________________
કેવળ રસના ભાવને નિરૂપતાં એમ બે પ્રકારે રૂપકોનું વર્ગીકરણ કર્યું છે એમ કહી શકાય. ‘પાડ્ય’ અને ‘ગેયરૂપકો
ગૌણ રૂપકોને હેમચન્દ્રાચાર્યે ગેય-રૂપકો કહ્યાં છે અને વિવેકમાં (પૃ. ૪૪૫) નોંધ્યું છે કે ગેય-કાવ્યના પ્રયોગ ત્રિવિધ હોય છે. ૧. મણ (મળ), ૨. ઉદ્ધત અને ૩. મિશ્ર. આગળ વિવેકમાં(પૃ.૪૪૭) એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે, “પાહ્યરૂપક અને ગેય રૂપકમાં ફેર શું છે ?” આ મુદ્દાનો ખુલાસો કરતું એક વાક્ય છે જેમાં ગેય-રૂપકના બે ચોક્કસ લક્ષણો દર્શાવ્યાં છે - ગીતાશ્રયત્વ અને ‘વાદ્યદે: પ્રયોગ'; અથવું ગેયરૂપકમાં ગીત અને સંગીત અવશ્ય હોય છે. આમ ગીત અને સંગીત-ગેય રૂપકનાં આવશ્યક તથા ભેદક લક્ષણો છે એટલે જ એ ગય-કાવ્ય ગણાય છે. ભાવાત્મક દૃશ્યપટો
અને ગીત તથા સંગીત. ઉપરૂપકો અથવા નૃત્ય નાટિકાઓના સ્વરૂપ સાથે સુસંગત છે; જે, ધનંજય કહે છે તેમ, ‘ભાવાશ્રિત છે(દા. રૂ. ૧.૯). એટલે કે ભાવાત્મક દૃશ્યપટો છે. પણ “વિવેકમાં(પૃ. ૪૪૭-૪૪૯) રજૂ થયેલી ચર્ચા બતાવે છે તેમ, કેટલાંક સ્વરૂપોમાં પાઠ, ગીત, વાદ્ય સંગીત અને નૃત્ય હોય છે અને કેટલાંક નૃત્તને મળતાં હોય છે જ(નૃત્ત) તાલ-લય-આશ્રિત’ છે(દ. રૂ. ૧.૯). અને, “ભરતમુનિએ વિભાવિત કરેલું પ્રાચીન ભારતીય નાટ્ય, સ્વભાવે નૃત્ય-નાટક છે, જેમાં સંગીત અને નૃત્યમય હિલચાલ હોય છે અને ઉપરૂપકોના પ્રકારો, નૃત્યનાટિકાના સ્વરૂપે બરાબર ખીલે છે; કેમ કે, એ પ્રકારોમાં સંગીત અને નૃત્યનું પ્રાધાન્ય હોય છે - ઘણાંખરાં ઉપરૂપકો તો ગીતો સાથેનાં નૃત્યો જ છે અને એમાં ગીતને જ ભાવસંદર્ભ અભિનય દ્વારા દર્શાવાય છે.? ઉપરૂપકોની સંખ્યા બદલાતી રહી છે
જુદા જુદા સમયે, જુદા જુદા ગ્રંથકારોએ ઉપરૂપકોની જુદી જુદી સંખ્યા દર્શાવી છે. અભિનવગુપ્ત નવ ઉપરૂપકોનો નિર્દેશ કર્યો છે. ધનિક સાત ઉપરૂપકો ગણાવે છે. ભોજરાજ બાર ઉપરૂપકો માન્ય રાખે છે. હેમચંદ્રાચાર્ય બાર ઉપરૂપકો ગણાવે છે પણ યાદીને અંતે “આદિ'(વગેરે) શબ્દ વાપરે છે. એટલે એમની દૃષ્ટિએ ઉપરૂપકોની યાદી ચુસ્ત નથી. વળી, અભિનવગુપ્તની યાદીમાં હેમચન્દ્રાચાર્યું. શ્રીગદિત, ‘(રાગ) કાવ્ય અને ગોષ્ઠી” એ ત્રણ ઉપરૂપકો
૬૦૧