________________
સ્વતંત્ર શ્લોકોમાંથી સમૃદ્ધ છે. આવા સ્વતંત્ર લોકો કે મુક્તકોમાં નિબદ્ધ સાહિત્યને ‘અનિબદ્ધ’ સાહિત્યપ્રકાર ગણી, ગ્રંથકારે ચાર સૂત્રામાં (૮.૧૦, ૧૧, ૧૨, ૧૩) એમનું સ્વરૂપ-વર્ણન કર્યું છે.
ઉપર સૂત્ર દસ(૮.૧૦)માં “અનિબદ્ધ સાહિત્ય-પ્રકારની વ્યાખ્યા કર્યા બાદ, ગ્રંથકાર, સૂત્ર અગિયાર(૮.૧૧)માં મુક્તક, અંદાનિતક, વિશેષક અને કલાપકનાં લક્ષણો તથા પરસ્પર સ્વરૂપભેદ દર્શાવે છે અને વૃત્તિમાં તેમનું વિવરણ કરે છે અને વૃત્તિમાં જ પર્યાનું સ્વરૂપ પણ સમજાવે છે. પછી, બારમાં સૂત્ર(૮.૨)માં ‘કુલકનું સ્વરૂપ દર્શાવે છે. જો કે, વૃત્તિ-ભાગ, સુત્ર અગિયાર(૮.૧૧) હેઠળ હતો તે જ અહીં પુન; રજૂ થયો છે. છેલ્લે, સૂત્ર તેર(૮.૧ ૩)માં કોશની વ્યાખ્યા આપી વૃત્તિમાં કોશ ઉપરાંત સંઘાત” અને “સંહિતાનું વિવરણ પણ આપ્યું છે. હવે આપણે એ ત્રણેય સૂત્રો જોઈએ. અનિબદ્ધ સ્વરૂપોનું વિવરણ
દેવદિત્રિવતુરઇન્દ્રપુંડનિતવિપતીપwif I (૮.૧૧) ૧. એક જ શ્લોકમાં વાક્યર્થ પૂરો થઈ જતો હોય ત્યારે મુક્તક કહેવાય; જેમ
કે, અમરુશતકમાં રસનીંગળતાં અનેક મુક્તકો છે. ૨. બે શ્લોકોમાં વાક્યર્થ સમાપ્ત થાય તો ત્યાં સંદાનિતક થાય છે. ૩. ત્રણ શ્લોકો વડે વાક્યર્થ પૂરો થાય ત્યારે વિશેષક બને છે. ૪. ચાર શ્લોકોનું જૂથ કલાપક કહેવાય છે. આ બધા અનિબદ્ધ સાહિત્યપ્રકારો બધી જ ભાષાઓમાં રચી શકાય છે.
પરિશ્ચતુર્દશનૈઃ સ્ત્રમ્ II (૮.૧૨) ૫. પાંચથી ચૌદ શ્લોકોનું જૂથ કુલક કહેવાય છે.
કોઈ મોટા કાવ્યમાં જે કેટલાક સ્વતંત્ર શ્લોકો રજૂ કરવામાં આવે છે તે પર્યા કહેવાય છે. સામાન્ય રીતે દરેક મહાકાવ્યમાં, ઋતુવર્ણન, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચન્દ્રોદય આદિના વર્ણનથી યુક્ત પર્યા” સ્વરૂપનાં અનેક મુક્તકો હોય છે. આવી પર્યાઓ કોશ(સંગ્રહ)માં પુષ્કળ હોય છે.
સ્વરકૃતસૂસિમુચ્ચય: કોશ: (૮.૧૩) ૭. કવિની પોતાની અથવા બીજા કવિઓની સૂક્તિઓનો સંગ્રહ કોશ કહેવાય
છે; જેમ કે, હાલ કવિને સંગ્રહગ્રંથ “ગાથાસપ્તશતી કે “સપ્તશતક',
૫૯૫