________________
ઉમર્યા છે અને નવ ઉપરૂપકોની વ્યાખ્યા માટે અભિનવગુપ્તનાં અવતરણો(પ૯૬૯) રજૂ કર્યા છે. બીજી બે વ્યાખ્યાઓ(૬૮-૬૯) ભોજના “શૃંગારપ્રકાશમાં મળે છે. અને છેલ્લી વ્યાખ્યા અભિનવગુપ્ત ટાંકેલી, કોહલની મનાતી, રાગકાવ્ય'(કે કાવ્ય)ની વ્યાખ્યા છે. સાહિત્યદર્પણ' કાર વિશ્વનાથે પહેલી જ વાર અઢાર ઉપરૂપકો ગણાવ્યાં છે પણ, ઉપરૂપકોની વધુમાં વધુ સંખ્યા (વીસ) શારદાતનયના ‘ભાવપ્રકાશમાં મળે છે.
આમ, એક વસ્તુ સ્પષ્ટ છે કે ઉપરૂપકોની શરૂઆત ભરતમુનિએ કરી નથી. કદાચ કોહલે, લોકપ્રિય સ્વરૂપનાં આ ઉપરૂપકોને, પહેલી જ વાર શાસ્ત્રીય સ્વરૂપ આપ્યું છે. ‘દશરૂપકમાં ઉપરૂપકોનું નિરૂપણ નથી. એનું કારણ એ હોઈ શકે કે આ ઉપરૂપકો નૃત્યનાટિકા જેવાં છે અને રસ તેમાં પ્રધાનપણે નિરૂપાતો નથી, પણ નૃત્ય અને સંગીત જ એમાં પ્રવર્તે છે.
આ રીતે હેમચન્દ્રાચાર્યે પાહ્ય રૂપકોને ગેયરૂપકોથી અલગ પાડ્યાં છે. ધનિક અને શારદાનય ઉપરૂપકોને નૃત્ય-ભેદો જ માને છે. પણ આ નૃત્ય-રૂપકો, મુખ્ય રૂપકોની પૂર્વે શરૂ થયાં હોય એ બનવાજોગ છે. જો કે, ‘રાસક’, હલ્લીસક વગેરે રૂપકો નૃત્ય સ્વરૂપનાં છે એ ખરું; પણ “પ્રકરણિકા' વગેરે સ્વરૂપો નાટિકા, સટ્ટક અને બીજાં મુખ્ય રૂપકો જેવાં જ રૂપકો છે. એટલે આ બધા ગેય પ્રકારો માટે હેમચન્દ્રાચાર્યે ‘રૂપક' (યાન પhiળ) સંજ્ઞા પ્રયોજી છે તે તદન યોગ્ય છે.૧૧ “કથા' અને આખ્યાયિકા' વિશે હેમચન્દ્રાચાર્યનો મત
આખ્યાયિકાના વિવરણમાં હેમચન્દ્રાચાર્ય ભામહ અને ભોજની પરંપરાને અનુસરે છે; પણ એક નવીન સૂચન કરે છે કે, “આખ્યાયિકા'નો નાયક, “ધીરોદ્ધત’ હોય છે જયારે “કથા'નો નાયક, “ધીરશાન્ત હોય છે. ભામહે કહ્યું છે કે, “આખ્યાયિકા'માં નાયક પોતે જ પોતાની કથા કહે છે(૧.૨૬). પણ “કથા'માં કોઈ બીજ, નાયકનું ચરિત્ર વર્ણવે છે; કેમ કે, કોઈ અભિજાત(કુલીન) વ્યક્તિ, પોતે જ, પોતાના ગુણોનું વર્ણન શી રીતે કરે ? (૧.૨૯) ભામહના આ શબ્દોમાંથી હેમચન્દ્રાચાર્ય “આખ્યાયિકા' તથા “કથા'ના નાયકનો પ્રકૃતિભેદ તારવે છે અને તેમને અનુક્રમે “ધીરોદ્ધત્ત” તથા “ધીરશાન્ત' કહે છે.
સૂત્ર સાત(૮.૭)ની વૃત્તિમાં આ વાત સ્પષ્ટ થાય છે ; “ધીરપ્રશાન્ત', નાયકમાં ગાંભીર્યનો ગુણ પ્રબલ હોવાથી એ પોતાના ગુણોનું વર્ણન કરે તે સંભવિત નથી, એટલે જેમાં ધીરોદ્ધત નાયક પોતાનું સદાચારયુક્ત બની ચૂકેલું ચરિત્ર..મિત્ર
૬૦૨