SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે. નાયક “નાટકમાંથી લેવામાં આવે છે, જે રાજા હોય છે અને નાટિકાનો પ્રધાન રસ શૃંગાર હોય છે. હેમચન્દ્રાચાર્ય નાટ્યશાસ્ત્રને સંપૂર્ણપણે અનુસરે છે; કારણ કે, પહેલાં અગિયાર મુખ્ય રૂપકોની વ્યાખ્યાઓ તેઓ “નાટ્યશાસ્ત્રમાંથી શબ્દશઃ ટાંકે છે અને એ અગિયાર રૂપકો વિશે એક પણ શબ્દ ઉમરેતા નથી. હેમચન્દ્રાચાર્યે નોંધેલો રૂપકનો બારમો પ્રકાર “સટ્ટક - ભોજરાજના “શૃંગારપ્રકાશમાંથી લીધેલો છે. જો કે બીજા ગ્રંથકારો દસ રૂપકો ઉપરાંત બે વધારાના રૂપકપ્રકારો તરીકે “નાટિકા' અને “પ્રકરણી’નો નિર્દેશ કરે છે. અભિનવગુપ્તના મતે, નાટિકા', ‘તોટક', “રાસક' “પ્રકરણિકા' વગેરે મુખ્ય દસ રૂપકોનો અવાન્તરપ્રપંચ(પેટા-ભેદ) છે. પણ “નાટિકા', નાટકને વધારે મળતી હતી; જ્યારે ‘પ્રકરણી', પ્રકરણને વધારે મળતી હતી એ સ્પષ્ટ છે. સટ્ટકની વ્યાખ્યા આપતો પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ છે. ભોજરાજનો “શૃંગારપ્રકાશ.” અભિનવગુપ્ત “સટ્ટક'નો ઉલ્લેખ કરે છે અને પ્રાકૃત ભાષામાં રચાયેલા “કપૂરમંજરી' નામના રૂપકને ‘સટ્ટકનો નમૂનો ગણે છે. અભિનવગુપ્ત કહે છે કે, “પ્રાકૃત ભાષા શૃંગારરસમાં અત્યંત ઉપયુક્ત છે તેથી રાજશેખરે, કપૂરમંજરી' નામનું સટ્ટક એ જ ભાષામાં રચ્યું છે.” હેમચન્દ્રાચાર્ય વિવાદ ટાળે છે ‘સટ્ટક' વિશે, ગ્રંથકાર, ભોજરાજની ‘અપ્રાકૃતસંસ્કૃતયા' એવી વ્યાખ્યા ટાંકે છે. આ વ્યાખ્યા, “સટ્ટક માત્ર પ્રાકૃતમાં જ હોય છે એવા પ્રચલિત ખ્યાલથી વિરુદ્ધ છે. ભોજના શબ્દોનો એવો અર્થ થઈ શકે છે કે, “સટ્ટક નથી તો સંસ્કૃતમાં હોતું કે નથી હોતું સાહિત્યિક પ્રાકૃતમાં. પણ ડૉ. રાઘવન ભોજની વ્યાખ્યાને આ પ્રમાણે સુધારે છે : “ગપ્રતિ-(પ્રતિયા)સંતા . પણ પ્રાકૃતમાં તો સદ્દકીને “સટ્ટય’ કહ્યું છે અને “સાડક’ એવું પણ રૂપ જોવા મળે છે. ઉપરાંત, નાટ્યદર્પણ'માં એને “સાટક' કહ્યું છે; જ્યારે ટીકાકાર વાદિજંઘાલ એને સરિકા' કહે છે. પણ પણ હેમચન્દ્રાચાર્ય વિવાદમાં પડતા નથી અને ‘વૃત્તિમાં ભોજરાજની “આર્યા રજૂ કરીને, વિવેક' (પૃ. ૪૪૫)માં નોંધે છે કે, “નાટિકાની જેમ “સટ્ટક'માં પણ પ્રેમકથા ઉત્પાદ્યા(વિકલ્પિત) હોય છે. આમ, ધનંજય, ધનિક તથા ભોજરાજની જેમ હેમચન્દ્રાચાર્યે પણ પૂરેપૂરી કથા તથા, બીજા અંગરૂપ રસો સાથે, એક, સંપૂર્ણ પ્રધાન રસને નિરૂપતાં તથા ૬૦૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy