________________
ડિૉ. વિ. રાઘવને, આ વિષયનું અધ્યયન કર્યા પછી, સમગ્ર બાબતને આ રીતે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે -
દશરૂપકના કર્તા ધનંજયના મતે રસપ્રતીતિ, તાત્પર્ય નામની શક્તિથી થાય છે અને આ રીતે પ્રતીત થયેલો રસ, જે આખા વાક્યનો અર્થ છે અને જે વાક્યના ઘટક શબ્દોના અર્થો કે પદાર્થોદ્વારા પ્રાપ્ત થાય છે તે વાક્યર્થ જેવો જ છે અને એ પદાર્થો વિભાવરૂપ છે(દ. રૂ. ૪, પૃ. ૧૨૦). આમ, તાત્પર્યવાદીઓમુખ્યત્વે ‘દશરૂપક કાર ધનંજય અને “અવલોક કાર ધનિક-એ જ મુખ્ય રૂપકો અને ગૌણ રૂપકોનો ભેદ કરવા માટે (‘વાક્યાથભિનયસ્વભાવ અને પદાર્થભિનયસ્વભાવ'એ) નવી સંજ્ઞાઓ દાખલ કરી છે. એટલે, વાક્યાત્થભિનય અને પદાર્થભિનય” એ બે શબ્દગુચ્છો, અભિનવગુપ્ત જેના પ્રતિનિધિ છે એ કાશ્મીરી પરંપરામાં જન્મેલાં શબ્દગુચ્છો નથી.'
અભિનય રૂપકોના હેમચન્દ્રાચાર્ય બે ભેદ પાડે છે. “દશરૂપક' અને “અવલોક'નાં૧૮ઉપરોક્ત બે શબ્દગુચ્છો લઈને, હેમચન્દ્રાચાર્ય, ભોજરાજની જેમ જ, રૂપકો અને ગેયરૂપકોના અભિનય કે પ્રેક્ષ્ય સાહિત્યપ્રકારોનો ભેદ અસરકારક રીતે દર્શાવે છે.૧૮૫ પણ ધનંજયથી જુદા પડીને, પરંતુ ભોજની માફક, હેમચન્દ્રાચાર્ય, દસ રૂપકોમાં, “નાટિકા' તેમજ “સટ્ટક એ બે પ્રકારો ઉમેરી દે છે અને એમ. બાર પ્રકારનાં રસાશ્રિત રૂપકો ગણાવે છે. ભોજના આ પગલાંને ડૉ. વિ. રાઘવન આવકારે છે અને કહે છે કે, “આ બે પ્રકારો-(‘નાટિકા' અને સટ્ટક') પણ, ખરેખર, રસાશ્રિત સ્વરૂપો છે અને તેમને મુખ્ય રૂપકોમાં સમાવેશ કરવો જરૂરી છે. કેમ કે, “ભાણ” જેવો એકપાત્રી રૂપક-પ્રકાર છે જેને “નાટ્ય' કે રૂપક કે રસાશ્રિત સ્વરૂપમાં સ્થાન આપ્યું છે તેના કરતાં તો ‘નાટિકા અને સટ્ટક રૂપક તરીકે વધારે પરિપૂર્ણ છે.”૧૮
આમ હમચન્દ્રાચાર્યનાં બાર મુખ્ય રૂપકો શાસ્ત્રીય રીતે માન્ય કરે છે. નાટિકા' અને “સટ્ટક'નો તફાવત
નાટ્યશાસ્ત્ર' (૨૦.૬૦-૬૩, ચૌખમ્બા) અનુસાર “નાટિકા'નું સ્વરૂપ, નાટક” તથા “પ્રકરણ'ના યોગ(મિશ્રણ)થી બનેલું છે. આ બાબતમાં ધનંજય (દ. રૂ. ૩.૪૩) “નાટ્યશાસ્ત્ર'ને જ અનુસરે છે; કેમ કે, ધનંજય નાટિકાને સંકીર્ણ (મિશ્રિત) સ્વરૂપ ગણે છે. એટલે કે, નાટિકાનું કથાવસ્તુ “પ્રકરણ'માંથી લવામાં આવે છે અર્થાત્ એનું વસ્તુ કવિવિકલ્પિત હોય છે; પણ નાટિકાનો
૫૯૯