SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એમણે અગિયાર રૂપકપ્રકારોની વ્યાખ્યા આપી છે - નાટક અને ‘પ્રકરણ પછી ભરતમુનિ નાટિકાની ચર્ચા કરે છે(૨૦.૬૮-૬ ૩). અભિનવગુપ્ત કહે છે કે, દસ રૂપકોમાં નાટિકાનો સમાવેશ એટલા માટે કરવામાં આવ્યો છે કે, ‘નાટિકા', નાટક તથા પ્રકરણ’ પર આધારિત રૂપક પ્રકાર છે. ભરતમુનિએ પણ બન્નેના યોગ(મિશ્રણ)ની વાત કરી છે(૨૦.૬૦). કોહલે ઉપરૂપકોને શાસ્ત્રીય સ્વરૂપ આપ્યું છે. એમ લાગે છે કે, ભરતમુનિ પછી થઈ ગયેલા નાટ્યશાસ્ત્રના બીજા નિષ્ણાત આચાર્ય કહલે ઉપરૂપકોને શાસ્ત્રીય સ્વરૂપ આપ્યું છે(ના. શા. ૩૬.૬૫, ચૌખમ્બા). ભરતમુનિ દસ રૂપકો તથા નાટિકા વિશે જ વિવરણ કરે છે પણ કોહલ ગૌણ રૂપકો, નવા પ્રકારનાં રૂપકો તથા અન્ય અભિનય સ્વરૂપોનું પદ્ધતિસર નિરૂપણ કરે છે. વાત્સ્યાયને, “કામશાસ્ત્ર' ગ્રંથમાં, કેટલાંક ઉપરૂપકોનો ઉલ્લેખ કર્યો છે; જેમ કે, “હલ્લીસક” અને “નાટ્યરાસક. . ભામહ, દંડી અને અભિનવગુપ્ત પણ અભિનવગુપ્ત પહેલી જ વાર, ગૌણ અભિનય-પ્રકારો કે રૂપકોનું વિવરણ કર્યું છે(“અભિનવભારતી' અ.૪). ‘તદુક્ત ચિરંતનૈઃ' એમ કહીને અભિનવગુપ્ત, કેટલાંક ઉપરૂપકોની વ્યાખ્યા કરતા અનુભ શ્લોકો રજૂ કરે છે. કાવ્યાનુશાસન'માં આ જ શ્લોકો, એ જ ટિપ્પણ સાથે, બાર ગેય-રૂપકો(૮.૭)ના અનુસંધાનમાં ટાંકેલા જોવા મળે છે. ભામહે “કાવ્યાલંકાર'(૧.૨૪)માં નાટક તથા દ્વિપદી, શમ્યા, રાસક, સ્કંધક (નૃત્ય-પ્રકાર) વગેરે ચાર અભિનેય પ્રકારોને નિર્દેશ કર્યો છે અને ઉમેર્યું છે કે બીજા ગ્રંથકારોએ એમનો વિસ્તાર-(પ્રકાર) સમજાવ્યો છે. દંડીએ પોતાના “કાવ્યાદર્શ'માં લાસ્ય, છલિત, શંપા કે સમ્યા વગેરે પ્રેક્ષાર્થ(દશ્ય કે પ્રેક્ષ્ય) પ્રકારનો નિર્દેશ કર્યો છે. ધનંજય અને ધનિક ધનંજય રસાશ્રિત નાટ્યને ભાવાશ્રિત નૃત્યથી જુદું ગણે છે અને કહે છે કે, રૂપક(નાટ્ય) વાક્યર્થાભિનયરૂપ છે; જયારે નૃત્ત, પદાર્થભિનયસ્વરૂપ છે. આ ભેદને, આ જ કારણોસર, ધનિક માન્ય રાખે છે. ધનંજય તથા ધનિકે નાટ્ય અને નૃત્ય એ બેની વિભાવના જે રીતે સ્પષ્ટ કરી છે તે બતાવે છે કે નૃત્ય પ્રકારો કરતાં રૂપક-પ્રકારનું ક્ષેત્ર મોટું છે. પ૯૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy