય કેટલા સ્પષ્ટ છે તે જણાઈ આવે છે. હેમચન્દ્રાચાર્યે ગદ્યસ્વરૂપના બે મુખ્ય પ્રકાર (‘આખ્યાયિકા’ તથા ‘કથા’) ‘કથા’ ઉપરાંત, બીજા દસ પેટા-પ્રકાર વર્ણવ્યા છે જે ભોજરાજના ચોવીસ પ્રકારની તુલનામાં મર્યાદિત પ્રકારો છે. આમ, હેમચન્દ્રાચાર્યની દૃષ્ટિએ ગદ્ય-પ્રકારો બાર છે. (૮.૮ની વૃત્તિ)૧૯૩ ૬૦૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy