SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ આમ અભિનેતા અને અનભિનંયતા અથવા પ્રયોગ અને વર્ણન એ બે ભિન્ન પદ્ધતિઓને કારણે દૃશ્ય(પ્રેક્ષ્ય) કાવ્ય અને શ્રવ્ય કાવ્ય જુદાં પડી જાય છે અને આ જ બન્ને સ્વરૂપાના વર્ગીકરણના તાત્ત્વિક આધાર છે. અન્યથા, પ્રયોગયોગ્ય નાટક અને પઠન-શ્રવણયોગ્ય કાવ્ય, બન્ને, કાવ્ય છે, કવિનું કામ છે, જેનું ભટ્ટતતના, હેમચન્દ્રાચાર્ય રજૂ કરેલા શબ્દોમાં (અવતરણ-૪૬, વૃત્તિ) ખૂબ જ ઊંચું મૂલ્ય આંકવામાં આવ્યું છે. ભોજરાજ પણ કહે છે કે, નાટક ભજવનાર નટ કરતાં, નાટક રચનાર કવિ વધારે મોટો છે - કવીને વહુનામહે. રૂપકના બે ભેદ : ભેદનું નિર્ણાયક તત્ત્વ હેમચન્દ્રાચાર્યે અર્થપૂર્ણ રીતે, ૧. “વાક્યાથભિનયરૂપી દશરૂપક અથવા નાટકો અને ૨. ‘પદાથભિનય રૂપ ગેય-રૂપકો એમ પ્રેક્ષ્ય કાવ્યના બે ભેદ કર્યા છે. અહીં વાક્યાથભિનયથી રસનો નિર્દેશ થયો છે એ નોંધવું જરૂરી છે. રૂપક સ્વભાવથી જ રસાશ્રિત હોય છે. ધનંજયે દશરૂપક(૧.૭)માં સ્પષ્ટ કહ્યું છે કે, શપૈવ રસાશ્રયમ્ | અર્થાત્ સો પર આશ્રિત આ નાટ્ય દસ જ પ્રકારનું હોય છે. નાટ્ય, રૂપ તથા રૂપક એ ત્રણેય શબ્દો એક જ અર્થમાં વપરાય છે. પણ ‘પદાથભિનયથી ગેય-રૂપકોના નૃત્યાત્મક સ્વરૂપનો નિર્દેશ થાય છે. ધનંજયે પદાર્થભિનય’ એ શબ્દપ્રયોગ નૃત્યના સંબંધમાં કર્યો છે(દ. રૂ. ૧.૯). આ ઉપરાંત ધનંજયે સ્પષ્ટતા કરી છે કે નાટ્ય અથવા રૂપક રસાશ્રિત (રસાશ્રય) છે; જયારે નૃત્ય, ભાવાશ્રિત(“ભાવાશ્રય') છે અને એ નૃત્ય, નાટકાદિને ઉપકારક છે(દ. રૂ. ૧.૯, ૧૦). ‘પ્રતાપદ્રીય'માં પણ કહ્યું છે કે, નૃત્ત તેમજ નૃત્ય બને નાટ્યાંગો છે(૩.૨). આથી, એમ જણાય છે કે, હેમચન્દ્રાચાર્યે કહેલાં ગેય-રૂપકો, ‘દશરૂપકમાં વર્ણવાયેલા નૃત્ય-પ્રકાર સાથે સંકળાયેલાં છે. અહીં નોંધવું જોઈએ કે, નાટ્ય, નૃત્ય અને નૃત્ત એ ત્રણ સંજ્ઞાઓને આંતરસંબંધ એ અભ્યાસનો રસપ્રદ વિષય છે. ૧૫ ભરતમુનિના નાટ્યશાસ્ત્ર'માં તાંડવ, લાસ્ય એ બે નૃત્યપ્રકારોનું તથા દશ પ્રકારનાં રૂપકોનું, પ્રયોગયોગ્ય ત્રણ પ્રકારો તરીકે નિરૂપણ છે. હેમચન્દ્રાચાર્ય “નાટ્યશાસ્ત્ર'ને અનુસરે છે નાટકાદિ દસ રૂપકો ઉપરાંત નાટિકાના અલગ, અગિયારમાં પ્રકારના વિવરણ માટે પણ શ્રી હેમચન્દ્રાચાર્યે “નાટ્યશાસ્ત્ર'નો આધાર લીધો છે. નાટ્યશાસ્ત્રના વીસમા અધ્યાયમાં ભરતમુનિએ દશ રૂપકોનો નિર્દેશ કર્યો છે; પ૯૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy